Budget 2021: સરકાર અનેક ચીજો પર ઘટાડી શકે છે Custom Duty, ઓછી થઈ શકે છે આ પ્રોડક્ટ્સની કિંમત

Budget 2021: સરકાર અનેક ચીજો પર ઘટાડી શકે છે Custom Duty, ઓછી થઈ શકે છે આ પ્રોડક્ટ્સની કિંમત
Union Budget 2021: આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર લઈ શકે છે આ મોટા નિર્ણય

Union Budget 2021: આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર લઈ શકે છે આ મોટા નિર્ણય

  • Share this:
    નવી દિલ્હીઃ સરકાર આવતા સપ્તાહ રજૂ કરનારા જનરલ બજેટ (Budget 2021)માં અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી (Custom duty)માં ઘટાડો કરી શકે છે. જેમાં ફર્નીચરનો કાચો માલ, તાંબા ભંગાર, કેટલાક રસાયણો, દૂરસંચાર ઉપકરણ અને રબર પ્રોડક્સ્ સામેલ છે. સૂત્રોએ જણાવ્યું કે પોલીશ કરવામાં આવેલા હીરા, રબરનો સામાન, ચામડાના કપડા, દૂરસંચાર ઉપકરણ અને રજાઈ જેવી 20થી વધુ પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટીમાં કાપ મૂકવામાં આવી શકે છે. આ ઉપરાંત ફર્નીચર બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી રંગ્યા વગરની લાકડીઓ અને હાર્ડબોર્ડ પર કસ્ટમ ડ્યૂટી બિલકુલ ખતમ કરવામાં આવી શકે છે.

    ફર્નીચરની નિકાસ ખૂબ જ ઓછી



    આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘો કાચા માલ ભારતની કિંમત પ્રતિસ્પર્ધાને પ્રભાવિત કરે છે. દેશની ફર્નીચરની નિકાસ ખૂબ ઓછી (લગભગ એક ટકા) છે, જ્યારે ચીન અને વિયતનામ જેવા દેશ આ ક્ષેત્રના મુખ્ય નિકાસકાર છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકાર કોલતાર અને તાંબા સ્ક્રેપ ઉપર પણ કસ્ટમ ડ્યૂટીને ઓછી કરવાનો વિચાર કરી શકે છે.

    આ પણ વાંચો, Budget 2021: વર્ક ફ્રોમ હોમ કરનારા કર્મચારીના હાથમાં આવી શકે છે વધુ સેલરી, જાણો કેવી રીતે

    સ્થાનિક પ્રોડક્શનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરી PLI યોજના

    સરકારે સ્થાનિક પ્રોડક્શનને પ્રોત્સાહન આપવા માટે પહેલા જ અનેક પગલાં ભર્યા છે. એર કન્ડીશનર અને એલઇડી લાઇટ સહિત અનેક ક્ષેત્રો માટે ઉત્પાદન આધારિત પ્રોડક્શન યોજના (PLI)ની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર કેટલાક તૈયાર પ્રોડક્ટ્સ જેમ કે રેફ્રીજરેટર, વોશિંગ મશીન અને ક્લોથ ડ્રાયર વગેરે પર ડ્યૂટીને વધારવાનું પણ વિચારી શકે છે.

    આ પણ વાંચો, Union Budget 2021: જનરલ બજેટનું કાઉન્ટડાઉન શરૂ, બજેટથી આ છે 10 અપેક્ષા

    પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે બજેટ

    નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. સૂત્રોએ જણાવ્યું કે, આ સામાન પર કસ્ટમ ડ્યૂટીને ઓછી કરવાથી આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat) અભિયાનને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક પ્રોડક્શનમાં તેજી આવશે. બીજી તરફ, કોરોના કાળ અને લૉકડાઉન બાદ ભારતની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર ચડાવવી એ મોદી સરકાર માટે મોટો પડકાર છે. આ દરમિયાન રજૂ થનારા બજેટ પર સૌની નજર છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 27, 2021, 08:08 am

    ટૉપ ન્યૂઝ