Home /News /business /Budget 2021: શરાબ પર પણ લાગશે સેસ, જાણો શું સસ્તું થયું અને શું મોંઘું
Budget 2021: શરાબ પર પણ લાગશે સેસ, જાણો શું સસ્તું થયું અને શું મોંઘું
પ્રતીકાત્મક તસવીર
Budget 2021 cheaper and dearer: સરકારે બજેટમાં પેટ્રોલ પર 2.50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ચાર રૂપિયા પ્રતિ લીટર એગ્રી ઇન્ફ્રા સેસ લગાવ્યો છે. જેનાથી બંનેની કિંમત વધવાની સંભાવના છે.
નવી દિલ્હી: સામાન્ય બજેટ 2021 (Budget 202)માં સરકારે સ્વાસ્થ્ય પર પોતાનો ખર્ચ વધારી દીધો છે. જોકે, આ ખર્ચને પહોંચી વળવા માટે સરકારે અનેક ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટી અને ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી-ઘટાડી છે. અમુક પર સેસ વધારો દીધો છે. નિર્મલા સીતારમણે વર્ષ 2021-22 માટે રજૂ કરેલા બજેટ બાદ જાણો શું મોંઘું થશે અને શું સસ્તું થશે.
પેટ્રોલ-ડીઝલ પર એગ્રી-ઇન્ફ્રા સેસ
સરકારે બજેટમાં પેટ્રોલ પર 2.50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટર એગ્રી ઇન્ફ્રા સેસ લગાવ્યો છે. જેનાથી બંનેની કિંમત વધી શકે છે.
શરાબ મોંઘી થશે
પેટ્રોલ-ડીઝલમાં જે રીતે ભાવ વધી રહ્યા છે ત્યારે તમે વિચાર્યું હશે કે એક પેગ મારીને આ વાતને ભૂલી જઈએ. પરંતુ હવે તો શરાબ માટે પણ વધારે પૈસા ચૂકવવા પડશે. સરકારે આલ્કોહોલિક બેવરેઝ પર 100 ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાની જોગવાઈ કરી છે.
બજેટમાં સોના અને ચાંદીના બિસ્કિટ પર 2.5 ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવામાં આવ્યો છે. જેનાથી જ્વેલરી વધારે મોંધી થવાની આશા છે. જોકે, સરકારે બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટીને તાર્કિક કરવાની પણ વાત કરી છે. આથી કદાચ સેસની અસર સોના-ચાંદીની કિંમત પર ન પણ પડે.
સરકારે બજેટમાં અમુક ઓટો પાર્ટ્સ, કપાસ, કાચું રેશમ, સૌર ઉપકરણો પર કસ્ટમ ડ્યૂટીમાં વધારો કર્યો છે. જેનાથી વાહનોની સાથે સાથે અન્ય સામાન પણ મોંઘા થવાની સંભાવના છે. જોકે, તેની સાથે જ સ્ટીલ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 7.5 ટકા કરવામાં આવી છે, આ સાથે જ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવતા વાહનોની કિંમત ઘટી શકે છે.
સરકારે કાચા પામતેલ પર 17.5 ટકા એગ્રી ઇન્ફ્રા સેસ, કાચા સોયાબીન અને સૂરજમુખી તેલ પર 20 ટકા સેસ લગાવી છે. આ સાથે જ સફરજન પર 35 ટકા, ખાસ ફર્ટિલાઇઝર પર 5 ટકા, કોલસા પર 1.5 ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લાગશે. આથી આ તમામ વસ્તુઓ પણ મોંઘી થવાની સંભાવના છે. મોબાઇલ ફોન મોંઘા થઈ શકે
સરકારે મોબાઇલ ફોન પર કસ્ટમ ડ્યૂટી વધારીને 2.5 ટકા કરી નાખી છે. આથી મોબાઇલ ફોન મોંઘા થવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.