નવી દિલ્હીઃ 1 ફેબ્રુઆરી મોદી સરકારનું બજેટ 2021 (Budget 2021) રજૂ થવા જઈ રહ્યું છે. બજેટના દિવસે ભારતીય શેર બજારોમાં (Indian share market) ઉથલપાથલ જોવા મળી શકે છે. માર્કેટ નિષ્ણાંતોનું કહેવું છે કે આ વખતના બજેટને લઈને સરકાર (Modi Government) પાસે વધારે આશા છે. આવી સ્થિતિમાં સરકારને નબળી નાણાંકિય સ્થિતિ વચ્ચે લોકલુભાવન વચનો, રિફોર્મ અને વિકાસ વચ્ચે તાલમેલ બેસાડવો પડશે. આ વર્ષે બજેટ રજૂ થયા પહેલા છ સત્રોમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 3506 પોઈન્ટ એટલે કે 7.04 ટકા ઘટીને 46,285.77 ઉપર આવી ચૂક્યો હતો. છેલ્લા 10 વર્ષોના આંકડા ઉપર નરજર નાંખીએ તો બજેટ રજૂ થવાના દિવસે 6 વખત બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ગત વર્ષે 30 શેરવાળા સેન્સેક્સ 2.43 ટકા એટલે કે 987.96 પોઈન્ટ ઘટીને 39,735.53ની સપાટી ઉપર બંધ થયો હતો. આ પ્રકારે 50 શેરવાળા એનએસઈ નિફ્ટી 2.66 ટકા એટલે કે 318.30 ટકા ઘટીને 11,643.80 ઉપર બંધ રહ્યો હતો. બંને ઈન્ડેક્સ માટે આ 2019 પછી સૌથી ખરાબ દિવસ રહ્યો હતો.
10માંથી 6 વાર લાલ નિશાન ઉપર રહ્યો સેન્સેક્સ 2012 અને 2013માં પણ બજેટ રજૂ થવાના દિવસે બીએસઈ સેન્સેક્સ આશરે 1 ટકાથી વધારે ગગડ્યો હતો. આ પ્રકારે 2014, 2016 અને 2018માં આ ક્રમશઃ 0.28 ટકા, 0.66 ટકા, અને 0.16 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, પાછલા 10 વર્ષમાં 4 વર્ષ એવા પણ રહ્યા છે જે બજેટ રજૂ થવાના દિવસે બજાર લીલા નિશાન ઉપર બંધ રહેવામાં સફળ રહ્યું હતું. વર્ષ 2011,2015, 2017 અને 2019માં સેન્સેક્સ ક્રમશઃ 0.69 ટકા, 0.48 ટકા અને 1.75 ટકા અને 0.58 ટકા વધીને બંધ થયો હતો.
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના હર્ષા ઉપાધ્યાયને આશા છે કે સરકાર હેલ્થકેર, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને ફાઈનાન્સિયલ સેક્ટર ઉપર આ વખતે બજેટમાં વિશેષ ધ્યાન આપશે.
બજેટમાં રોકાણકારોને શું આશા છે? આ વખતના બજેટમાં રોકાણકારોને મોટી અપેક્ષા એ છે કે સરકાર કેપિટલ ગેન્સ ટેક્સને (Capital Gains Tax) ખતમ કરવાની જાહેરાત કરે અને લોન્ગ ટર્મની પરિભાષા બદલીને બે વર્ષ કરી દે. આ ઉપરાંત રોકાણકારોને આશા છે કે મ્યૂચ્યુઅલ ફંડ્સમાં ઈન્ડેક્સેશનનો લાભ મળશે અને રોકાણકારોના હાથમાં પણ ડિવિડેન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સમાં પણ કેટલીક રાહત મળે.
કેપિટલવાયર ગ્લોબલ રિસર્ચના ટેક્નિકલ રિસર્ચ હેડ આશીષ વિશ્વાસનું કહેવું છે કે કંઝ્યૂમર ડિમાન્ડમાં સુધારાના કારણે ફંડામેન્ટલ અને લાબા સમયમાં વિકાસ ઉપર કેટલીક ખાસ અસર નથી આવી રહી. આવી સ્થિતિમાં આશા રાખવામાં આવી રહી છે કે સ્મોલ કેપ અને મિડકેપ સ્ટોક સારા કરે. બજેટ બાદ સુધી બજાર ઉપર બુલ હાવી રહેવાનું અનુમાન છે.
" isDesktop="true" id="1068445" >
સૈમકો ગ્રૂપના રિસર્ચ હેડ ઉમેશ મેહતાનું કહેવું છે કે કેટલાક દિવસોમાં ઉથલપાથલ જોવા મળી શકે છે. બુલ અને બિયરમાં ખેંચતાણની સંભાવના છે. અનેક સ્ટોકની સ્થિત અને બજેટ ઉપર વધારે આશા જોઈએ તો બિયરની જીત પણ થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર