Home /News /business /

Budget 2021: સસ્તું મકાન, મોંઘો થયો મોબાઇલ- 16 પોઇન્ટ્સમાં જાણો નિર્મલા સીતારમણનું બજેટ

Budget 2021: સસ્તું મકાન, મોંઘો થયો મોબાઇલ- 16 પોઇન્ટ્સમાં જાણો નિર્મલા સીતારમણનું બજેટ

બજેટ 2021માં સામાન્ય જનતા માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે જેનાથી તેમના જીવન પર મોટી અસર થઈ શકે છે

બજેટ 2021માં સામાન્ય જનતા માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે જેનાથી તેમના જીવન પર મોટી અસર થઈ શકે છે

  નવી દિલ્હી. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આજે કોરોના કાળ (Corona Pandemic) બાદનું પહેલું બજેટ (Union Budget 2021) રજૂ કરી દીધું છે. કોરોના કાળમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં તેઓએ દેશને આર્થક ગતિ (Indian Economy) આપવા માટે અનેક પ્રકારની જોગવાઈઓ રાખી છે. આવો નજર કરીએ તેની મુખ્ય વાતો પર..

  1. સ્વાસ્થ્ય ક્ષેત્રને ગતિ આપવા માટે દેશમાં 75 હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે. કોરોના વેક્સીનને વિકસિત કરવા માટે 35 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત. સ્વાથ્ય સેવા માટે સરકારે 2.23 લાખ કરોડની જાહેરાત કરી છે.

  2. જૂનો કારોને સ્ક્રેપ કરીને પ્રદૂષણ વધવા પર રોક લગાવવામાં આવશે. તેનાથી ઓઇલ આયાત ખર્ચ પણ ઘટશે. સરકાર ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે જ્યાં પર્સનલ વ્હીકલને 20 વર્ષ અને કોમર્શિયલ વ્હીકલને 15 વર્ષ બાદ લઈ જવા પડશે.

  3. નાણા મંત્રીએ રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરી છે. આ ઉપરાંત માર્ગ પરિવહન મંત્રાલય માટે 1,18,101 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ કરવામાં આવી છે.

  4. ખેડૂતોની સમસ્યાઓને જોતાં નાણા મંત્રીએ MSPને વધારીને ઉત્પાદન ખર્ચના 1.5 ગણું કરવાનો પ્રસ્તાવ કર્યો છે.

  આ પણ વાંચો, Digital Budget 2021: ખાતાવહી નહીં Tab, જાણો Budgetમાં ઉપયોગમાં લેવાતી બ્રીફકેસથી Tab સુધીનો ઈતિહાસ

  5. સરકારે એક પોર્ટલ બનાવશે જે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે હશે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં લાગેલા શ્રમિકોના ફુડ, હેલ્થ અને હાઉસિંગ સ્કિલ શરૂ થશે.

  6. નાણા મંત્રીએ ઇન્ફ્રા સેક્ટરમાં વિદેશી રોકાણ પર 100 ટકા છૂટ આપવાનો પ્રસ્તાવ આ બજેટમાં કરવામાં આવ્યો છે.

  7. સસ્તા ભાવ પર તમામને ઘર આપવાની યોજના હેઠળ લોન તરીકે લેવામાં આવેલી 1.5 લાખ રૂપિયા સુધીની રકમના વ્યાજ પર મળનારી છૂટની મર્યાદાને પણ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

  8. તાંબા, સોના, ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઓછી કરવામાં આવી છે જ્યારે મોબાઇલ ઉપકરણો, કોટન, કેટલાક ઓટો પાર્ટસ અને સોલર ઇન્વરટર પર તેનો વધારો થયો છે.

  આ પણ વાંચો, Union Budget 2021: મોબાઇલ ઉપકરણો પર કસ્ટમ ડ્યૂટી 2.5% થઈ, આ વર્ષે LICનો IPO થશે લૉન્ચ

  9. 75 વર્ષથી ઉંમરથી ઉપરના સીનિયર સિટિઝન્સે ITR ભરવાની છૂટ આપવામાં આવી છે.

  10. એક દેશ એક રેશન કાર્ડ યોજના લાગુ થશે.

  11. વીમા ક્ષેત્રમાં 74 ટકા સુધી FDIનો પ્રસ્તાવ.

  12. વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે 2217 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

  13. પ્રવાસી શ્રમિકોની સાથે જ અન્ય મજૂરો માટે ન્યૂનતમ વેતન યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

  14. જીએસટીને લાગુ થયે ચાર વર્ષ થઈ ચૂક્યા છે. તેની સાથે જ જીએસટીએન સિસ્ટમને પણ વધારવામાં આવી છે. ખોટા બિલ રજૂ કરનારા પર કડક કાર્યવાહી કરવામાં આવી છે જેનાથી ઘણે અંશે ફાયદો થયો છે. ગત છેલ્લા મહિનાઓમાં રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન થયું છે.

  15. ઇન્ફ્રા સેક્ટરમાં નાણા મંત્રીએ 100 ટકા વિદેશી રોકાણનો પ્રસ્તાવ રજૂ કર્યો. તેમનું કહેવું છે કે તેની પર આવનારી ફરિયાદોને દૂક કરવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યું છે કે સરકાર નોટિફાઇડ ઇન્ફ્રા ડેટ ફંડ બનાવશે જે ઝીરો કૂપન બોન્ડ જાહેર કરશે.

  16. સોલર ઇન્વર્ટર, મોબાઇલ, ચાર્જર મોંઘા થઈ શકે છે. બીજી તરફ સોના અને ચાંદી સસ્તા થઈ શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Budget 2021, Budget News, FM Nirmala sitharaman, Modi Government Budget, Railway budget 2021, Union Budget 2021, કેન્દ્રીય બજેટ 2021, નીર્મલા સીતારમણ, બજેટ 2021, બજેટ ન્યૂઝ, રેલવે બજેટ 2021

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन