Home /News /business /Budget 2022-23: સરળ ભાષામાં સમજો બજેટ સંબંધિત આ પાંચ મહત્વના શબ્દો

Budget 2022-23: સરળ ભાષામાં સમજો બજેટ સંબંધિત આ પાંચ મહત્વના શબ્દો

બજેટ 2022

Union Budget 2022-23: હજારો લોકો દિવસ-રાત એક પછી એક આખો હિસાબ તૈયાર કરે છે. ભારતના બંધારણની કલમ 112 કેન્દ્રીય બજેટને નાણાકીય વર્ષ (Financial Year)માં સરકારની અંદાજિત આવક અને ખર્ચના એકાઉન્ટ તરીકે વ્યાખ્યાયિત કરે છે.

    જ્યારે તમે તમારા ઘરનું બજેટ પ્લાન (Budget Planning) કરો છો, ત્યારે તમે એ હિસાબ રાખો છો કે કેટલી આવક ક્યાંથી આવશે અને કેટલો ખર્ચ થશે? શું તમારી પાસે થોડા પૈસા બચશે (Savings) કે મહિનાના અંતે ઉધાર લેવા પડશે? આવી સ્થિતિમાં ઉધાર લેવાથી બચવા માટે ખર્ચમાં ઘટાડો કરો છો. એ જ રીતે દેશનું બજેટ (Union Budget) તૈયાર કરતી વખતે પણ આવી બારીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તેને તૈયાર કરવામાં લાંબો સમય લાગે છે, હજારો લોકો દિવસ-રાત એક પછી એક આખો હિસાબ તૈયાર કરે છે. ભારતના બંધારણની કલમ 112 કેન્દ્રીય બજેટને નાણાકીય વર્ષ (Financial Year)માં સરકારની અંદાજિત આવક અને ખર્ચના એકાઉન્ટ તરીકે વ્યાખ્યાયિત કરે છે.

    ત્યારે નાણાકિય વર્ષ 2022-23નું બજેટ (Union Budget 2022-23) રજૂ થવામાં હવે એક મહીનાથી પણ ઓછો સમય બચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમન (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ નાણાકીય વર્ષ 2022-23 (FY23) માટે બજેટ રજૂ કરશે. નાણામંત્રી આ બજેટમાં શું જાહેરાત કરે છે? તેની સૌને રાહ છે. ત્યારે બજેટ રજૂ કરતા પહેલા તેની સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ પરિભાષાઓ જાણવી જરૂરી છે, જેથી તેને સરળતાથી સમજવામાં મદદ મળી શકે. તો ચાલો જાણીએ 5 મહત્વના અને બજેટમાં વારંવાર વપરાતા શબ્દો (Budget terminology term) વિશે.

    ડાયરેક્ટ ટેક્સ

    ડાયરેક્ટ ટેક્સ તે છે જે નાગરિકો સરકારને સીધા ચૂકવે છે. આ ટેક્સ તમારી આવક પર લાગુ થાય છે અને અન્ય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાતો નથી. ઈન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ વગેરે ડાયરેક્ટ ટેક્સ હેઠળ આવે છે.

    ઇનડાયરેક્ટ ટેક્સ

    ઇનડાયરેક્ટ ટેક્સ તે છે જે કોઈપણ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય છે. જેમ કે, કોઈપણ સર્વિસ પ્રોવાઇડર, પ્રોડક્ટ અથવા સર્વિસ લાગતો ટેક્સ. એક્સાઈઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, સર્વિસ ડ્યુટી, જીએસટી વગેરે ઇનડાયરેક્ટ ટેક્સ હેઠળ આવે છે.

    ફિસ્કલ ડેફિસિટ

    ફિસ્કલ ડેફિસિટ એટલે કેન્દ્ર સરકારની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત. ફિસ્કલ ડેફિસિટ દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર દર્શાવે છે. નિષ્ણાતો માને છે કે, ભારત આગામી નાણાકીય વર્ષ માટે જીડીપીના 6.3 ટકાથી 6.5 ટકા સુધી ફિસ્કલ ડેફિસિટનો લક્ષ્યાંક નક્કી કરી શકે છે.

    નાણાકિય વર્ષ

    નાણાકીય વર્ષ નાણાકીય બાબતોમાં ગણતરી માટેનો આધાર છે. તેને સરકારો દ્વારા એકાઉન્ટિંગ અને બજેટિંગ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતો સમયગાળો પણ કહેવાય છે.

    જીડીપી

    ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અથવા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) એ આપેલ વર્ષમાં દેશમાં ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓનું કુલ મૂલ્ય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Budget 2022, Union budget

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन