Union Budget 2022: 2021માં બજેટના દિવસે સૂચકાંકોમાં ઉછાળો આવ્યો હતો. રોકાણકારોએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) દ્વારા કરવામાં આવેલી જાહેરાતને વધાવી હોવાથી નિફ્ટી આશરે 5% ઉછળ્યો હતો.
મુંબઈ. Budget 2022: મોદી સરકાર (Modi Government)ના આગામી બજેટ (Budget)ને લઈ તમામ ક્ષેત્રોને ઘણી અપેક્ષાઓ છે. બજેટ સંતુલિત રહે તેવું ઘણા નિષ્ણાતો ઈચ્છી રહ્યા છે. ત્યારે બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ એડલવીસ (Edelweiss)ના મતે, ઘરેલું રિકવરી (Domestic Recovery) અત્યારસુધી અસમાન રહી છે અને તેને નીતિગત ટેકાની જરૂર છે. જેથી રાજકોષીય સમજદારી જાળવી રાખીને રિકવરીને સપોર્ટ કરવો જોઈએ. આ ઉપરાંત ભારત ટૂંક સમયમાં ગ્લોબલ બોન્ડ ઇન્ડાઇસિસનો સમાવેશ કરવાની તૈયારી કરી રહ્યું છે, જે નાણાકીય સમજદારીની ખાતરી આપે છે.
એડલવીસ ઓલ્ટરનેટિવ રિસર્ચે છેલ્લાં દસ વર્ષથી સંબંધિત બજેટ ડેઝ પર સૂચકાંકોના દેખાવ એટલે કે નિફ્ટી 50, નિફ્ટી બેન્ક અને નિફ્ટી મિડકેપ 100નું વિશ્લેષણ કર્યું હતું. જેના પરથી જણાય છે કે, 2021માં બજેટના દિવસે સૂચકાંકોમાં ઉછાળો આવ્યો હતો. રોકાણકારોએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) દ્વારા કરવામાં આવેલી જાહેરાતને વધાવી હોવાથી નિફ્ટી તે દિવસે લગભગ 5% ઉછળ્યો હતો. જોકે, 2020માં બજેટ અપેક્ષાઓ પર ખરૂ ઉતરવામાં નિષ્ફળ જતા ઇન્ડેક્સમાં 2%થી વધુનો કડાકો બોલી ગયો હતો.
નિફ્ટીનું પ્રદર્શન
વર્ષ
બજેટની તારીખ
ઇન્ડેક્સનું સ્તર
વધારો-ઘટાડો
2012
16 માર્ચ
5318
-1.2
2013
28 માર્ચ
5693
-1.8
2014
17 ફેબ્રુઆરી
6073
0.4
2014
10 જુલાઇ
7568
-0.2
2015
28 ફેબ્રુઆરી
8902
0.6
2016
1 ફેબ્રુઆરી
7556
-0.1
2017
1 ફેબ્રુઆરી
8716
1.8
2018
1 ફેબ્રુઆરી
11017
-0.1
2019
1 ફેબ્રુઆરી
10894
0.6
2019
5 જુલાઇ
11811
-1.1
2020
1 ફેબ્રુઆરી
11662
-2.5
2021
1 ફેબ્રુઆરી
14281
4.7
સોર્સ: એડલવીસ રિસર્ચ રિપોર્ટ
નિફ્ટી બેન્કનું પ્રદર્શન
વર્ષ
બજેટની તારીખ
ઇન્ડેક્સનું સ્તર
વધારો-ઘટાડો
2012
16 માર્ચ
10391
-1.9
2013
28 માર્ચ
11487
-3.9
2014
17 ફેબ્રુઆરી
10327
1.2
2014
10 જુલાઇ
14822
-0.7
2015
28 ફેબ્રુઆરી
19691
3.2
2016
1 ફેબ્રુઆરી
15314
-1.3
2017
1 ફેબ્રુઆરી
20021
2.6
2018
1 ફેબ્રુઆરી
27221
-0.6
2019
1 ફેબ્રુઆરી
27086
-0.8
2019
5 જુલાઇ
31476
00
2020
1 ફેબ્રુઆરી
29821
-3.3
2021
1 ફેબ્રુઆરી
33089
8.3
સોર્સ: એડલવીસ રિસર્ચ રિપોર્ટ
બજારોના દૃષ્ટિકોણથી વધુ પડકારજનક સ્થિતિ જોતાં બજેટ વધુ અસરકારક ન હોઈ શકે. આવક, નાણાકીય સ્થિતિ, વગેરે મધ્યમ ગાળાના વાહકો હશે. એડલવીસે જણાવ્યું હતું કે, "ગ્રામીણ ફાળવણીમાં વધારો થવાથી નીચલા સ્તરે વપરાશને ફરી સક્રિય કરવાના અને પોર્ટફોલિયોમાં રક્ષણાત્મક ધારણાના અમારા કોલને ટેકો આપવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં રજૂ કરવામાં આવશે. તે પહેલાં આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરીએ બપોર પછી રજૂ કરવામાં આવશે.
વધુમાં ઉમેરવામાં આવ્યું હતું કે, વ્યાપક નીતિના દૃષ્ટિકોણથી મુખ્ય બાબતો ગ્રામીણ ક્ષેત્ર તરફના ખર્ચ, PLI યોજનાના વ્યાપને વિસ્તૃત કરવા, નવા ઉત્પાદન એકમો માટે 2019ના કર ઘટાડાને વિસ્તૃત કરવા અને શહેરી અર્થતંત્ર માટે મનરેગા જેવી રોજગાર યોજના શરૂ કરવાની કોઈપણ યોજના આવકાર્ય હશે.
એડલવીસે વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022માં સરકારે 240 BPના ખૂબ મોટા નાણાકીય એકત્રીકરણ માટે પ્રયાસ કર્યો હતો. અલબત્ત કર વસૂલાતમાં ઉછાળાને કારણે નાણાકીય લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાય તેવું લાગે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર