Budgetમાં ખેડૂત માટે મોટી જાહેરાત, સોલર પંપ માટે 60% પૈસા મોદી સરકાર આપશે

News18 Gujarati
Updated: February 1, 2020, 2:54 PM IST
Budgetમાં ખેડૂત માટે મોટી જાહેરાત, સોલર પંપ માટે 60% પૈસા મોદી સરકાર આપશે
કુસુમ યોજનાથી ખેડૂતોને બે પ્રકારના ફાયદા થશે. એક તો તેમને સિંચાઈ માટે ફ્રી વિજળી મળશે અને બીજો જો તે વધારે વિજળી પેદા કરશે તો વધારાની કમાણી પણ થશે

કુસુમ યોજનાથી ખેડૂતોને બે પ્રકારના ફાયદા થશે. એક તો તેમને સિંચાઈ માટે ફ્રી વિજળી મળશે અને બીજો જો તે વધારે વિજળી પેદા કરશે તો વધારાની કમાણી પણ થશે

  • Share this:
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને કુસુમ યોજનાને ચાલુ રાખવાની જાહેરાત કરી છે. જેમાં ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે સોલર પંપ આપવામાં આવશે. આનાથી દેશભરના ખેડૂતોની સિંચાઈની મુશ્કેલી ખતમ થશે. કુસુમ યોજનાની જાહેરાત કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ 2018-19માં કરવામાં આવી હતી. મોદી સરકારે કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન એટલે કે કુસુમ યોજના વિજળી સંકટથી પરેશાન વિસ્તારને ધ્યાનમાં રાખી શરૂ કરી હતી. સરકાર ખેડુતોને સબસિડી રૂપે સોલર પંપના કુલ ખર્ચના 60 ટકા રકમ આપશે.

શું છે કુસુમ યોજના
દેશમાં ખેડૂતોને સિંચાઈમાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અથવા વધારે વરસાદ તથા ઓછા વરસાદના કારણે પાકને નુકશાન થાય છે. કેન્દ્ર સરકારની કુસુમ યોજના દ્વારા ખેડૂત પોતાની જમીનમાં સૌર ઉર્જા ઉપકરણ અને પંપ લગાવીને ખેતરની સિંચાઈ કરી શકે છે. કુસુમ યોજનાની મદદથી ખેડૂત પોતાની ભૂમી પર સોલર પેનલ લગાવી તે વિજળીનો ઉપયોગ ખેતી માટે કરી શકે છે. ખેડૂતની જમીન પર બનનારી વિજળીથી દેશના ગામોમાં વિજળી આપૂર્તિ શરૂ કરી શકાય છે.

કુસુમ યોજનાના પહેલા તબક્કામાં ડિઝલ પંપ બદલવામાં આવશે
કુસુમ યોજનાના પહેલા તબક્કામાં ખેડૂતોના તે સિંચાઈ પંપને સામેલ કરવામાં આવશે જે હાલ ડિઝલથી ચાલી રહ્યા છે. સરકારના એક અનુમાન અનુસાર, આ પ્રકારના 17.5 લાખ સિંચાઈ પંપને સૌર ઉર્જાથી ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેનાથી ડિઝલની ખપત અને આયાત પર રોક લગાવવામાં મદદ મળશે.

કુસુમ યોજનાથી બે ફાયદા - કેન્દ્ર સરકારની કુસુમ યોજનાથી ખેડૂતોને બે પ્રકારના ફાયદા થશે. એક તો તેમને સિંચાઈ માટે ફ્રી વિજળી મળશે અને બીજો જો તે વધારે વિજળી પેદા કરશે તો અને ગ્રિડને મોકલશે તો, તેનાતી વધારાની કમાણી પણ થશે. જો કોઈ ખેડૂત પાસે બંજર જમીન છે તો તેનો ઉપયોગ સૌર ઉર્જા ઉત્પાદન માટે કરી શકે છે. તેનાથી બંજર જમીનથી પણ કમાણી થશે.કુસુમ યોજનાની મુખ્ય વાતો
- સૌર ઉર્જા ઉપકરણ સ્થાપિત કરવા માટે ખેડૂતે માત્ર 10 ટકા રકમ ચૂકવવી પડશે
- કેન્દ્ર સરકાર ખેડૂતોને બેન્ક ખાતામાં સબસિડીની રકમ આપશે
- સૌર ઉર્જા માટે પ્લાન્ટ બંજર જમીન પર લગાવવામાં આવશે
- કુસુમ યોજનામાં બેન્ક ખેડૂતોને લોન તરીકે 30 ટકા રકમ આપશે
- સરકાર ખેડૂતોને સબસિડી તરીકે સોલર પંપના કુલ ખર્ચના 60 ટકા રકમ આપશે.
First published: February 1, 2020, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading