Heath Budget 2021: 'આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના'ની જાહેરાત, કોરોના રસી માટે 35 હજાર કરોડ રૂપિયા

Heath Budget 2021: 'આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના'ની જાહેરાત, કોરોના રસી માટે 35 હજાર કરોડ રૂપિયા
નાણા મંત્રીએ કહ્યું કે, સ્વસ્થ ભારત અને સૌનું કલ્યાણ એ અમારી સરકાનું પહેલું લક્ષ્ય છે

નાણા મંત્રીએ કહ્યું કે, સ્વસ્થ ભારત અને સૌનું કલ્યાણ એ અમારી સરકાનું પહેલું લક્ષ્ય છે

  • Share this:
    નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે પહેલી ફેબ્રુઆરી, 2021- સોમવારે (1st February,2021) મોદી સરકાર (Modi Government)નું નવમું બજેટ (Union Budget 2021) રજૂ કરી રહ્યાં છે. ત્યારે તેમણે બજેટમાં 'આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના'ની (atmanirbhar swasth bharat yojana) પણ જાહેરાત કરી છે. આ યોજના માટે સરકારે 64 હજાર 180કરોડ રુપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે.

    કોરોના વેક્સિન માટે 35,000 કરોડ રૂપિયા ફાળવ્યા



    નાણા મંત્રીએ કહ્યું કે, સ્વસ્થ ભારત અને સૌનું કલ્યાણ એ અમારી સરકાનું પહેલું લક્ષ્ય છે. આ અંતર્ગત સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે વધારે રકમ આપવામાં આવી છે. બજેટમાં કોરોના વેક્સિન માટે 35,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આમાં જો વધુ રકમની જરૂર હશે તો વધુ આપવામાં આવશે.

    સ્થ્ય ક્ષેત્ર માટે આપણી ક્ષમતાનો વિકાસ થશે

    નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, 'આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના' શરૂ થશે. જેને અમે 64 હજાર 180 કરોડના ખર્ચે શરૂ કરીશું. આનાથી સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે આપણી ક્ષમતાનો વિકાસ થશે. પ્રાથમિક સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ મજબૂત કરવામાં આવશે. આના કારણે આપણે નવા રોગો તરફ વધુ ધ્યાન આપી શકીશું.

    અમૃત યોજનામાં 2,87,000  કરોડ રૂપિયા ફાળવ્યા

    નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવાનું એલાન કર્યુ. જે અંતર્ગત શહેરોમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે, તેના માટે 2,87,000 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા. તેની સાથે જ નાણા મંત્રી તરફથી મિશન પોષણ 2.0નું એલાન કરવામાં આવ્યું છે.

    Budget 2021: નાણા મંત્રીએ વોલેન્ટરી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીની કરી જાહેરાત

    Union Budget 2021 LIVE: ‘સરકાર ખેડૂતો માટે સમર્પિત’, ખેડૂતોને MSP માટે 75,100 કરોડ રૂપિયા ફાળવાયા

    બજેટની મોટી વાતો:

    1) મિશન પોષણ 2.0ની શરૂઆત થશે.
    2) કોવિડ 19 વેક્સીન માટે આ વર્ષે રૂપિયા 35,000 કરોડની ફાળવણી.
    3) તામિલનાડુમાં 3,500 કિલોમીટરનો કોરિડોર બનશે.
    4) કેરળમાં 1,100 કિલોમીટર હાઇવે બનશે. આ માટે 65,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
    5) 675 કિલોમીટરનો હાઇવે પશ્ચિમ બંગાળમાં બનશે. આ માટે 95 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
    6) 1,300 કિલોમીટરનો હાઇવે આસામ માટે. 19,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

    7) તામિલનાડુમાં 3,500 કિલોમીટરનો કોરિડોર બનશે.
    8) મુંબઈ કન્યાકુમારી ઇનોકોમિક કોરિડોરની જાહેરાત. કોલકાતા-સિલીગુડીમાં પણ નેશનલ હાઈવેની જાહેરાત.
    9) વીમા કંપનીઓમાં FDIની મર્યાદા 74 ટકા સુધી કરવામાં આવી.
    Published by:Kaushal Pancholi
    First published:February 01, 2021, 12:14 pm

    ટૉપ ન્યૂઝ