આ વર્ષ સામાન્ય લોકો માટે લાવી શકે છે ખુશીનો ખજાનો!

  • Share this:
વર્ષ 2018 સામાન્ય લોકો માટે સારી ખબર લઈને આવી શકે છે. આ વર્ષે બજેટમાં સામાન્ય લોકોને ઘણા લાભ થઈ શકે છે. કારણ કે 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જે પહેલા આ છેલ્લુ વર્ષ હશે જે પૂર્ણ બજેટ રજૂ કરશે. જેથી આશા છે કે વર્ષ 2018માં કેન્દ્ર સરકાર લોકપ્રિય બજેટ લાવી શકે છે.

ઇનકમ ટેક્સ સ્લેબ વધશે
રાજવૃત્તીય વર્ષ 2018-19 માટે 1 ફેબ્રુઆરી 2018માં બજેટ રજૂ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે નાણામંત્રી અરૂણ જેટલી આ વખતે ટેક્સ સ્લેબ વધારી શકે છે. વર્તમાન સ્લેબ અનુસાર 2.5 થી 5 લાખ રૂપિયા સુધીની ટેક્સેબલ ઇન્કમ પર 5 ટકા ટેક્સ લાગે છે. 5થી 10 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 10 લાખથી વધારેની ટેક્સેબલ ઇનકમ પર 30 ટકા ટેક્સ લાગે છે. અત્યાર સુધી 2.5 લાખ રૂપિયા સુધીમાં કોઈ ટેક્સ લાગતો ન હતો. જેથી વર્ષ 2018ના બજેટમાં આ સીમા 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. સરકાર 30 ટકાથી વધારે ટેક્સ સ્લેબની સીમા પણ 10 લાખથી વધારે વધારી શકે છે. ડાયરેક્ટ ટેક્સ કોડએ 2009માં ઉપરી સીમા વધારી 25 લાખ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જે વખતે ડીટીસીએ કહ્યું હતું કે જો આ એકસાથે શક્ય નહીં થાય તો તબક્કાવાર રીતે કરવામાં આવશે. આશા છે કે જેની શરૂઆત આ વર્ષથી થશે.



ગામડાઓના લોકોને ખુશ કરવા માટે થશે કોશિશ
2018માં દેશના 8 રાજ્યોમાં ચૂંટણી થવાની છે. ત્યારે ગુજરાત ચૂંટણીના પરીણામો જોઈને સરકાર પણ સમજી ગઈ છે કે ગ્રામીણ વિસ્તારમાં પાર્ટીની પકડ ઓછી છે. એવામાં 2018માં બાકી વિધાનસભા અને 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર ખેડૂતો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીશગઢ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર એક અવસર છે. કે જે ખેડૂતોને ખુશ કરી શકે છે.

GSTમાં પણ મળી શકે છે રાહત
સરકાર GSTમાં વારંવાર ફેરફાર કરી રહી છે. એવામાં 2018નાં બજેટમાં પણ લોકોને GSTમાં રાહત મળી શકે છે. આ વાતના ચાન્સ વધારે છે કે GST કાઉંસિલ 12 ટકા અને 18 ટકાના સ્લેબને એક કરી શકે છે. સાથે જ પેટ્રોલને પણ GSTમાં સામેલ કરી શકે છે.



ઘર ખરીદનારને મળ શકે છે લાભ
2018ના બજેટમાં નાણામંત્રી ઘર ખરીદનાર લોકને નવી ભેટ આપી શકે છે. મોંઘવારી વધવાની સાથે ઘરની કિંમતો પણ વધી ગઈ છે. જ્યારે હોમ લોનના વ્યાજ પર મહત્તમ 2 લાખ રૂપિયા સુધીના ટેક્સ પર છુટ મળે છે. એટલે કે 2 લાખ સુધીના રૂપિયામાં વ્યાજ ભરવું પડતું નથી. જેને આ વર્ષે સરકાર તેના બજેટમાં આ સીમાને વધારી શકે છે. સાથે જ હાલમાં જે 1.5 લાખ રૂપિયાની હોમ લોન પ્રિંસિપલ પર છુટ મળતી હતી જેને પણ વધારીને 2 લાખ કરી શકે છે.
First published: