Home /News /business /Budget 2023: એક સમય એવો પણ હતો જ્યારે કુંવારા અને લગ્ન કરેલા માટે અલગ અલગ હતો ઈન્કમ ટેક્સ

Budget 2023: એક સમય એવો પણ હતો જ્યારે કુંવારા અને લગ્ન કરેલા માટે અલગ અલગ હતો ઈન્કમ ટેક્સ

Union Budget: એક સમયે આવો પણ હતો ટેક્સ સ્લેબ, પરણિત અને અપરણિતો માટે હતા અલગ અલગ ટેક્સ સ્લેબ

Union Budget 2023: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. પરંતુ આ વચ્ચે અમે તમને કેટલીક મજાની માહિતી આપવા જઈ રહ્યા છે જે મુજબ એક સમય દેશમાં એવો હતો જ્યારે તમારે ઇન્કમ ટેક્સ પણ તમારા લગ્ન થયેલા છે કે કુંવારા છો તેના આધારે ચૂકવવો પડતો હતો.

વધુ જુઓ ...
બજેટમાં આ વખતે કરદાતાઓને 8 વર્ષ બાદ રાહત મળવાની આશા છે. આ બજેટના મોસમમાં અમે તમને એવા કેટલાક ટેક્સ વિશે જણાવી રહ્યા છીએ, જેની આજે કલ્પના પણ કરી શકાતી નથી. એક સમય હતો જ્યારે પરિણીત અને અપરિણીત લોકો માટે અલગ-અલગ ટેક્સ સ્લેબ હતા. મીડિયા અહેવાલો અનુસાર, 1955-56ના કેન્દ્રીય બજેટમાં પરિણીત અને અપરિણીત લોકો માટે અલગ ટેક્સ સ્લેબ હતા. તત્કાલિન નાણામંત્રી સીડી દેશમુખે આ બજેટ રજૂ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્લેબ પરિવાર ભથ્થાની યોજના શરૂ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

આ એ જ સમય છે જે સમયે બજેટ પહેલીવાર હિન્દીમાં છપાયું હતું. આ પછી વાર્ષિક નાણાંકીય નિવેદન અને એક્સપ્લેનેટરી મેમોરેન્ડમનું હિન્દી વર્ઝન જાહેર કરવામાં આવે છે

આ પણ વાંચોઃ નાણામંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો, GDP ગ્રોથ 6થી 6.8 ટકા રહેવાનું અનુમાન

પરણિત અને અપરણિત લોકો માટા અલગ અલગ ટેક્સ


1955-56ના કેન્દ્રીય બજેટમાં તત્કાલિન નાણામંત્રી દેશમુખે પરિણીત લોકો માટે હાલના કરમુક્તિના સ્લેબમાં રૂ. 1,500થી રૂ. 2,000 સુધીનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ સામે અપરિણીત લોકો માટે તેને ઘટાડીને 1,000 રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પગલું આયોજન પંચની ભલામણોના આધારે લેવામાં આવ્યું છે. બજેટમાં 90 લાખની આવકની ચોખ્ખી ખોટ અંદાજવામાં આવી હતી. 1950ના દાયકામાં વેલ્થ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. તેની સાથે જ આવકવેરાના મહત્તમ દર પાંચ આના (30 પૈસા)થી ઘટાડીને ચાર આના (25 પૈસા) કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ બુધવારે 11 વાગ્યે રજૂ કરશે બજેટ, આ રીતે લાઈવ જોઈ શકશો

પરિણિત પુરુષો માટેના સ્લેબ


- 0થી રૂ. 2,000 ટેક્સ સ્લેબ - ચૂકવવાપાત્ર: કોઈ આવકવેરો ચૂકવવાપાત્ર નથી

- રૂ. 2,001થી રૂ. 5,000 ટેક્સ સ્લેબ - આવકવેરાનો દર ચૂકવવાપાત્ર: રૂપિયામાં નવ પાઈ

- રૂ. 5,001થી રૂ. 7,500 ટેક્સ સ્લેબ - ચૂકવવાપાત્ર આવકવેરાનો દર: એક રૂપિયામાં એક આના અને નવ પાઈ

- રૂ. 7,501થી રૂ. 10,000 ટેક્સ સ્લેબ - ચૂકવવાપાત્ર આવકવેરાનો દર: એક રૂપિયામાં બે આના અને ત્રણ પાઈ

- રૂ. 10,001થી રૂ. 15,000 ટેક્સ સ્લેબ - આવકવેરાનો દર ચૂકવવાપાત્રઃ એક રૂપિયામાં ત્રણ આના અને ત્રણ પાઈ


અપરિણીતો માટે ટેક્સ સ્લેબ


- રૂ. 0થી રૂ. 1,000 - આવકવેરાનો દર ચૂકવવાપાત્રઃ કોઈ આવકવેરો નહીં

- રૂ. 1,001થી રૂ. 5,000 – ચૂકવવાપાત્ર આવકવેરાનો દર: રૂપિયામાં નવ પાઈ

- રૂ. 5,001થી રૂ. 7,500 - આવકવેરાનો દર ચૂકવવાપાત્ર: રૂપિયામાં એક આના અને નવ પાઈ

- રૂ. 7,501થી રૂ. 10,000 - આવકવેરાનો દર ચૂકવવાપાત્ર: રૂપિયામાં બે આના અને ત્રણ પાઈ
First published:

Tags: Budget 2023, Business news, Income tax slab

विज्ञापन