નવી દિલ્હી : આજે દેશનું સામાન્ય બજેટ (Union Budget 2021-22) રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે દેશના રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur)એ જણાવ્યું કે આ બજેટ દેશના સામાન્ય માણસની અપેત્રા પૂર્ણ કરનારૂં હશે. નાણામંત્રી સીતારમણ (Nirmala Sitharaman) બજેટ લઈને સંસદમાં પહોંચ્યા છે અને તે પહેલાં ઠાકુરે મીડિયાને આ અંગે પ્રતિક્રિયા આપી છે.
ઠાકુરે કહ્યું કે 'આ બજેટ સૌનો સાથ સૌનો વિકાસ, અને વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકારા કરવાની દિશામાં એક મીલનો પથ્થર સાબિત થશે. આ બજેટ સામાન્ય માણસની અપેક્ષા મુજબ સાર્થક થશે.' ઠાકુરે ઉમેર્યુ કે 'મોદી સરકારે કોવિડની મહામારી દરમિયાન આત્મનિર્ભર પેકેજ આપી અને દેશને નવી દિશા આપી અને દેશને બચાવી લીધો હતો. સરકારે દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપી છે. અમને વિશ્વાસ છે કે આ બજેટ જનતાની ઉમ્મીદો પર પાર ઉતરશે
“ #UnionBudget2021 सबका साथ ,सबका विकास ,सबका विश्वास के मूलमंत्र के साथ प्रधानमंत्री श्री @narendramodi जी के आत्मनिर्भर भारत विजन को साकार करने की दिशा में एक मील का पत्थर साबित होगा”
કોરોના કાળ (Corona Pandemic)માં બજેટ (Budget 2021)ને લઈને સૌથી વધારે ઉત્સુકતા આમ આદમીને છે. નિષ્ણાતોના મતે મહામારીમાંથી બહાર આવી રહેલા અર્થતંત્ર (Indian economy)ને સરકારી સહાયની જરૂરિયાત સમયની માંગ છે. દર વખતે બજેટ પહેલા ઇન્કમ ટેક્સ (Income tax)માં છૂટની માંગ ખૂબ તેજીથી થતી હોય છે. નિષ્ણાતોના મતે બજેટમાં આ વખતે જૂની અને નવી બંને ટેક્સ પ્રણાલીમાં ફેરફાર થઈ શકે છે. બજેટમાં ઇન્કમ ટેક્સના નવી સિસ્ટમમાં વધારે આકર્ષણ બનાવવામાં આવી શકે છે. આ સાથે જ તેના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર