Home /News /business /

Market: Budget 2021 ભાષણ બાદ માર્કેટમાં ખુશીનો માહોલ, સેન્સેક્સ 1800 પોઈન્ટ ઉછળ્યો

Market: Budget 2021 ભાષણ બાદ માર્કેટમાં ખુશીનો માહોલ, સેન્સેક્સ 1800 પોઈન્ટ ઉછળ્યો

ફાઇલ તસવીર

Union Budget 2021 Stock Market Live Update: બજેટ પહેલા શેર બજારમાં સારી રોનક જોવા મળી હતી, બજેટ ભાષણ બાદ તેમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.

    નવી દિલ્હી: Union Budget 2021 Stock Market: બજેટ ભાષણ દરમિયાન બજારમાં ખૂબ તેજી જોવા મળી છે. આજે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty)માં જોરદાર ખરીદી જોવા મળી છે. સેન્સેક્સમાં 18,00 પોઈન્ટ સુધી વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત નિફ્ટી પણ 14,000 પાર થઈ ગયો છે. કોરોનાની મહામારી (Corona Pandemic)ને કારણે પાટા પરથી ગબડી ગયેલા અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા માટે સરકારે બજેટમાં અનેક જાહેરાત કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ સેક્ટર્સ ઉપરાંત રોજગારી વધારવા માટે બજેટમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે.

    નાણામંત્રીની જાહેરાત બાદ રોકાણકારો માટે આજે ચાંદી ચાંદી થઈ ગઈ છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ વધીને 1,90,35,335.89 કરોડ થઈ ગઈ છે. જ્યારે શુક્રવારે કંપનીઓની માર્કેટ કેપ 1,86,12,644.03 કરોડ હતી. રોકાણકારોને બે કલાકમાં જ ચાર લાક કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

    1:30 વાગ્યે બજાર

    નાણામંત્રીના ભાષણ બાદ બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 1838.61 અંક વધીને 48,124.38 પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં નવમી એપ્રિલ, 2020 પછી સૌથી મોટી તેજી જોવા મળી હતી. નિફ્ટી ઇન્ડેક્સ 4.3 પોઈન્ટ વધારા સાથે 14,000 પાર થઈ ગયો હતો.

    9:30 વાગ્યે: સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં મિશ્ર બિઝનેસ

    સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો આજે મિશ્ર બિઝનેસ જોવા મળી રહ્યો છે. બીએસઈ ઑટો, હેલ્થકેર, આઈટી અને ટેક સેક્ટર લાલ નિશાન પર છે. જઆ ઉપરાંત બેંક નિફ્ટી, કેપિટલ ગુડ્સ, કંઝ્યૂમર ડ્યૂરેબલ, FMCG, મેટલ, હેલ્થકેર, PSU અને ઑઇલ એન્ડ ગેસમાં સારી ખરીદી જોવા મળી રહી છે.

    9:20 વાગ્યે: 23 સ્કૉક્સમાં તેજી

    આજેના ટૉપ ગેનર્સ શેરની વાત કરીએ તો સેન્સેક્સ 30માંથી 7 સ્ટૉક લાલ નિશાન પર છે. આ ઉપરાંત 23 શેરમાં તેજી છે. ઇન્ડસઇન્ડ બેંક 6 ટકાથી વધારે તેજી પર છે. આ ઉપરાંત ICICI Bank, Titan, HDFC, SBI, LT, HDFC Bank, Reliance, ONGC, Maruti, Sun Pharma, ITC, Bajaj Finance, Bharti AIrtel શેરમાં તેજી છે.

    9:15 વાગ્યે: બજાર તેજી સાથે ખુલ્યું

    બજેટ પહેલા બજારમાં રોનક જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સમાં આશરે 440 પોઈન્ટ અને નિફ્ટીમાં 130 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

    9:10 વાગ્યે: પ્રી ઓપનિંગમાં કેવી રહી શરૂઆત

    પ્રી ઓપનિંગ દરમિયાન સવારે સેન્સેક્સ 177.39 અંક ઉપર 46,463.16ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 89.70 અંક તેજી સાથે 13,724.30ના સ્તર પર હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, Budget 2021, Budget News, NSE, Share marekt, Union budet 2021, સેન્સેક્સ

    આગામી સમાચાર