નવી દિલ્હી: દેશનું અર્થતંત્ર ધીમે ધીમે કોરોના વાયરસની મહામારીમાંથી બહાર આવી રહ્યું છે. આથી આમ આદમી કરદાતા (Tax payer) સારા બજેટ (Union budget 2021)ની આશા સાથે અર્થવ્યવસ્થા (Economy)માં મોટો ઉછાળો આવશે તેવી આશા રાખી રહ્યા છે. 2000માં સરકારે જાહેર કરેલી વિવિધ યોજનાઓને કારણે અર્થતંત્ર ગતિશીલ રહ્યું હતું, તો લોકો બજેટ 2021ને એક ઐતિહાસિક ઘટનાના રૂપમાં જોઈ રહ્યા છે. તો જાણીએ આમ આદમી (What common man expects from budget 2021)ને કેન્દ્ર સરકાર પાસેથી આ બજેટમાં શું આશા છે.
રિમોટ વર્કિંગ સેટઅપ માટે છૂટ
કોરોનાને કારણે નોકરી કરતા લોકોની કામ કરવાની રીતમાં બદલાવ આવ્યો છે. કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ શરૂ કરી દીધું છે. અનેક કંપનીઓ માટે આ એક નિયમ બની ગયો છે. આથી એવી આશા રાખવામાં આવી રહી છે કે બજેટ 2021માં અમુક એવી જોગવાઈ કરવામાં આવે જેનાથી કર્મચારીઓને ટેક્સમાં અમુક રાહત મળે. ઉદાહરણ તરીકે કુલ આવકમાં કર્મચારીઓને 50 હજાર રૂપિયા જેટલી છૂટ ખુરશી, ફર્નિચર, કોમ્પ્યુટર, ડેટા ઉપકરણો વગરે પાછળ ખર્ચ કરવા માટે આપવામાં આવે. આ છૂટ ઘરેથી કામ કરતા લોકોને આપવામાં આવે.
80C અને 80D અંતર્ગત ઇન્કમ ટેક્સની છૂટ વધારવામાં આવે
બજેટ 2021માં જો 80C અને 80D અંતર્ગત છૂટની મર્યાદા વધારવામાં આવશે તો ખર્ચ અને રોકાણને વધારવામાં મદદ મળશે. નિષ્ણાતો આને અર્થતંત્ર માટે મહત્ત્વનું માને છે. સેકશન ડી અંતર્ગત બીન-વરિષ્ઠ નાગરિકો માટે મેડિકલ કવરેજને 25 હજારથી વધારીને 50 હજાર કરવામાં આવી શકે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે 50 હજારથી વધારીને 75 હજાર કરવામાં આવી શકે છે. જેનાથી કોરોના વાયરસ જેવી મહામારી જેવા સંકટની સ્થિતિમાં ખૂબ મદદ મળશે.
ખર્ચ કરવાની શક્તિમાં વધારો
નિષ્ણાતો સરકાર પાસેથી માંગણી કરી રહ્યા છે કે કરદાતાઓનો ટેક્સમાં છૂટ આપવામાં આવે, સાથે જ ટેક્સમાં સુધારો કરવામાં આવે જેનાથી તેમની ખર્ચ કરવાની શક્તિમાં વધારો થશે. નિષ્ણાતોના મતે બજેટમાં એક ઉત્તમ ટેક્સ વ્યવસ્થાની જાહેરાત કરવી જોઈએ જે ખૂબ સરળ હોય. આ સાથે જ સ્ટાર્ટઅપ અને એમએસએમઈ ઉદ્યમો માટે ટેક્સમાં રાહત તેમજ ટેક્સ હૉલિડેની જોગવાઈ લાવવી જોઈએ.
આ સાથે જ નિષ્ણાતો લાંબા સમય સુધી ઇક્વિટી શેરમાં રોકાણ પર લાગતા લૉંગ ટર્મ કેપિટલ ટેક્સમાં પણ છૂટ આપવાની માંગ કરી છે. હાલ ઇક્વિટી શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર કેપિટલ ગેનમાં એક લાખ રૂપિયાની છૂટ છે. જોકે, કેપિટલ ગેન એક લાખથી વધારે થવા પર 10 ટકા ટેક્સ લાગે છે. નિષ્ણાતો માની રહ્યા છે કે સરકારે આ મર્યાદા બે લાખ રૂપિયા કરવી જોઈએ. આ ઉપરાંત જો ટેક્સનો દર પણ પાંચ ટકા કરવાની જરૂરિયાત છે.
Debt લિંક્ડ બચત યોજનાની શરૂઆત
ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોનું માનવું છે કે ડીએલએસએસ (ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમ)ની શરૂઆત નાના રોકાણકારોને લાંબા સમયની બચતને યોગ્ય ટેક્સ લાભની સાથે વધારે ક્રેડિટ વાળા ડેટ ઇન્સ્ટ્રૂમેન્ટમાં શામેલ કરવામાં મદદ મળશે. જેનાથી ભારતીય બૉન્ડ માર્કેટને વધારે વિસ્તાર આપવામાં મદદ મળશે. સાથે જ રોકાણકારો પોતાના પૈસાના 15 વર્ષના પીપીએફ અને એનપીએસની સરખામણીમાં પાંચ વર્ષના નાના લૉક-ઇન પ્રોડક્ટમાં રોકશે.
વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન સ્કીમ
દેશના વરિષ્ઠ નાગરિકોની એક મોટી વસ્તી આજે પેન્શનના ફાયદાથી વંચિત છે. નિષ્ણાતોના મતે વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ ફ્રેન્ડલી યૂનિવર્સલ પેન્શન પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી શકે છે. સરકાર પાસે વસ્તીના એક મોટા વર્ગને આર્થિક આઝાદી આપવાનો ખૂબ સારો મોકો છે. દેશવાશીઓનું કહેવું છે કે જો સરકાર બજેટમાં આ સૂચનોને શામેલ કરશે તો તેમને મોટી મદદ મળશે. આ ઉપરાંત આગામી દિવસોમાં અર્થતંત્રની તસવીર પણ ચમકતી દેખાશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર