Home /News /business /

Budget 2021: નાણા મંત્રીએ વોલેન્ટરી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીની કરી જાહેરાત

Budget 2021: નાણા મંત્રીએ વોલેન્ટરી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીની કરી જાહેરાત

પ્રતીકાત્મક તસવીર

Union Budget 2021: નાણામંત્રીએ કહ્યું હતું ઇંધણની ખપત ઓછી કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવશે. આ માટે રોડ મંત્રાલય તરફથી અલગથી માર્ગદર્શિકા અને વધુ માહિતી જાહેર કરવામાં આવી છે.

    Budget 2021: નાણામંત્રીએ બજેટ 2021 (Budget 2021)માં વોલેન્ટરી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસી (Voluntary Vehicle Scrapping Policy)ની જાહેરાત કરી છે. વહાનના ફિટનેસને આધારે ખાનગી વાહન માટે 20 વર્ષ અને કોમર્શિયલ વાહન માટે 15 વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું હતું ઇંધણની ખપત ઓછી કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવશે. આ માટે રોડ મંત્રાલય તરફથી અલગથી માર્ગદર્શિકા અને વધુ માહિતી જાહેર કરવામાં આવી છે.

    શું છે વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસી?

    નાણામંત્રીની જાહેરાત પ્રમાણે વ્યક્તિગત વાહનના કેસમાં 20 વર્ષ અને કોમર્શિયલ વાહનના કેસમાં 15 વર્ષ બાદ આ વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે પ્રદૂષણ ઘટાડવા માટે આ જરૂરી છે. આ માટે સરકારે નીતિ તૈયાર કરી છે. સૂત્રોના કહેવા પ્રમાણે આ બંને કેસમાં વાહનોનું ફરીથી રજિસ્ટ્રેશન કરવા માટે સરકાર મોટી ફી લઈ શકે છે. સૂત્રોનું એવું પણ કહેવું છે કે આવા કેસમાં વાહનની નોંધણી કરાવવાનો ચાર્જ 15 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે.

    તમને કેવી રીતે ફાયદો મળી શકે?

    માની લો કે ઓટો સ્ક્રેપિંગ પોલિસી લાગૂ થયા બાદ જો તમે કોઈ 10 લાખ રૂપિયાની કાર ખરીદો છો તો આ કાર પર તમને 30 ટકા લેખે એટલે કે આશરે 30 લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ મળી શકે છે. જે બાદમાં કારની કિંમત સાત લાખ રૂપિયા થઈ જશે. આનાથી પર્યાવરણને ફાયદો થશે. આ ઉપરાંત મંદીનો માર સહન કરી રહેલા ઓટો સેક્ટરને પણ ફાયદો થશે.

    રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ આ પહેલા ઓટો સ્ક્રેપિંગ પોલિસી અંતિમ તબક્કામાં હોવાનો ઈશારો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ આ યોજના લાગૂ કરવામાં આવશે.

    બજેટની મોટી વાતો:

    1) મિશન પોષણ 2.0ની શરૂઆત થશે.
    2) કોવિડ 19 વેક્સીન માટે આ વર્ષે રૂપિયા 35,000 કરોડની ફાળવણી.
    3) તામિલનાડુમાં 3,500 કિલોમીટરનો કોરિડોર બનશે.
    4) કેરળમાં 1,100 કિલોમીટર હાઇવે બનશે. આ માટે 65,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
    5) 675 કિલોમીટરનો હાઇવે પશ્ચિમ બંગાળમાં બનશે. આ માટે 95 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
    6) 1,300 કિલોમીટરનો હાઇવે આસામ માટે. 19,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
    7) તામિલનાડુમાં 3,500 કિલોમીટરનો કોરિડોર બનશે.
    8) મુંબઈ કન્યાકુમારી ઇનોકોમિક કોરિડોરની જાહેરાત. કોલકાતા-સિલીગુડીમાં પણ નેશનલ હાઈવેની જાહેરાત.
    9) વીમા કંપનીઓમાં FDIની મર્યાદા 74 ટકા સુધી કરવામાં આવી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Budget 2021, Budget News, FM Nirmala sitharaman, Modi Government Budget, Union budet 2021, કેન્દ્રીય બજેટ 2021, નીર્મલા સીતારમણ, બજેટ 2021, બજેટ ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन