Union Budget 2020 : નાણા મંત્રીના 162 મિનિટના ભાષણે રોકાણકારોના 3.6 લાખ કરોડ ડૂબાડયાં

News18 Gujarati
Updated: February 1, 2020, 5:14 PM IST
Union Budget 2020 : નાણા મંત્રીના 162 મિનિટના ભાષણે રોકાણકારોના 3.6 લાખ કરોડ ડૂબાડયાં
પ્રતિકાત્મક તસવીર

કારોબારના અંતે સેન્સેક્સ 988 પોઇન્ટના ઘટાડા સાથે 39,735.53 ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 318 પોઇન્ટ ઘટીને 11,644 ના સ્તરે બંધ રહ્યો

  • Share this:
મુંબઈ : મોદી સરકારના બીજા કાર્યકાળના બીજા બજેટે (Union Budget 2020) બજારને નિરાશ કર્યું. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે (Nirmala sitaraman)એ નાણાકીય વર્ષ 2020-21 માટેનું બજેટ રજૂ કર્યું હતું. નાણાં પ્રધાને આવકવેરાના (income Tax slab) સ્લેબમાં ફેરફાર કર્યો. તે જ સમયે, કંપનીઓ પરથી ડીડીટી નાબૂદ કરવાની પણ જાહેરાત કરી. એલટીસીજી અને એસટીટી પર રોકાણકારોની મોટી અપેક્ષાઓ હતી, પરંતુ તેની જાહેરાત ન થવાથી બજારમાં કડાકો બોલ્યો, જેના કારણે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું. કારોબારના અંતે સેન્સેક્સ 988 પોઇન્ટના ઘટાડા સાથે 39,735.53 ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 318 પોઇન્ટ ઘટીને 11,644 ના સ્તરે બંધ રહ્યો હતો. બજારમાં નાણા મંત્રીના 162 મિનિટના ભાષણના કારણે રોકાણકારોના 3.06 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા હતા.

અગાઉના આજની બજાર ખુલતાની થોડીવારમાં જ સેન્સેક્સ 250 થી વધુ પોઇન્ટ તૂટ્યો હતો અને તે 40500 ની સપાટીથી નીચે ગયો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 60 પોઇન્ટ તૂટીને 11900 ની નીચે ગયો. આ પહેલા પણ ગુરુવારે અને શુક્રવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

શેરબજારમાં મોદી સરકારના છેલ્લા 6 સંપૂર્ણ બજેટ્સમાં 4 બજેટમાં કડાકા બોલ્યા હતા. જો કે ગયા વર્ષે 1 ફેબ્રુઆરીના વચગાળાના બજેટ પર સેન્સેક્સમાં 0.6% નો ઉછાળો આવ્યો હતો.

શનિવારે કેમ બજાર ખૂલ્યું?

ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે શેરબજાર સાથે સંકળાયેલા લોકોની અપીલ પર આ નિર્ણય લેવામાં આવ્યો. કારણ કે બજેટની ઘોષણાને કારણે બજારમાં ખૂબ ચઢઉતર થતી હોય છે. વર્ષ 2015માં પણ શનિવાર બજેટનો દિવસ હોવા છતાં BSEમાં વેપાર કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે, શેર બજાર શનિવાર-રવિવારે બંધ રહે છે.

બજેટ વિશે શું કહે છે નિષ્ણાતો 

'અમારું માનવું છે કે આ બજેટ એક સંતુલિત બજેટ છે, અને તે મહત્વાકાંક્ષી ભારત, આર્થિક વિકાસ, અને કાળજી રાખનાર સમાજ ની રચના કરવામાં મદદરૂપ થશે. અમારું એમ પણ માનવું છે કે ડિજિટલઇઝેશન અસરકારક બનાવવા અને સર્વિસ સેક્ટરમાં ડિજિટલ ના વઘું ઉપયોગ માટે સરકારે  રૅગ્યુલૅટરી સિસ્ટમ્સ માં સુધારા લાવવાની જરૂર છે. ઇનકમ ટેક્સ અને અન્ય ટેક્સમાં કરવામાં આવેલ સુધારાઓ નો અમે સ્વાગત કરીએ છીએ.' -કિરણ  સુતરીયા, ફાઉન્ડર એન્ડ  ચેરમેન,  સીટા સોલ્યુશન્સ.

 

'બજાર માટે બજેટ સારું છે કે ખરાબ એના કરતાં હું એમ કહીશ કે માર્કેટની અપેક્ષાઓ એટલી બધી હતી કે બજેટ બાદ તેમના માટે નિરાશ થવું સહજ હતું. મેં બજેટ અગાઉ મારા ગ્રાહકોને સ્પષ્ટપણે આમ જણાવ્યું હતું. બજેટમાં કેટલાક સારા સુધારાઓમાં ઈન્શ્યોરન્સ પ્રોટેક્શન, ડિજીટલ પેનિટ્રેશન અફોર્ડેબલ હાઉસિંગ અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. મધ્યમ વર્ગને વ્યક્તિગત આવકવેરામાં એક નવો વિકલ્પ પોઝીટીવ બાબત છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ(ડીડીટી) હવેથી ડિવિડન્ડ મેળવનારે ચૂકવવાનો રહેશે. જે રોકાણકારો પર કર ભારણ વધારશે. જોકે સોવરિન વેલ્થ ફંડ્સને ઈન્ફ્રા પ્રોજેક્ટ્સમાં રોકાણ પર 100 ટકા ટેક્સ રાહત, કો-ઓપ. સોસાયટીઝ પર ટેક્સ ઘટાડીને ૨૨ ટકા કરવા જેવા પગલાઓ સૂચવે છે કે સરકાર રોજગારી સર્જન પર ફોકસ કરી રહી છે. સમગ્રતયા જોઈએ તો બજેટ કોઈ ઈનોવેટિવ જોગવાઈ નથી ધરાવતું પરંતુ તેમાં કોઈ મોટી નેગેટિવ બાબત પણ નથી. હું 10માંથી 6 પોઈન્ટ આપીશ.'  -વનેશ પંચાલ, ડિરેક્ટર, બિલાઈન બ્રોકિંગ


'બજેટેમાં ગ્રામ્ય અર્થતંત્ર, ઇન્ફ્રસ્ટ્રક્ચર, એમએસએમઈ, અને સ્વાસ્થ્ય સેવાઓ પર વધારે ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. અમાંરુ માનવું છે કે આનાથી વિકાસ ને વેગ મળશે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ ની નાબૂદી, મધ્યમ વર્ગ માટે ઇનકમ ટેક્સ ની રાહતો, કરવેરા માળખાનું સરલીકરણ, અને અન્ય જાહેરાતો લોકોમાં અને અર્થતંત્ર માં નવા પ્રાણ ફૂંકશે. અમે આ વીકસશીલ બજેટનું સ્વાગત કરીએ છીએ.' - રાકેશ  લાહોટી, કો-ફાઉન્ડર, વેલ્થસ્ટ્રીટ.

આ પણ વાંચો :


 
First published: February 1, 2020, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading