Budget 2021: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં પરંતુ ટેક્સ સાથે જોડાયેલી છ મોટી જાહેરાત થઈ

Budget 2021: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં પરંતુ ટેક્સ સાથે જોડાયેલી છ મોટી જાહેરાત થઈ
ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં.

Budget 2021: નાણા મંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટથી પગારદાર વર્ગને ઘણી આશા હતી પરંતુ આકારણી માળખામાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

  • Share this:
    નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) સોમવારે નાણાકીય વર્ષ 2021-22 (Union Budger 2021-22) માટે બજેટ રજૂ કર્યું હતું. આ વખતના બજેટથી પગારદાર અને મધ્યમ વર્ગ (Middle class)ને ખૂબ આશા હતી. તમામ લોકો આવકવેરા (Income Tax)માં થોડી રાહત મળે તેવી આશાા રાખીને બેઠા હતા. જોકે, નાણા મંત્રીએ તેમને નિરાશ કર્યાં છે. આ બજેટમાં ઇન્કમ ટેક્સ સ્લેબ (Income tax slabs)માં ભલે કોઈ ફેરફાર ન કર્યાં હોય પરંતુ તેમણે આ સાથે જોડાયેલી છ મોટી જાહેરાત કરી છે.

    1) નિર્મલા સીતારમણે આ વખતે બજેટમાં 75 વર્ષથી વધારે ઉંમરના લોકોને રાહત આપી છે. આ શ્રેણીમાં આવતા વરિષ્ઠ નાગરિકોની આવકનો સ્ત્રોત જો ફક્ત પેન્શન અને વ્યાજ હોય તો તેમને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.



    2) બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકારની મહત્ત્વપૂર્ણ યોજના અંગે જાહેરાત કરી હતી. તેમણે ટેક્સ સાથે જોડાયેલા કેસને ફરીથી ખોલવાની અવધિ છ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાની જાહેરાત કરી છે.

    3) નાણામંત્રીએ કરદાતાઓને રાહત આપતા જાહેરાત કરી છે કે હવે કેપિટલ ગેન અન્ય વ્યાજથી થયેલી આવક પ્રી-ફાઇલ થશે. એટલે કે તેને અલગથી ફાઇલ કરવાની જરૂર નહીં રહે.

    આ પણ વાંચો: Budget 2021: શરાબ પર પણ લાગશે સેસ, જાણો શું સસ્તું થયું અને શું મોંઘું

    4) કેન્દ્ર સરકારે Income Tax Appellate Tribunalને ફેસલેસ બનાવવા માટે નેશનલ ઇન્કમ ટેક્સ એપીલિએટ ટ્રિબ્યૂનલ સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

    5) ડિજિટલ માધ્યમથી સતત વેપારી કરતી કંપનીઓને ટેક્સ ઑડિટથી મળતી છૂટ બેગણી કરવાનો જાહેરાત કરવામાં આવી છે.

    6) 50 લાખથી વધારે આવક છૂપાવવા સાથે જોડાયેલા કેસને 10 વર્ષ પછી પણ ખોલી શકાય છે.

    આ પણ વાંચો: શેર બજારને Budget 2021 ખૂબ પસંદ પડ્યું, Sensex 2300 પોઈન્ટ વધીને બંધ

    બે ટેક્સ પ્રણાલી ચાલુ રહેશે

    નાણા મંત્રીએ ગત વર્ષે બજેટમાં સરકારે ઇન્કમ ટેક્સની નવી પ્રણાલી દાખલ કરી હતી. ગત વર્ષે દાખલ થયેલી નવી પ્રણાલીમાં સાત પ્રકારના સ્લેબ શામેલ કરવામાં આવ્યા હતા. જેમાં શૂન્ય, 5%, 10%, 15%, 20%, 25% અને 30% શામેલ છે. જ્યારે જૂની સિસ્ટમમાં શૂન્ય, 5%, 20% અને 30% એમ ચાર સ્લેબ શામેલ છે. હાલ કરદાતા બેમાંથી ગમે તે એક વિકલ્પ પસંદ કરી શકે છે. નવી વ્યવસ્થામાં પાંચ લાખથી 15 લાખ રૂપિયા વચ્ચે આવક પર ટેક્સનો દર ઓછો છે પરંતુ ટેક્સમાં કોઈ છૂટ કે કપાત નહીં મળે.
    Published by:Vinod Zankhaliya
    First published:February 01, 2021, 16:46 pm

    ટૉપ ન્યૂઝ