Home /News /business /Uniparts India IPO: યૂનિપાર્ટસ ઈન્ડિયાનો IPO મેદાનમાં, પહેલી જ પારીમાં 58 ટકા સબસક્રાઈબ થયો
Uniparts India IPO: યૂનિપાર્ટસ ઈન્ડિયાનો IPO મેદાનમાં, પહેલી જ પારીમાં 58 ટકા સબસક્રાઈબ થયો
યૂનિપાર્ટસ ઈન્ડિયાનો IPO ખુલ્યો
Uniparts India IPO Latest News: એન્જિનિયરિંગ સિસ્ટમ્સ એન્ડ સોલ્યૂશન્સ પ્રોવાઈડર યૂનિપાર્ટસ ઈન્ડિયાનો આઈપીઓ 30 નવેમ્બરે ખુલી ગયો છે. પહેલા જ દિવસે આ આઈપીઓ 58 ટકા સબસક્રાઈબ થયો છે.
નવી દિલ્હીઃ એન્જિનિયરિંગ સિસ્ટમ્સ એન્ડ સોલ્યૂશન્સ પ્રોવાઈડર યૂનિપાર્ટસ ઈન્ડિયાનો આઈપીઓ 30 નવેમ્બરે ખુલી ગયો છે. પહેલા જ દિવસે આ આઈપીઓ 58 ટકા સબસક્રાઈબ થયો છે. રોકાણકારો 2 ડિસેમ્બર સુધી આ આઈપીઓમાં રૂપિયા લગાવી શકે છે. કંપની આઈપીઓ દ્વારા 835.61 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે. યૂનિપાર્ટસે દાવ લગાવવા માટે 548-577 રૂપિયા પ્રતિ શેર પ્રાઈસ બેન્ડ નક્કી કર્યુ છે.
મહત્તમ 13 લોટ ખરીદી શકાશે
રોકાણકારો મહત્તમ 13 લોટ ખરીદી શકે છે. એક લોટમાં 25 શેર છે. આ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર એક્સિસ કેપિટલ, ડીએએમ કેપિટલ એડવાઈઝર્સ અને જેએમ ફાઈનાન્શિયલ છે. આ આઈપીઓમાં કોઈ પણ નવા શેર નથી. એટલે કે આઈપીઓ માત્ર ઓફર ફોર સેલ હેઠલ લાવવામાં આવ્યો છે. ઓફર ફોર સેલમાં વર્તમાન શેરધારકો 1.44 કરોડથી પણ વધારે શેર વેચી રહ્યા છે. શેર વેચનારા લોકોમાં કરણ સોની, મેહર સોની, પામેલા સોની, અશોકા ઈન્વેસ્ટમેન્ટ એન્ડ અમ્બાદેવી મોરીશસ હોલ્ડિંગ કંપની સામેલ છે.
મિંટના અનુસાર, યૂનિપાર્ટસ ઈન્ડિયાના શેર ગ્રે માર્કેટમાં 71 રૂપિયાના પ્રીમિયમ પર મળી રહ્યા છે. આમ તો જીએમપીમાં ફેરફાર થતો રહેશે, પરંતુ જો તે કાયમ રહે છે તો તે શેર 648 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. રોકાણ સલાહકાર ફર્મ KRChoksey એ તેને સબસ્ક્રાઈબ કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, કંપની જે ક્ષેત્રમાં કામ કરે છે, તેમાં વિસ્તારની શક્યતા ઘણી વધારે છે.
ક્યારે મળશે અલોટમેન્ટ
કંપની તેના શેરોનું અલોટમેન્ટ 7 ડિસેમ્બરે કરી શકે છે. જ્યારે, 12 ડિસેમ્બરે તેના શેરોનું લિસ્ટિંગ થવાની શક્યતા છે. જાણકારી અનુસાર, આ આઈપીઓમાં 50 ટકા ભાગ ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ તેમજ 15 ટકા એનઆઈઆઈ માટે આરક્ષિત છે. જ્યારે, રિટેલ રોકાણકારો માટે 35 ટકા ભાગ આરક્ષિત રાખવામાં આવ્યો છે.
એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડનો આઈપીઓ 30 નવેમ્બરે 35.33 ટકા સબસ્ક્રાઈબ થયો છે. બિડર્સે 80 લાખ શેરોની ઈશ્યૂ સાઈઝ માટે 28 કરોડથી વધારે શેર માટે બિડ મૂકી હતી. આઈપીઓની ઓફર પ્રાઈસ 216-237 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી. આ શેર 6 ડિસેમ્બરે અલોટ કરવામાં આવી શકે છે. જ્યારે, 8 ડિસેમ્બરે તેની લિસ્ટિંગ થવાની શક્યતા છે. કંપનીના શેર બીએસઈ તેમજ એનએસઈ પર લિસ્ટ થશે. ધર્મજ ક્રોપ 25થી વધારે દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર