BUDGET 2020 Reactions: રાહુલે કહ્યું- ભાષણ લાંબું પણ બજેટમાં કંઈ નથી, અખિલેશે ગણાવ્યું દેવાળિયું બજેટ

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે, નિર્મલા સીતારમણ બજેટનું ગણિત સમજવામાં નિષ્ફળ રહ્યા છે

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે, નિર્મલા સીતારમણ બજેટનું ગણિત સમજવામાં નિષ્ફળ રહ્યા છે

  • Share this:
    નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ મોદી સરકાર 2.0 નું બીજું બજેટ (Budget 2020-21) રજૂ કરી દીધું છે. આ બજેટમાં ખેડૂતો માટે અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ, ટેક્સ સ્લેબનો કાયાપલટ થયો છે. આ દરમિયાન બજેટ પર વિપક્ષની પ્રતિક્રિયા પણ આવવાની શરૂ થઈ ગઈ છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. રાહુલે કહ્યું કે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે ભાષણ તો ઘણું લાંબું આપ્યું, પરંતુ તેમના ભાષણમાં કંઈ ખાસ નહોતું. બીજી તરફ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેને દેવાળિયું બજેટ ગણાવ્યું છે.

    મોદી સરકારના બજેટ 2020-21 પર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ અને આનંદ શર્માએ પણ કટાક્ષ કર્યો છે. અભિષેક મનુ સિંઘવીએ ટ્વિટ કર્યું, 'દુશ્મન ન કરે દોસ્ત ને જો કામ કિયા હૈ, સાલ ભર કા ગમ, ગરીબોં પર જુલ્મો સિતમ, ફિર સે જનતા કો ઈનામ દિયા હૈ.'



    બીજી તરફ, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે, નિર્મલા સીતારમણ બજેટનું ગણિત સમજવામાં નિષ્ફળ રહ્યા છે. 4.8%ની જીડીપી વૃદ્ધિની સાથે 2024 સુધી 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનો લક્ષ્ય એક પાઇપ ડ્રીમ છે.



    કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, મને ખુશી છે કે નાણા મંત્રીએ સ્વીકાર્યું કે રાજકોષીય ખોટ 3.8% છે. તેમણે દેશને એ પણ જણાવવું જોઈતું હતું કે જો તમે યૂનિયન અને રાજ્યોની ખોટ જોડો તો તે 8%થી વધુ છે, જે દેશ માટે ચિંતાની સ્થિતિ છે.



    નાણા મંત્રીએ આપ્યું અત્યાર સુધીનું સૌથી લાંબું બજેટ ભાષણ

    નાણા મંત્રી નિર્મલા સીતારમણે અત્યાર સુધી સૌથી લાંબું બજેટ ભાષણ આપશે. આ પહેલા જસવંત સિંહે 2003માં 2 કલાક 13 મિનિટનું ભાષણ આપ્યું હતું. નિર્મલા સીતારમણનું ભાષણ 11 વાગ્યે શરૂ થયું હતું, જે અઢી કલાક સુધી ચાલ્યું.

    જોકે, સતત અડી કલાક બોલ્યા બાદ પણ નાણા મંત્રી પોતાનું ભાષણ પૂરું ન કરી શક્યા. તેમના ગળામાં કંઈક તકલીક ઊભી થઈ. ત્યારબાદ તેઓએ પોતાનું બાકી ભાષણ ગૃહ સમક્ષ મૂકી દીધું. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય મંત્રીઓએ અપીલ કરતાં કહ્યું કે તેઓ પોતાનું બજેટ મૂકી દે.

    આ પણ વાંચો, Union Budget 2020: LICનો IPO આવશે, સરકાર વેચશે પોતાની હિસ્સેદારી
    Published by:Mrunal Bhojak
    First published: