નાણાં મંત્રીએ 6 લાખ કરોડ રૂપિયાનો નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન પ્રોગ્રામ લોન્ચ કર્યો, જાણો શું છે આ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (તસવીર- એએનઆઈ)

business news- નાણાં મંત્રી નિર્મલા સીતારમણે (union finance minister Nirmala Sitharaman) સોમવારે નવી દિલ્હીમાં નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન એટલે કે એનએમપી (National Monetisation Pipeline)પ્રોગ્રામની શરૂઆત કરી

  • Share this:
    નવી દિલ્હી : નાણાં મંત્રી નિર્મલા સીતારમણે (union finance minister Nirmala Sitharaman) સોમવારે નવી દિલ્હીમાં નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન એટલે કે એનએમપી (National Monetisation Pipeline)પ્રોગ્રામની શરૂઆત કરી છે. આ પ્રસંગે વિત્ત મંત્રીએ કહ્યું કે આ મહત્વપૂર્ણ છે કે ભારત એ સમજે કે આપણી સંપત્તિનો વધારે લાભ ઉઠાવવાનો સમય આવી ગયો છે.

    વિત્ત મંત્રાલયના મતે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇને વિત્ત વર્ષ 2022થી 2025 સુધી 4 વર્ષના ગાળામાં કેન્દ્ર સરકારની (Central Government)કોર એસેટના માધ્યમથી 6 લાખ કરોડ રૂપિયાની કુલ મુદ્રીકરણ ક્ષમતાનો અંદાજ લગાવ્યો છે. વિત્ત મંત્રાલયે કહ્યું કે સડક, પરિવહન અને રાજમાર્ગ, રેલવે, વિજળી, પાઇપલાઇન અને પ્રાકૃતિક ગેસ, નાગરિક ઉડ્ડયન, શિપિંગ બંદરગાહ અને જલમાર્ગ, દૂરસંચાર, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ, ખનન કોયલા અને આવાસ શહેરી મામલાના મંત્રાલય નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનમાં સામેલ છે.

    આ પણ વાંચો - નિવૃત્તિ સુધીમાં 23 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવા માટે દર મહિને કેટલું રોકાણ કરવું પડે? અહી જાણો

    શું છે એનએમપી પ્રોગ્રામ

    નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનમાં કેન્દ્ર સરકાર પોતાની બ્રાઉનફીલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિઓથી (Brownfield Infrastructure Assets)પૈસા ભેગા કરવાની યોજના બનાવી રહી છે. એનએમપી કેન્દ્ર સરકારના 4 વર્ષની યોજનાઓના હિસાબથી બની એક યોજના છે. એનએમપી પ્રોગ્રામ સરકારના એસેટ મોનેટાઇઝેશન ઇનીશિએટિવના હિસાબથી મધ્યમ ગાળાનો એક રોડ મેપ કહી શકાય છે.

    ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક મેનેજમેન્ટ એટલે કે દીપમના (DIPAM)સચિવ તુહિન કાંત પાંડેયે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે સરકાર રાષ્ટ્રીય રાજમાર્ગો અને પાવર ગ્રિડ પાઇપલાઇનો સહિત છ લાખ કરોડ રૂપિયાની બુનિયાદી સ્ટ્રક્ચર સંપત્તિઓને અંતિમ રૂપ આપી રહી છે. જેનું મૌદ્રિકરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે લગભગ 6000 કરોડ રૂપિયાની એક રાષ્ટ્રીય મૌદ્રિકરણ યોજના પર કામ ચાલી રહ્યું છે. જેમાં પાઇપલાઇનથી લઇને પાવર ગ્રીડ પાઇપલાઇન અને રાષ્ટ્રીય રાજમાર્ગથી લઇને ટીઓટી (ટોલ ઓપરેટ ટ્રાન્સફર) અને તેવા પ્રકારની ઘણી સંપત્તિઓ હશે.
    Published by:Ashish Goyal
    First published: