Business Ideas: આ યુનિક બિઝનેસ આઈડીયાથી ઓછા ખર્ચમાં કરી શકો છો મોટી કમાણી

કેન્ડલ મેકિંગ બિઝનેસ

Business Ideas:આર્ટિકલમાં અમે આપને એવા જ એક જરા હટકે બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જે હાલમાં ખૂબ ટ્રેન્ડમાં તો છે જ, સાથે આ બિઝનેસમાં કમાણી પણ સારી છે.

  • Share this:
    મુંબઈ: આજકાલ લોકો નોકરી સાથે બિઝનેસ (Business) કરવા તરફ વધુ આકર્ષાયા છે. હાલના સમયમાં લોકો અવનવા બિઝનેસ આઈડિયા (Unique Business Ideas) પોતાનો નાનો-મોટો બિઝનેસ શરૂ કરતા હોય છે. યંગ એન્ટરપ્રિન્યોર્સ અવનવા આઈડિયાઝની સાથે પોતાનો બિઝનેસ શરૂ કરતા હોય છે, હવે આવા અવનવા બિઝનેસ આઈડિયા એક ટ્રેન્ડ (New Business Ideas) બની ગયો છે જે સારી કમાણી પણ આપે છે. જો તમે પણ નોકરીની સાથે અથવા તો ફુલ ટાઈમ બિઝનેસ (Fulltime Business) શરૂ કરવા માટે કોઈ આઈડિયા વિશે વિચારી રહ્યા છો તો આ આર્ટિકલ તમારા માટે જ છે. આર્ટિકલમાં અમે આપને એવા જ એક જરા હટકે બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જે હાલમાં ખૂબ ટ્રેન્ડમાં તો છે જ, સાથે આ બિઝનેસમાં કમાણી પણ સારી છે.

    કેન્ડલ મેકિંગ બિઝનેસ (Candle Making business)

    શું તમે ઓછા ખર્ચ અને ઓછી વસ્તુઓ સાથે બિઝનેસ શરૂ કરવાનો કોઈ વિકલ્પ વિચારી રહ્યા છો? જો હા તો કેન્ડલ મેકિંગ બિઝનેસ એક પરફેક્ટ આઈડિયા છે. કેન્ડલ મેકિંગ બિઝનેસ તમે ઘરે બેઠા પણ શરૂ કરી શકો છો. જો તમે ક્રિએટીવ માઈન્ડ ધરાવો છો તો આ તમારી ક્રિએટીવિટી બતાવવાનો એક સારો રસ્તો છે, જેના થકી તમે પૈસા પણ કમાઈ શકો છો.

    કેન્ડલ મેકિંગ બિઝનેસની જરૂરી સામગ્રી

    >> પેરાફિન, જેલ, સોય, બીઝ્સવેક્સ અથવા કોઈ પણ અન્ય વેક્સ
    >> સુગંધ માટે એસેન્સશિયલ ઓઈલ્સ
    >> શેપ આપાવા માટે એક બીબું
    >> સજાવટ માટે વસ્તુઓ
    >> જેલી કેન્ડલ માટે ડિઝાઈનર ડેકોરેટિવ ગ્લાસ

    કેન્ડલ મેકિંગ બિઝનેસની એક ખાસ વાત એ છે કે આ કોઈ સિઝનેબલ નહીં પણ એવરગ્રીન બિઝનેસ છે. આખા વર્ષ દરમિયાન બર્થ ડે, એનિવર્સરી અને ખાસ દિવસની ઉજવણીઓના ડેકોરેશનમાં હવે કેન્ડલનો વપરાશ થવા લાગ્યો છે, તેથી આ બિઝનેસ તમને આખા વર્ષ દરમિયાન સારો નફો કમાઈને આપશે. વળી દિવાળી અને ક્રિસમસ જેવા તહેવારો પર ડિમાન્ડ વધવાથી વધુ નફો પણ કમાઈ શકાશે.

    આ પણ વાંચો: Business Idea: તજના પાનની ખેતીમાં કરો કમાણી, ફક્ત 50 છોડ ઊગાડીને વર્ષે થશે લાખોની કમાણી

    તમારા સોશિયલ મિડીયા હેન્ડલ અને મિત્રો તથા ફેમિલીના સપોર્ટથી તમે તમારા બિઝનેસનું પ્રમોસન કરી વધુ લોકો સુધી તેની જાણકારી પહોંચાડી શકો છો. જે તમારા બિઝનેસ ગ્રોથમાં મદદરૂપ સાબિત થશે. તમે એક શહેરથી બીજા શહેરમાં પણ કેન્ડલ ડિલિવર કરી શકો છો, આવું કરતી વખતે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે તમારા કેન્ડલના નક્કી કરેલા ભાવમાં તમે ડિલીવરી ચાર્જ ઉમેરેલો હોય. જેથી તમને કોઈ નુક્શાન ન થાય.

    આ પણ વાંચો: Business Idea: PhonePe એપથી ઘરે બેઠા મોટી કમાણી પણ કરી શકાય છે! જાણો કઈ રીતે

    એક વખત સારી જમાવટ થાય ત્યાર પછી પોતાની વેબસાઈટ બનાવી તમારા બિઝનેસનો વ્યાપ વધારી શકો છો. કેન્ડલ મેકિંગમાં નજીવા રોકાણ અને લીગલ ફોર્માલિટી સાથે તમે સરળતાથી તમારો બિઝનેસ શરૂ કરી શકો છો.
    First published: