budget 2021: વધારે કમાણી કરનાર લોકોને ફટકો, 2.5 લાખથી વધારે PF કંટ્રીબ્યૂશન તો વ્યાજ ઉપર લાગશે ટેક્સ

ફાઈલ ફોટો

આ વખતે બજેટમાં ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાનો પ્રસ્તાવ નથી. બીજી તરફ વધારે વાર્ષીક આવક ધરાવાતા લોકોને એક ઝટકા સમાન છે.

 • Share this:
  નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે મોદી સરકારનું નવું બજેટ 2021  (Budget 2021) રજૂ કર્યું હતું. આ વખતે બજેટમાં ઇનકમ ટેક્સ સ્લેબમાં (Income tax slab) કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાનો પ્રસ્તાવ નથી. બીજી તરફ વધારે વાર્ષીક આવક ધરાવાતા લોકોને એક ઝટકા સમાન છે. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 એપ્રિલથી શરૂ થનારા નવા નાણાંકિય વર્ષના પ્રતિ વર્ષ 2.5 લાખ રૂપિયા તેના વધારેનો PF યોગના ઉપર મળનારા વ્યાજ ટેક્સની સીમામાં લાવવોનો પ્રસ્તાવ રાખ્યો છે. આવી સ્થિતિમાં વધારે કમાણી કરનાર લોકોને ભવિષ્ય નિધિ ઉપર મળનારા વ્યાજ ઉપર ટેક્સ આપવો પડશે. સરકારનો આ પ્રસ્તાવ હાઈ નેટવર્થ ઈનકમ (HNI) માટે એક ફટકા સમાન છે. જોકે, સરકારે નવા ટેક્સ પ્રાવધાનથી કરોડો રૂપિયા મળવાની આશા છે.

  રસપ્રદ છે કે વધારે કમાણી કરનારા લોકો ઉપર લાગનારા આ ટેક્સનું નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં ઉલ્લેખ કર્યો નથી. ઉલ્લેખનયી છે કે ગત બજેટમાં પીએમ, એનપીએસ અને સુપર એનુએશન ફંડમાં કુલ વાર્ષીક યોગદાન 7.5 લાખ રૂપિયાથી વધારે થવા પર તેના ઉપર મળનારા ઇન્ટ્રેસ્ટને ટેક્સની સીમામાં રાખવામાં આવ્યો હતો. આ પહેલા ખૂબ જ ઓછા કર્મચારીઓને પ્રભાવિત થશે.

  પરંતુ બજેટ 2021-22 માટે નાણામંત્રીના નવા પ્રાવધાનમાં આની સીમાનો વિસ્તાર થયો છે. હવે કરદાતાઓની સંખ્યા વધશે. આમ સરકારની આવકમાં પણ વધારો થશે. ખાસકરીને સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ (Voluntary Provident Fund) થકી ટેક્સ ફ્રી વ્યાજ મેળવનાર લોકોને તગડો ફટકો લાગ્યો છે. હવે આનો ફાયોદ ઉઠાવી નહીં શકે.

  આ પણ વાંચોઃ-

  કોરોના વાયરસના સંક્રમણના પગલે મોટા પ્રમાણમાં નોકરી ગઈ અને વ્યવસાયોને પણ વધારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો આવકવેરા સ્લેબમાં ફેરફારની આશા લગાવીને બેઠા હતા. પરંતુ મોદી સરકારે તેમની આશાઓ પુરી ન કરી શક્યા. આ વખતના બજેટમાં ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. તેને યથાવત જ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને નોકરીયાત લોકોને વધારે નિરાશા સાંપડી છે.

  આ પણ વાંચોઃ-

  ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સિતારમણે સોમવારે બજેટ રજૂ કર્યું હતું. જેમાં સરકારે દેશના માળખાકીય અવસંરચનાના સર્જન માટે આર્થિક વૃદ્ધિને ગતી આપવા માટે નાણાંકિય વર્ષ 2021-22માં પૂંજીગત વ્યયને 34.5 ટકા વધારીને 5.5 લાખ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સાર્વજનિક ક્ષેત્રમાં ઉપક્રમો તથા નાણાંકિય સંસ્થાઓમાં ભાગીદારી વેચાણથી નાણાંકિય 2021-22માં 1.75 લાખ કરોડ રૂપિયા એકઠાં કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયા માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.  સીતારમણે ટેબલેટથી વાંચ્યું બજેટ
  નાણામંત્રી નિર્મલા સીતારમણે લીક છોડતા આ વખતે સામાન્ય બજેટ કાગળોના બદલે ટેબલેટમાંથી બજેટ વાંચ્યું હતું. સીતારમણ 2021-22નું બજેટ રજૂ કરતા સમયે સત્તા પક્ષની બીજી કતારમાં રહ્યા હતા. આ વખતે બજેટ કાગળ ઉપર પ્રિન્ટ થયું નથી. બજેટ દસ્તાવેજ દરેક સાંસદો સહતિ સામાન્ય જતનાને ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
  Published by:ankit patel
  First published: