Home /News /business /Budget 2021 Income Tax Slab: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, 75 વર્ષથી ઉપરના લોકોને ITRથી મુક્તિ

Budget 2021 Income Tax Slab: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, 75 વર્ષથી ઉપરના લોકોને ITRથી મુક્તિ

પ્રતીકાત્મક તસવીર

Income Tax Slab in Budget 2021: ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન કરવામાં આવચા પગારદાર વર્ગને નિરાશા મળી છે.

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2021-22 (Budget 2021) માટે દેશના મહિલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સંસદમાં રજૂ કરી દીધું છે. આ બજેટને શેર માર્કેટે (Share market) વધાવી લીધું છે. કોરોના કાળમાં દેશની અર્થવ્યવસ્થા (Economy) માટે આ બજેટને સંજીવની કહેવામાં આવે છે. જોકે, નાણામંત્રીએ પગારદાર વર્ગ માટે કોઈ રાહત આપી નથી. કારણ કે ઇન્કમ ટેક્સ સ્લેબ (Income Tax Slab in Budget 2021)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે સીનિયર સિટિઝનને મોટી રાહત આપી છે. જે પ્રમાણે 75 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિને ઇન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવી છે. નાણા મંત્રીની જાહેરાત પ્રમાણે 75 વર્ષથી મોટી ઉંમરના પેન્શનધારકોને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરવું પડે. નાણા મંત્રીએ કહ્યું કે, 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો પર પડતા દબાણને ઓછું કરી રહ્યા છે. 75 વર્ષથી મોટી ઉંમરના એવા લોકો કે જેમની આવક ફક્ત પેન્શન છે તેમને રિટર્ન ફાઇલમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Budget Highlights: નાણા મંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં તમારા માટે શું ખાસ

નાણામંત્રીએ બજેટમાં નાના કરદાતાઓના કેસને ઓછા કરવા માટે વિવાદ સમાધાન સમિતિની રચના કરી છે. જે દક્ષતા અને પારદર્શકતા સુનિશ્ચિત કરશે. 50 લાખ રૂપિયા સુધી કર યોગ્ય આવક અને 10 લાખ રૂપિયા સુધી વિવાદિત આવક ધરાવનાર વ્યક્તિ આ સમિતિ સમક્ષ જઈ શકે છે.

નીચે વાંચો આખું બજેટ:



નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણની શરૂઆતમાં કહ્યું કે, "આ બજેટ એવી પરિસ્થિતિમાં તૈયાર કરવામાં આવ્યું છે જેવી પરિસ્થિતિ પહેલા ક્યારેય ન હતી. 2020માં આપણે કોવિડ-19ને કારણે ઘણું સહન કર્યું છે." નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું કે, આ બજેટ આ દશકાનું પ્રથમ સામાન્ય બજેટ છે, આ ઉપરાંત આ બજેટ ડિજિટલ પણ છે.

આ પણ વાંચો: Budget 2021: નાણા મંત્રીએ વોલેન્ટરી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીની કરી જાહેરાત

બે ટેક્સ પ્રણાલી ચાલુ રહેશે

નાણા મંત્રીએ ગત વર્ષે બજેટમાં સરકારે ઇન્કમ ટેક્સની નવી પ્રણાલી દાખલ કરી હતી. ગત વર્ષે દાખલ થયેલી નવી પ્રણાલીમાં સાત પ્રકારના સ્લેબ શામેલ કરવામાં આવ્યા હતા. જેમાં શૂન્ય, 5%, 10%, 15%, 20%, 25% અને 30% શામેલ છે. જ્યારે જૂની સિસ્ટમમાં શૂન્ય, 5%, 20% અને 30% એમ ચાર સ્લેબ શામેલ છે. હાલ કરદાતા બેમાંથી ગમે તે એક વિકલ્પ પસંદ કરી શકે છે. નવી વ્યવસ્થામાં પાંચ લાખથી 15 લાખ રૂપિયા વચ્ચે આવક પર ટેક્સનો દર ઓછો છે પરંતુ ટેક્સમાં કોઈ છૂટ કે કપાત નહીં મળે.
First published:

Tags: Budget 2021, Budget News, FM Nirmala sitharaman, Modi Government Budget, Union budet 2021, કેન્દ્રીય બજેટ 2021, નીર્મલા સીતારમણ, બજેટ 2021, બજેટ ન્યૂઝ