Home /News /business /

Budget 2021: આંદોલનની વચ્ચે ખેડૂતો માટે બજેટમાં આ બે મોટી જાહેરાત કરી શકે છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ

Budget 2021: આંદોલનની વચ્ચે ખેડૂતો માટે બજેટમાં આ બે મોટી જાહેરાત કરી શકે છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડને લઈને આજે બજેટમાં મોટી ઘોષણા થઈ શકે છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડને લઈને આજે બજેટમાં મોટી ઘોષણા થઈ શકે છે

    નવી દિલ્હીઃ સંસદના બંને ગૃહોમાં પાસ થયેલા ત્રણ કૃષિ કાયદા (Farm Laws)ના વિરોધમાં દેશભરના ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન (Farmers Protest) કરી રહ્યા છે. બંને પક્ષોમાં સતત અનેક ચરણની મંત્રણા બાદ પણ હજુ સુધી કોઈ સમાધાન નથી શોધી શકાયું. આ દરમિયાન આજે સંસદમાં રજૂ થનારા બજેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની આગેવાનીવાળી એનડીએ (NDA) સરકાર ખેડૂતો (Farmers) માટે બે મોટી જાહેરાત કરી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ (Union Budget 2021) રજૂ કરવાના છે.

    બજેટ રજૂ થતાં પહેલા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan) અને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ને લઈને મોટી ઘોષણા કરી શકે છે. આ વખતના બજેટમાં PM-KISAN હેઠળ મળનારી રકમને વાર્ષિક 6 હજાર રૂપિયાથી વધારીને 10 હજાર રૂપિયા સુધી કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે કૃષિ કાયદાના વિરોધની વચ્ચે મોદી સરકાર ખેડૂતોને એક સંદેશ પણ આપવા માંગે છે કે તેઓ તેમના હિત માટે જરૂરી પગલા ભરી રહી છે.

    આ પણ વાંચો, Budget 2021: આજે નાણા મંત્રી 11 વાગ્યે રજૂ કરશે બજેટ, જાણો ક્યારે-ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો LIVE ભાષણ

    એવું પણ શક્ય છે કે વર્ષ 2022-23 સુધી સરકાર તેના માધ્યમથી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં પણ આ પગલું ભરી રહી હોય. નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2019-20માં કૃષિ માટે સરકારનું બજેટ અનુમાન 1.51 લાખ કરોડ રૂપિયા હતું જે આ વખતે વધીને 1.54 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે. કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ મોદી સરકાર નાના તથા પછાત ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા સીધા તેમના બેન્ક એકાઉન્ટમાં મોકલે છે. આ રકમ 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની જરૂરિયાતના હિસાબથી આ રકમ ખૂબ ઓછી છે. વડાપ્રધાન મોદીએ આ સ્કીમને ડિસેમ્બર 2018માં લૉન્ચ કરી હતી. આ યોજનાની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી જાણકારી મુજબ, અત્યાર સુધી 11.47 કરોડ ખેડૂતોને તેનો લાભ મળી ચૂક્યો છે.

    આ પણ વાંચો, સસરાની સલાહ માનીને ખરીદી Lotteryની ટિકિટ, નસીબ ખુલ્યું અને થયો 2.50 કરોડ રૂપિયાનો વરસાદ

    KCCની મર્યાદા વધારવાની પણ તૈયારી

    કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ લોનનું લક્ષ્ય વધારીને 19 લાખ કરોડ રૂપિયા કરી શકે છે. કેન્દ્ર સરકાર 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને કૃષિ લોન (Agriculture Loan)નું લક્ષ્ય વધારીને લગભગ 19 લાખ રૂપિયા કરી શકે છે. સરકાર ખેડૂતો માટે અનેક સ્કીમ ચલાવી રહી છે, જેમાંથી એક કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) સ્કીમ છે. તેમાં ખેતીના કામકાજ માટે સસ્તા દર પર લોન પૂરી પાડવામાં આવે છે. મોદી સરકાર બજેટમાં ખેડૂત ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Budget 2021, Budget News, FM Nirmala sitharaman, Modi Government Budget, Railway budget 2021, Union Budget 2021, કેન્દ્રીય બજેટ 2021, નીર્મલા સીતારમણ, બજેટ 2021, બજેટ ન્યૂઝ, રેલવે બજેટ 2021

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन