Budget Highlights: નાણા મંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં તમારા માટે શું ખાસ

નાણા મંત્રી.

Budget 2021 Updates: કોરોના મહામારી વચ્ચે નાણામંત્રીએ આજે પ્રથમ વખત ડિજિટલ અવતારમાં બજેટ રજૂ કર્યું છે.

  • Share this:
    નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2021-22 માટે આજે મોદી સરકારે બજેટ (Union budget 2021-22) રજૂ કર્યું છે. કોરોના કાળમાં મંદ પડી ગયેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે બજેટમાં અનેક જાહેરાત કરવામાં આવી છે. કોવિડ-19ને કારણે દેશમાં લગાવવામાં આવેલા લૉકડાઉન (Lockdown)ને કારણે અર્થતંત્રને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે જાણે બજેટમાં નાણા મંત્રી (FM Nirmala Sitharaman)એ શું મોટી જાહેરાત કરી છે.

    ઉજ્જવલા સ્કીમ: ઉજ્જવલા સ્કીમનો લાભ 1 કરોડ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.

    વીમો: કેન્દ્ર સરકારે વીમા ક્ષેત્રમાં સુધારો કરીને FDIની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરી દીધી છે.

    કંપની એક્ટમાં સુધારો: નાણા મંત્રીએ કહ્યુ કે તેમની સરકાર લોકસભામાં કંપનીઝ એક્ટ 2013 માટે સંશોધન પ્રસ્તાવ લાવશે. નાની કંપનીઓ માટે માર્કેટ કેપિટઇઝેશનની મર્યાદા 50 લાખથી વધારીને 2 કરોડ રૂપિયા કરવામાં આવશે. નાની કંપનીઓ માટે કુલ ટર્નઓવર 2 કરોડ રૂપિયાથી લઈને 20 કરોડ રૂપિયા કરવામાં આવશે.

    આ પણ વાંચો: Budget 2021: નાણા મંત્રીએ વોલેન્ટરી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીની કરી જાહેરાત

    બેંકોના રિ-કેપિટલાઈઝનશ માટે 20 હજાર કરોડ રૂપિયા: બેંકના રિ-કેપિટલાઇઝેશન માટે 20 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. સરકારી બેંકોની બુક બરાબર કરવા માટે ભાર આપવામાં આવશે.

    રેલ મંત્રાલય માટે 1.10 લાખ કરોડની ફાળવણી: નાણાકીય વર્ષ 2022 માટે રેલવે મંત્રાલયને 1,10,055 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. જેમાં 1,07,100 કરોડ રૂપિયા કેપેક્સ માટે હશે.

    ડિસ્કૉમ્સ માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની જાહેરાત: નાણામંત્રીએ કહ્યુ કે વીજળી વિતરણ કંપનીઓને ત્રણ લાખ કરોડ રૂપિયાની રાહત આપવામાં આવશે.

    તામિલનાડુને 3,500 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ: આ માટે સરકાર 1.3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. કેરળમાં 1,500 કિલોમીટરના નેશનલ હાઇવેની યોજના છે. જેના પાછળ 65 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ભારત માલા પ્રોજેક્ટ પાછળ 13,000 કિલોમીટરના રોડ બનાવવામાં આવશે. માર્ચ 2020 સુધી 8,500 કિલોમીટરનો વધારાના રોડ બનાવી દેવાશે.

    ત્રણ વર્ષમાં સાત ટેક્સટાઇલ પાર્ક બનશે: નાણા મંત્રીએ મેન્યુફેક્ચરિંગ સેક્ટર અંગે કહ્યું કે આ ક્ષેત્રમાં બે ડિજિટ ગ્રોથનો જરૂર છે. પીએલઆઈ સ્કીમ ઉપરાંત સરકાર મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક લોંચ કરશે.

    જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી: વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે સરકારે નવી સ્ક્રેપિંગ પોલિસી જાહેર કરી છે. આ અંગેની વધારે માહિતી હવે આપવામાં આવશે.

    પીએમ સ્વાસ્થ્ય ભારત યોજના: આ યોજના પર સરકાર આગામી છ વર્ષમાં 64,180 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

    અર્બન સ્વચ્છ ભારત મિશન: નાણા મંત્રીએ કહ્યુ કે, સરકાર 1,41,678 કરોડ રૂપિયાના ખર્ચ સાથે અર્બન સ્વચ્છ ભારત મિશન લોંચ કરી રહ્યા છે. આગામી પાંચ વર્ષ સુધી આ રકમ ખર્ચ કરવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published: