Home /News /business /Union Budget 2023: EV ખરીદનારાઓને મળી શકે છે સારા સમાચાર, મળશે મોટો ફાયદો

Union Budget 2023: EV ખરીદનારાઓને મળી શકે છે સારા સમાચાર, મળશે મોટો ફાયદો

Union Budget 2023

ફેમ સબસિડીની (Fame Subsidy) રકમની સાથે સરકાર સમય મર્યાદામાં પણ વધારો કરી શકે છે. આ સાથે જ ઓટો પાર્ટ્સ પર GSTને પણ બજેટમાં એકસમાન બનાવવામાં આવી શકે છે.

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઓટોમોબાઈલ સેક્ટરની સંપૂર્ણ આશા ઈલેક્ટ્રિક વાહનને લઈને કોઈ મોટી જાહેરાત પર ટકેલી છે. તેનો સીધો ફાયદો તે લોકોને પણ થશે જેઓ આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે. જણાવી દઈએ કે, ઓટોમોબાઈલ સેક્ટર ઇલેક્ટ્રિક વાહનો પર FAME 2 સબસિડી (Fame Subsidy) વધારવાની સતત માંગ કરી રહ્યું છે. આ સાથે તેનો લાભ સીધો ગ્રાહકને આપવાની પણ માંગ છે. આવી સ્થિતિમાં હવે માનવામાં આવી રહ્યું છે કે, સરકારની ફેમ 2 સબસિડી વધી શકે છે.

આ પણ વાંચો: Budget 2023 પહેલા મોંઘવારીને લઈને મોટી રાહત, IMFના રિપોર્ટથી સામાન્ય માણસને રાહત

આ બજેટ દરમિયાન સરકાર FAME સબસિડી વધુ બે વર્ષ માટે વધારી શકે છે. FAME સબસિડી સરકાર દ્વારા 2019 માં લાગુ કરવામાં આવી હતી અને તેની મુદત હવે 31 માર્ચ 2023 ના રોજ સમાપ્ત થઈ રહી છે. હવે એવું માનવામાં આવે છે કે, સરકાર આ સબસિડીને 2025 સુધી લંબાવી શકે છે. આ અંગે ઓટોમોબાઈલ ઉત્પાદકો તેમજ સામાન્ય લોકોની માંગ છે કે, આ સબસિડી વધારવી જોઈએ.

GST ઘટાડવાની પણ માંગ

બીજી તરફ, ઓટો ઉત્પાદકોના જણાવ્યા અનુસાર, EV ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ભાગો પર GST 18 થી 28 ટકાની રેન્જમાં છે, આ કિસ્સામાં કારની કિંમત નોંધપાત્ર રીતે વધી જાય છે. ઓટો ઈન્ડસ્ટ્રીના મતે સ્પેર પાર્ટ્સ પર એકસમાન રીતે GST લાગુ થવો જોઈએ અને તેના દરમાં ઘટાડો કરવો જોઈએ. આવી સ્થિતિમાં ગ્રાહકો પર ઓછો બોજ પડશે અને ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધશે.

સરકાર શું ઈચ્છે છે?

સરકાર લાંબા સમયથી ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોના કારણે પ્રદૂષણમાં ઘટાડો થવાને કારણે ઇંધણનો વપરાશ ઓછો થશે. જો કે, ઇલેક્ટ્રિક વાહનોની ઊંચી કિંમતને કારણે, હજી પણ દરેક લોકો તેને લેવા માંગતા નથી. આ માટે સરકાર હવે તેમને પોકેટ ફ્રેન્ડલી બનાવવાના તમામ પ્રયાસો કરી રહી છે. આથી એવું માનવામાં આવે છે કે, સરકાર સમય મર્યાદા અને ફેમ સબસિડીની રકમ વધારવા પર પણ વિચાર કરી શકે છે. આ સાથે ઓટો પાર્ટ્સ પરનો GST પણ ઘટાડી શકાય છે.



આ પણ વાંચો: Union Budget 2023: ઈ-વાહનનાં ઉદ્યોગકારોએ બજેટને લઇને શું કહ્યું? શું માંગ છે?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઈલેક્ટ્રિક વાહનો અને ફ્લેક્સ ઈંધણ અથવા વૈકલ્પિક ઈંધણ પર ચાલતા વાહનો અંગે સતત પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે અને તેઓ તેમને સતત પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. દેશભરમાં તેમના ચાર્જિંગ સ્ટેશન બનાવવા પર પણ કામ ચાલી રહ્યું છે. તેને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સરકાર ઈલેક્ટ્રિક વાહનોને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકે છે.
First published:

Tags: Budget 2023, Business news, Electric vehicle, Union budget

विज्ञापन