નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આજે સામાન્ય બજેટ 2020-21 (Budget 2020) પ્રસ્તુત કર્યુ હતું. આ બજેટમાં તેમણે ઇન્કમ ટેક્સ સ્લેબની જાહેરાતો પણ કરી હતી. આ સાથે ઇન્કમ ટેક્સના નવા સ્લેબની શરૂઆત પમણ કરી છે. તેમણે કરદાતાને ટેક્સ કેલ્ક્યુલેશન કરવા માટેના બે વિકલ્પ આપ્યા છે. પ્રથમ વિકલ્પ જૂનો છે જેમાં 5-20-30 ટકાનો ટેક્સ સ્લેબ છે. આ વખતે 5-10-15-20-25-30 ટકાના ટેક્સ સ્લેબ આપેલા છે. નવી ટેક્સ વ્યવસ્થામાં લાભ લેવા માટે તમારે કેટલીક બાંધછોડ કરવી પડશે.
80C અને 80D હેઠળની તમામ છૂટનો અંત
નવી સિસ્ટમ અંતર્ગત, જો તમારા પગારમાંથી કર્મચારી ભવિષ્ય નિધિ (PF) ની કપાત થઈ રહી છે, તો પણ તમને 80C હેઠળ આવકવેરામાં કોઈ રાહત મળશે નહીં. નવી સિસ્ટમ અંતર્ગત સરકારે કર મુક્તિનો લાભ લેવા અનેક શરતો લાગુ કરી છે. આ શરતો મુજબ, તમારે લાભ લેવા માટે 80C અને 80D હેઠળ ઘણી પ્રકારની છૂટ છોડવી પડશે. નવી કર પ્રણાલીની સૌથી મોટી અને મુશ્કેલ સ્થિતિ એ આ છૂટ છોડી છે. નવી ટેક્સ સિસ્ટમમાં, આવકવેરાની કલમ 80C, 80D, 24 હેઠળ ઉપલબ્ધ દરેક પ્રકારની મુક્તિનો લાભ સમાપ્ત થશે.
હવે આ યોજનાઓમાં રોકાણ કરવાના ફાયદાઓ
સરળ ભાષામાં સમજો તો જો તમારો પગાર 5 લાખથી વધુ છે અને તમે નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરો છો, તો 80C હેઠળ તમને એલઆઈસી, PPF, NSC, યુલિપ, ટ્યુશન ફી, મ્યુચ્યુઅલ ફંડ ELSS, હોમ લોન, પેન્શન ફંડ, બેંકોમાં ટર્મ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની થાપણો અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાથી કર લાભ નહીં મળે. દરમિયાન 80D હેઠળના આરોગ્ય વીમા પર કર મુક્તિનો લાભ પણ છોડવો પડશે. નવી ટેક્સ સિસ્ટમ હેઠળ, દરેક કરદાતાએ છૂટ સહિત (રિબેટ સહીત) અને છૂટ વિના (રિબેટ વગર) ટેક્સની ગણતરી કરવી પડશે.
રોકાણ કરતા નથી તેમને મોટો ફાયદો
નવી સિસ્ટમનો લાભ ફક્ત તે લોકોને જ થશે જે કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા નથી. નવા સ્લેબ મુજબ 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. આ પછી 5,00,001થી 7.5 લાખની આવક પર 10 ટકા ટેક્સ લાગશે. જ્યારે બાકીની રકમ પર 15 ટકા ટેક્સ લાગશે. જો તમારી વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી વધારે થાય છે તો વિકલ્પ એક પ્રમાણે તમને રોકાણ અંતર્ગત કોઈ જ છૂટ નહીં મળે.
આ પણ વાંચો :