Home /News /business /

Budget 2022 Decode: એવા છ ફેરફાર જેનો નાણા મંત્રીએ બજેટમાં નથી કર્યો ઉલ્લેખ

Budget 2022 Decode: એવા છ ફેરફાર જેનો નાણા મંત્રીએ બજેટમાં નથી કર્યો ઉલ્લેખ

ઇન્મક ટેક્સ (પ્રતીકાત્મક તસવીર)

Union Budget 2022 decoded: કલમ 80G દ્વારા તમારા આવકવેરા રિટર્ન હેઠળ મળતા લાભનો દાવો કરો છો, તો શક્યતાઓ છે કે તમારા નિયંત્રણની બહારના કેટલાક કારણોને લીધે તમને દાનપાત્ર રકમ તમારા આવકવેરાની ગણતરીમાં કપાત પાત્ર ન ગણાય અને તમે આ કપાતનો લાભ ન લઈ શકો.

વધુ જુઓ ...
નવી દિલ્હી: યૂનિયન બજેટ 2022 (Union Budget 2022) માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman)ના 91-મિનિટના ટૂંકા ભાષણમાં ઘણી નવી જોગવાઈઓનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, ઘણી બધી વિગતવાર બાબતોનો સ્પષ્યપણે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને તે નાણાકીય બિલમાં છૂપાયેલી રહી હતી. આજે અમે તમારા માટે તેમાંથી કેટલીક બાબતોને ડીકોડ કરી રહ્યા છીએ.

દાન આપેલી રકમ બનશે કપાત પાત્ર

આપણામાંથી ઘણા લોકો ચેરિટેબલ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પૈસા દાનમાં આપે છે. નવી જોગવાઈ અનુસાર, હવે જો તમે કલમ 80G દ્વારા તમારા આવકવેરા રિટર્ન હેઠળ મળતા લાભનો દાવો કરો છો, તો શક્યતાઓ છે કે તમારા નિયંત્રણની બહારના કેટલાક કારણોને લીધે તમને દાનપાત્ર રકમ તમારા આવકવેરાની ગણતરીમાં કપાત પાત્ર ન ગણાય અને તમે આ કપાતનો લાભ ન લઈ શકો.

ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થાઓ માટે પણ નવા રજીસ્ટ્રેશનની દરખાસ્ત કરવામાં આવી છે. એકવાર તે સામાન્ય પ્રક્રિયામાંથી પસાર થઈ જાય અને દાન મેળવી લે, ત્યાર પછી અન્ય કેટલાક દસ્તાવેજો સંસ્થાએ અપલોડ કરવાના રહેશે. આ દસ્તાવેજોમાં સ્ટેટમેન્ટ ઑફ ડોનેશન જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ 2022ની જોગવાઈઓ મુજબ, દાનકર્તા (રિસર્ચ અસોસિયેશન, યુનિવર્સિટી, કૉલેજ અથવા અન્ય સંસ્થાઓ) દાનનું સ્ટેટમેન્ટ આપવામાં નિષ્ફળ જાય તો દાતા દ્વારા દાવો કરવામાં આવેલી કપાતને નામંજૂર કરવામાં આવશે. આ નિયમ 1 એપ્રિલથી અમલમાં આવશે.

ખોટી રીતે કપાયેલી TDS પર વળતર

શું તમે નોન રેસિડેન્ટ ઈન્ડિયનને ભાડું કે કોઈ અન્ય ટેક્સ કાપ્યો છે પણ તમને પછીથી જાણવા મળ્યું છે કે આ ટેક્સ કપાતને પાત્ર નથી? એનઆરઆઈને કરવામાં આવતી ચૂકવણીમાં કેટલીક વખતે TDS કપાતને પાત્ર બનતું હોય છે. જોકે, તમામ કિસ્સામાં આવુ બનતુ નથી. કેટલીક ચૂકવણીઓ એવી પણ છે જેમાં TDS કપાતનો કોઇ નિયમ લાગૂ પડતો નથી. જો NRIએ તમારી સમક્ષ એ સાબિત કરે કે ટેક્સ કપાતપાત્ર નથી, તો બજેટ 2022એ સુધારાની પણ જોગવાઈ છે, જેના દ્વારા તમે નવી દાખલ કરાયેલી કલમ 239A દ્વારા કપાત કરાયેલ ટેક્સના રિફંડનો દાવો કરતી અરજી કરી શકો છો.

આ અરજી તમે 1 એપ્રિલથી દાખલ કરી શકો છો. જણાવી દઈએ કે અગાઉ આ અપીલ કમિશનર સુધી જતી હતી, જેમાં વધુ સમય લાગી જતો હતો જો કે હવે આ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. અહીં ટેક્સપેયરે એ વાત ચોક્કસથી ધ્યાનમાં રાખવી કે સરકારને ટેક્સ ચૂકવ્યાના 30 દિવસની અંદર અરજી કરવાની રહેશે.

ડિલે રિટર્ન પર કોઈ ફી નહીં

મોટાભાગના લોકો આ વાતથી પરિચિત છે કે નિયત તારીખ પછી રિટર્ન ભરવા પર 5,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. રાહતની વાત એ છે કે બજેટ 2022માં નિયત તારીખની અંદર રિટર્ન ન ભરવા માટે લાદવામાં આવેલી ફીમાં રાહત આપવા માટે કલમ 119માં સુધારાની દરખાસ્ત કરી છે.

મનોહર ચૌધરી એન્ડ એસોસિએટ્સના ટેક્સ પાર્ટનર અમીત પટેલ જણાવે છે કે, આ દરખાસ્ત તેમને ચોક્કસ લોકો પર દંડ ન લાદવાની સત્તા આપે છે. સમાજના અમુક વર્ગોને નિયત તારીખ પછી રિટર્ન સબમિટ કરવા માટે દંડમાંથી બાકાત કરી શકાય છે, ખાસ કરીને કલમ 234F હેઠળ આવતા લોકો, જે યાદીમાંથી ગાયબ હતા તેમની આમાં ગણતરી કરી શકાય છે. જોકે, દંડમાંથી બાકાત રાખવા 'ચોક્કસ વ્યક્તિ' તરીકે કોને વર્ગીકૃત કરવામાં આવે છે તે અંગે હજુ સ્પષ્ટતા આવવાની બાકી છે.

નોન ફાઈલર્સ માટે વધુ TDS

ગત વર્ષના બજેટમાં એવા લોકો માટે TDS દર (1-10 ટકા) બમણો કરવામાં આવ્યો હતો, જેમણે છેલ્લા બે વર્ષમાં તેમના ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા નથી. બજેટ 2022એ આ વિન્ડોને વધુ કડક બનાવી છે. હવે, જો તમે છેલ્લા એક વર્ષમાં તમારું ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી, તો પણ તમારે વધુ TDS ચૂકવવાનો રહેશે.

ખાતરી કરવા માટે TDS બેંક ખાતા અને જમા વ્યાજ, સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડ ડિવિડન્ડ, મિલકત વેચાણ, ભાડાની આવક, NRI ચૂકવણીઓ અને ઉચ્ચ મૂલ્યના વેચાણ પર લાગુ થાય છે. તે 1 ટકાથી 20 ટકા સુધી બદલાય છે. બજેટ 2022 હેઠળ, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ અથવા ક્રિપ્ટોકરન્સીના નફા પર પણ 1 ટકા TDS લાગુ કરવામાં આવ્યો છે.

વધુમાં વાત કરતા અમીત પટેલ ઉમેરે છે કે, આવકવેરા વિભાગે ચોરી કરનારાઓને પકડવા માટે જોગવાઈઓને હવે વધુ કડક બનાવી છે. જો તમારે ચૂકવણી કરતા પહેલા TDS કાપવો હોય, તો તમારે આવકવેરા વિભાગની ઉપયોગિતા તપાસવી જોઈએ કે વ્યક્તિએ તેનું રિટર્ન ફાઇલ કર્યું છે કે નહીં. આ સિવાય પણ કર કપાતનો દર સામાન્ય અથવા ડબલ હશે.

આ પણ વાંચો: Income Tax Slabs: Budget 2022માં ઇન્કમ ટેક્સ દરોમાં ફેરફાર નહીં, દંડ ભરીને પાછલા બે વર્ષનું ITR ભરી શકાશે

સેસ અને સરચાર્જ હશે બિન કપાતપાત્ર

સરકારે સ્પષ્ટતા કરી છે કે વ્યવસાય અને વ્યવસાયમાંથી થતી આવક માટે કપાતનો દાવો કરતી વખતે સેસ અને સરચાર્જનો ખર્ચ તરીકે દાવો કરી શકાતો નથી. આનાથી ઘણા લાંબા સમયથી ચાલતા વિવાદોનો પણ આખરે અંત આવ્યો છે. KPB એન્ડ એસોસિએટ્સના પાર્ટનર પારસ સાવલા જણાવે છે કે, સેસ અને સરચાર્જ કપાત કરી શકાય તેવો દાવો કરીને ફાઇલ કરવામાં આવેલી તમામ અપીલોને આ નિર્ણયની અસર થશે. આ વિભાગની જોગવાઈઓ 2005થી પહેલાના તમામ માટે લાગુ થશે.

પટેલે જણાવ્યું કે, ઘણા પ્રોફેશનલ્સ અને કંપનીઓને સલાહ આપવામાં આવી હતી કે સેસ એ એક ખર્ચ છે અને વ્યવસાયિક લાભ સામે તે કાપાત પાત્ર ગણી શકાય છે. પરંતુ હવે સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેવું રહેશે નહીં.

રિ-અસેસમેન્ટનો વિસ્તૃત અવકાશ

ભવિષ્યમાં આવકવેરા રિટર્નનું વધુ રિ-અસેસમેન્ટ કરવામાં આવશે અને આ બજેટ 2022ની દરખાસ્તોને આભારી છે, જેણે રિ-અસેસમેન્ટ કરવાનો અવકાશ મોકળો કર્યો છે. ગત વર્ષે રિ-અસેસમેન્ટ વિન્ડો છ વર્ષ અગાઉથી ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવી હતી અને માત્ર 10 વર્ષ સુધી રિ-અસેસમેન્ટ માટે સંપત્તિ સાથે સંકળાયેલા કેસ ખોલી શકાય છે તેવું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Budget Decoding: બજેટમાં વિવિધ જાહેરાતો બાદ જેફરીઝના રડાર પર છે આ શેર અને સેક્ટર

બજેટ 2022માં જણાવ્યા અનુસાર જો તમે શંકાસ્પદ ખર્ચનો દાવો કર્યો હોય તો પણ, આવા રિટર્ન ફાઇલ કરવાની તારીખથી 10 વર્ષ સુધી પણ ખોલી શકાય છે અથવા તેનું રિ-અસેસમેન્ટ પણ કરી શકાય છે.

સાવલા જણાવે છે કે, એસ્કેપિંગ ઈનકમનો અવકાશ વિસ્તૃત કરવામાં આવ્યો છે અને જો તમારા એકાઉન્ટની બુક્સ રૂ. 50 લાખથી વધુ હોય, તો 10 વર્ષ સુધી વધુ રી-એસેસમેન્ટ કરી શકાય છે.
First published:

Tags: Budget 2022, Nirmala Sitharaman, આયકર વિભાગ, બજેટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन