Home /News /business /Budget 2023: ભારતના સંરક્ષણ બજેટમાં 69 કરોડનો વધારો, જાણો ચીન અને પાકિસ્તાન સંરક્ષણ પર કેટલો ખર્ચ કરે છે
Budget 2023: ભારતના સંરક્ષણ બજેટમાં 69 કરોડનો વધારો, જાણો ચીન અને પાકિસ્તાન સંરક્ષણ પર કેટલો ખર્ચ કરે છે
Budget 2023
Defence Budget India 2023: આ વર્ષે ભારતના સંરક્ષણ બજેટમાં 12.9 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય બજેટ 2023-24 (Budget 2023) મુજબ આ વર્ષનું સંરક્ષણ બજેટ 5.94 કરોડ રૂપિયા હશે, જે ગત વખતે 5.25 લાખ કરોડ રૂપિયા હતું. જો ચીનની વાત કરીએ તો તેનું સંરક્ષણ બજેટ આપણા કરતા ત્રણ ગણું વધારે છે.
નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે સંસદમાં દેશનું બજેટ રજૂ કર્યું છે. જેમાં ડિફેન્સ સેક્ટર પર થનારા ખર્ચની માહિતી પણ આપવામાં આવી હતી. સામાન્ય બજેટ 2023-24 મુજબ આ વર્ષનું સંરક્ષણ બજેટ 5.94 કરોડ રૂપિયા હશે. જણાવી દઈએ કે, 2022-23માં સંરક્ષણ બજેટ 5.25 લાખ કરોડ હતું. એટલે કે આ વર્ષે 12.9 ટકાનો વધારો થયો છે. જેમાં મૂડી ખર્ચ માટે કુલ 1.62 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં નવા હથિયારો, એરક્રાફ્ટ, યુદ્ધ જહાજ જેવા સામાનની ખરીદીનો સમાવેશ થાય છે.
જણાવી દઈએ કે, આ વખતે ભારતનું સંરક્ષણ બજેટ 5.94 લાખ કરોડ રૂપિયા છે, એટલે કે લગભગ 69 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. જણાવી દઈએ કે, આપણી સરહદો ઘણા દેશો સાથે છે. આવી સ્થિતિમાં સુરક્ષા પર ધ્યાન આપવાની પણ ખૂબ જરૂર છે.
7 દેશો ભારત સાથે સરહદો
ભારતની નજીક ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન જેવા દેશો છે. આપણી સરહદો 7 દેશો સાથે મળે છે. જ્યારે ચીનની સરહદ 17 દેશોથી અને પાકિસ્તાન 4 દેશોથી ઘેરાયેલું છે. આ કારણે અહીંનું સંરક્ષણ બજેટ સારું છે. જોકે, તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના બજેટ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. કહેવાય છે કે, અફઘાનિસ્તાનમાં અગાઉની સરકારનું સંરક્ષણ બજેટ 405 કરોડની આસપાસ હતું. તે જ સમયે, ચીનનું અગાઉનું સંરક્ષણ બજેટ લગભગ 5.93 લાખ કરોડ અને પાકિસ્તાનનું લગભગ 61 લાખ કરોડ હતું.
ભારતની સરખામણીમાં ચીન અને પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ કેટલું છે?
એક રિપોર્ટ અનુસાર, 2022-23માં પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ ભારતની ચલણ અનુસાર લગભગ 46 હજાર 689 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં ભારતનું સંરક્ષણ બજેટ પાકિસ્તાન કરતા લગભગ 13 ગણું વધારે છે. બીજી તરફ જો ચીનની વાત કરીએ તો ગયા વર્ષે તેમનું બજેટ ભારતીય ચલણમાં લગભગ 18 લાખ 77 હજાર કરોડ રૂપિયા હતું. આવી સ્થિતિમાં ચીનનું સંરક્ષણ બજેટ ભારત કરતા ત્રણ ગણું વધારે છે. જો કે આ વખતે ભારતે તેના બજેટમાં 12.95 ટકાનો વધારો કર્યો છે, જ્યારે ચીને તેના સંરક્ષણ બજેટમાં લગભગ 7.1 ટકાનો વધારો કર્યો છે.
ચાલો કેટલાક દેશોના સંરક્ષણ બજેટ પર એક નજર કરીએ
બાંગ્લાદેશ
સંરક્ષણ બજેટઃ 31 હજાર કરોડ રૂપિયાથી વધુ
શ્રિલંકા
સંરક્ષણ બજેટઃ આશરે 9082 કરોડ
અફઘાનિસ્તાન
સંરક્ષણ બજેટઃ અગાઉની સરકારમાં આશરે 405 કરોડ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર