Exclusive Interview: 1991ના ઐતિહાસિક બજેટ સાથે સરખામણી કરવાના પ્રશ્ન પર શું બોલ્યા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ?

Exclusive Interview: 1991ના ઐતિહાસિક બજેટ સાથે સરખામણી કરવાના પ્રશ્ન પર શું બોલ્યા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ?
નાણાપ્રધાન નિર્મલા સિતારમણ

નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ન્યુઝ 18 નેટવર્ક(News18 Network)ના મુખ્ય સંપાદક રાહુલ જોશી (Rahul Joshi) સાથેની એક વિશિષ્ટ મુલાકાત

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન (FM nirmala sitharaman) દ્વારા રજૂ કરાયેલ બજેટ 2021 (Budget 2021) તુલના તત્કાલીન નાણાં પ્રધાન મનમોહન સિંઘે ( (Manmohan Singh) 1991માં પૂર્વ વડા પ્રધાન પીવી નરસિંહ રાવની સરકારમાં રજૂ કરેલા બજેટ સાથે કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, હિંમતવાન સુધારક અથવા પછી ચેમ્પિયન ઓફ ઈનક્લૂસિવ ગ્રોથ તરીકે ખુદને યાદ કરવાના સવાલ પર નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ન્યુઝ 18 નેટવર્ક(News18 Network)ના મુખ્ય સંપાદક રાહુલ જોશી (Rahul Joshi) સાથેની એક વિશિષ્ટ મુલાકાત દરમિયાન કહ્યું કે, તેઓ આ વિશે બિલકુલ વિચારતા નથી અને ક્યારેય પણ પોતાનું દિમાગ તેના માટે લગાવ્યું નથી.

  નાણાં પ્રધાને ખેડૂતોના પ્રશ્નો પર શું કહ્યું?  મિનિમમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી)ને લઈને સરકાર અને ખેડૂત સંઘ વચ્ચેના મુદ્દા પર નાણાં પ્રધાને કહ્યું કે, આ ખરેખર આશ્ચર્ય સમાન છે, કેમ કે એમએસપીમાં 2014 થી સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારના હેતુ અંગે શંકા કરવાનું કોઈ કારણ નથી. જો કોઈ સમસ્યા હોય તો તમારે વાત કરવી જોઈએ.

  નાણાં પ્રધાને કહ્યું, 'અમે ઇચ્છીએ છીએ કે ખેડુતો તેમના પ્રશ્નો અંગે કૃષિ પ્રધાન સાથે ચર્ચા કરે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ કહ્યું હતું કે, તેઓ ખેડૂતોના સૂચન પર કેટલાક મુદ્દામાં સુધારો કરવા તૈયાર છે. સરકાર ઈચ્છે છે કે ખેડૂતો અમને તેમની ચિંતાઓથી વાકેફ કરે અને ખાસ મુદ્દાઓને પ્રકાશિત કરે, જે તેઓને કૃષિ કાયદામાં ખોટા લાગે છે. અમને લાગે છે કે, વિરોધ કરી રહેલા ખેડુતો મૂંઝવણમાં મુકાયા છે. તેમણે કહ્યું કે, 2021નું બજેટ એક પ્રામાણિક પ્રયત્ન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગરીબ અને જરૂરતમંદો માટે કશું કરવાની કોઈ તક છોડતા નથી.

  આ પણ વાંચોBudget 2021: જાણો શું થયું સસ્તું અથવા મોંઘુ, તમારા ખિસ્સા પર કેટલો વધશે ભાર

  'હજી સુધી બજારની પ્રતિક્રિયા જોવા મળી નથી'

  બજેટ ઉપર આવતી પ્રતિક્રિયાઓ વિશે નાણામંત્રીએ કહ્યું કે, 'મેં હજી સુધી બજારની પ્રતિક્રિયા જોઇ નથી, પરંતુ આશા છે કે લોકો સરકારના ઇરાદાને સમજી શકશે. જો મારી પાસે વધુ સંસાધનો હોત, તો અમે તે લોકોને ઉપલબ્ધ કરાવ્યા હોત, પરંતુ અમારી પાસે હજી વધારે સંસાધનો ન હતા, અને હાલ પણ નથી. અમે ટેક્સ વધારવા પર વિચાર કર્યો નથી, કારણ કે અમે ટેક્સમાં વધારો કરીને બજેટ માટેની ફાળવણી વધારવા માંગતા નથી. તેમણે કહ્યું, 'ખાનગીકરણના લક્ષ્યોના વધુ અંદાજ માટે મારી ટીકા થઈ છે. હું માનું છે કે, રૂ. બે લાખ કરોડના ખાનગીકરણ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત થયું નથી.

  આ પણ વાંચોEducation Budget 2021-22: 4 કરોડ વિદ્યાર્થીઓ માટે 35 હજાર કરોડ, બનશે ઉચ્ચ શિક્ષણ કમિશન


  આ પહેલા બજેટનું ભાષણ વાંચતા નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે 'આ બજેટ પડકારોથી ભરેલા વાતાવરણમાં રજૂ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ રોગચાળાને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમય દરમિયાન, અમે 40 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જવા કરવાની વ્યવસ્થા કરી. સરકારે 4 આત્મનિર્ભર પેકેજોની જાહેરાત કરી. અમે જીડીપીના 13 ટકા એટલે કે 27 લાખ કરોડ રૂપિયા બજારમાં મૂક્યા છે.

  તમને જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી સરકારનું આ સાતમું પૂર્ણ બજેટ છે. છેલ્લા 6 બજેટમાં કેન્દ્ર સરકારે અનેક મોટી જાહેરાતો કરી છે.
  Published by:kiran mehta
  First published:February 01, 2021, 22:51 pm

  ટૉપ ન્યૂઝ