Home /News /business /Union Budget 2022: ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર! હવે ચાર્જિંગનું ટેન્શન સમાપ્ત, બેટરી સ્વેપિંગ પોલિસી જાહેર
Union Budget 2022: ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર! હવે ચાર્જિંગનું ટેન્શન સમાપ્ત, બેટરી સ્વેપિંગ પોલિસી જાહેર
ઈલેક્ટ્રીક વ્હીકલ બેટરી સ્વેપિંગ પોલીસી
ઈલેક્ટ્રિક વાહન (electric vehicle) ખરીદવાનું હવે સરળ બની શકે છે. બજેટમાં સરકારે બેટરી સ્વેપિંગ પોલિસી ( Battery-Swapping Policy) જાહેર કરી છે, તો જોઈએ શું ફાયદો થઈ શકે છે.
Union Budget 2022 : જો તમે ઈલેક્ટ્રિક વાહન (electric vehicle) ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે આ ખૂબ જ સારા સમાચાર છે. આ બજેટમાં સરકારે બેટરી સ્વેપિંગ પોલિસી ( Battery-Swapping Policy) જાહેર કરી છે. આ અંતર્ગત હવે લોકોએ બેટરી ચાર્જ કરવાની ઝંઝટ ઓછી થશે. ઉલ્લેખનીય છે કે, આ નીતિ દ્વારા, ઇલેક્ટ્રિક વાહનોમાં બેટરી બદલવા માટેની છૂટ આપવામાં આવશે. એટલે કે તમારે કોઈપણ ચાર્જિંગ સ્ટેશન પર જવાની જરૂર નહીં પડે. જો તમે ઈચ્છો, તો તમે તમારા વાહનમાં ચાર્જ થયેલી બેટરી બદલી શકો છો. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું હતું કે, સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માંગે છે.
તમને જણાવી દઈએ કે, મોટી કિંમતના કારણે લોકો હજુ પણ ઈલેક્ટ્રિક વાહનો ખરીદવામાં અસમર્થ છે. આ સિવાય શહેરોમાં ચાર્જિંગ પોઈન્ટ ઓછા હોવાના કારણે લોકોને અલગ-અલગ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી જ લોકો ઇચ્છે તો પણ ઇલેક્ટ્રિક વાહનો ખરીદી શકતા નથી. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, બેટરી સ્વેપિંગ પોલિસી વસ્તુઓને સરળ બનાવશે. છેવટે, આ નીતિ શું છે, ચાલો તેને સમજવાનો પ્રયાસ કરીએ.
બેટરી સ્વેપિંગ પોલિસી શું છે?
જો તમારા ઇલેક્ટ્રિક વાહનની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય, તો હવે તમે તેને બદલી શકો છો. એટલે કે, તેને ચાર્જ કરેલી બેટરીથી બદલી શકાય છે. આ કિસ્સામાં, બેટરી વાહનનો એક અલગ ભાગ બની જશે. તેનાથી વાહનની કિંમતમાં પણ ઘટાડો થશે. આ ઉપરાંત તમારે કોઈપણ ચાર્જિંગ સ્ટેશન પર જવું પડશે નહીં.
તે કેવી રીતે ફાયદાકારક રહેશે?
ઇલેક્ટ્રિક વાહનોના ખરીદદારો હવે બેટરી વગરની કાર ખરીદી શકશે. આવી સ્થિતિમાં, તેમને કોઈપણ અન્ય કંપની પાસેથી લીઝ પર બેટરી લેવાની સ્વતંત્રતા હશે. સમગ્ર બેટરી સ્વેપિંગ પ્રક્રિયા માત્ર પાંચ મિનિટ લે છે. નિષ્ણાતોના મતે આનાથી વાહનની કિંમતમાં ધરખમ ઘટાડો થશે.
સ્વીડન, નેધરલેન્ડ અને નોર્વેમાં મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનો છે. આવી સ્થિતિમાં, લોકો અહીં પહેલાથી જ આ પોલિસી હેઠળ બેટરી બદલી શકે છે. બેટરીને સર્વિસ મોડલ તરીકે પણ કહેવાય છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર