Home /News /business /

Budget 2021: બજેટથી આમ આદમીને અનેક આશા, ટેક્સ સ્લેબને લઈને નિષ્ણાતોનો આવો મત

Budget 2021: બજેટથી આમ આદમીને અનેક આશા, ટેક્સ સ્લેબને લઈને નિષ્ણાતોનો આવો મત

ફાઇલ તસવીર

Budget 2021: ઘણા લાંબા સમયથી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, જ્યારે મોંઘવારીને કારણે લિવિંગ ઑફ કોસ્ટ ખૂબ વધી ગઈ છે.

  નવી દિલ્હી: કોરોના કાળ (Corona Pandemic)માં બજેટ (Budget 2021)ને લઈને સૌથી વધારે ઉત્સુકતા આમ આદમીને છે. નિષ્ણાતોના મતે મહામારીમાંથી બહાર આવી રહેલા અર્થતંત્ર (Indian economy)ને સરકારી સહાયની જરૂરિયાત સમયની માંગ છે. દર વખતે બજેટ પહેલા ઇન્કમ ટેક્સ (Income tax)માં છૂટની માંગ ખૂબ તેજીથી થતી હોય છે. નિષ્ણાતોના મતે બજેટમાં આ વખતે જૂની અને નવી બંને ટેક્સ પ્રણાલીમાં ફેરફાર થઈ શકે છે. બજેટમાં ઇન્કમ ટેક્સના નવી સિસ્ટમમાં વધારે આકર્ષણ બનાવવામાં આવી શકે છે. આ સાથે જ તેના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.

  કેપિટલ ફ્લોટના સહ-સંસ્થાપક અને એમડી શશાંક ઋષિશ્રિંગનું કહેવું છે કે વર્ક ફ્રોમ હોમથી થયેલા ખર્ચાને ધ્યાનમાં રાખીને ટેક્સમાં અમુક છૂટ મળશે તો આખો દેશ ખુલ્લા હાથે તેનું સ્વાગત કરશે. તેમનું કહેવું છે કે ખાસ કરીને મધ્યમ વર્ગ ઇન્કમ ટેક્સની સેક્શન 80C અંતર્ગત મળતી છૂટમાં વધારો થાય તેવી આશા રાખી રહ્યો છે. હાલમાં 80, 80CCC અને 80CCD(1) અંતર્ગત એક વર્ષમાં કુલ 1.50 લાખ રૂપિયાની આવક પર ટેક્સ છૂટ મળે છે. ઉલ્લેખનીય છે કે અનેક ટેક્સ સેવિંગ રોકાણ આ કલમ હેઠળ આવે છે. આને વધારીને ત્રણ લાખ રૂપિયા કરવાની આશા રાખવામાં આવી રહી છે.

  >> બજેટ અંગે તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

  ટેક્સ સ્લેબમાં લાંબા સમયથી પ્રભાવી રાહત નહીં

  સ્ક્રિપ્પ બોક્સના સહ-સંસ્થાપક અને મુખ્ય વ્યવસાય અધિકારી પ્રતીક મહેતા કહે છે કે, "ટેક્સ સ્લેબમાં લાબા સમયથી જેમનો તેમ છે. જ્યારે ફુગાવાએ જીવન જીવવાનો ખર્ચ ખૂબ વધારી દીધો છે. પગારદાર વર્ગને રાહત આપવા માટે ટેક્સ સ્લેબમાં ફેરફાર જરૂરી છે. સ્ક્રિપ્પ બોક્સના કૉ-ફાઉન્ડર અને ચીફ બિઝનેસ ઓફિસરનું કહેવું છે કે ટેક્સ સ્લેબ ખૂબ લાંબા સમયથી જેમનો તેમ છે, જ્યારે મોંઘવારી ખૂબ વધી ઘઈ છે. ટેક્સ સ્લેબમાં ફેરફારથી આમ આદમીને ખૂબ રાહત મળશે. ટેક્સેશનની દ્રષ્ટીએ નિષ્ણાતનું કહેવું છે કે ઉપભોક્તાઓને રાહત આપવા માટે અમુક સુધારા જરૂરી છે. જેનાથી ઇન્કમટેક્સ ભરનારા લોકોને 50થી 80 હજાર સુધીની બચત થઈ શકે છે."

  બીલાઈન બ્રોકિંગના ડિરેક્ટર પ્રદિપ સંધીરનું કહેવું છે કે, "કેન્દ્રીય બજેટ 2021માં સરકાર નીચી આવક ધરાવતા જૂથમાં વાર્ષિક રૂ.5,00,000થી વધારે આવક ધરાવતા લોકોને આવકવેરામાં થોડી રાહત આપી શકે તેવી શક્યતા છે. સેક્સન 80સી હેઠળ કરકપાતની મર્યાદા પણ વધારે તેવી શક્યતા છે. તેનાથી બચતમાં વધારો થશે અને અંતે સરકારના હાથમાં વધુ ફંડ આવશે. હાલમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (એલટીસીજી) ટેક્સનો દર 10 ટકા છે જે રદ કરવામાં આવે તેવી અપેક્ષા છે. સંરક્ષણ, ફાર્મા, હેલ્થકેર અને ઓટો ક્ષેત્ર કેન્દ્રમાં રહી શકે છે."

  નવી પ્રણાલીમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર શક્ય

  ગત વર્ષે બજેટમાં સરકારે ઇન્કમ ટેક્સની નવી પ્રણાલી દાખલ કરી હતી. આ વખતે તેના સ્લેબમાં અમુક ફેરફાર શક્ય છે. જેનાથી તેને ખૂબ આકર્ષક બનાવી શકાય. નવી ટેક્સ રીતને એવી રીતે આકર્ષક બનાવી શકાય કે જેનાથી લોકો જૂની સિસ્ટમને છોડીને નવી પ્રથા તરફ વળે. ગત વર્ષે દાખલ થયેલી નવી પ્રણાલીમાં સાત પ્રકારના સ્લેબ શામેલ કરવામાં આવ્યા હતા. જેમાં શૂન્ય, 5%, 10%, 15%, 20%, 25% અને 30% શામેલ છે. જ્યારે જૂની સિસ્ટમમાં શૂન્ય, 5%, 20% અને 30% એમ ચાર સ્લેબ શામેલ છે. હાલ કરદાતા બેમાંથી ગમે તે એક વિકલ્પ પસંદ કરી શકે છે. નવી વ્યવસ્થામાં પાંચ લાખથી 15 લાખ રૂપિયા વચ્ચે આવક પર ટેક્સનો દર ઓછો છે પરંતુ ટેક્સમાં કોઈ છૂટ કે કપાત નહીં મળે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Budget 2021, Budget News, FM Nirmala sitharaman, Modi Government Budget, Railway budget 2021, Union budet 2021, કેન્દ્રીય બજેટ 2021, નીર્મલા સીતારમણ, બજેટ 2021, બજેટ ન્યૂઝ, રેલવે બજેટ 2021

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन