પોતાના અંતિમ બજેટમાં આ જાહેરાત કદાચ જ કરે મોદી સરકાર!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ચૂંટણીને ધ્યાને લઈ નાણા મંત્રી વચગાળાના બજેટમાં કોઈ મોટી જાહેરાત કરશે પરંતુ આ જાહેરાત એવી નહીં હોય કે તેને સીધી રીતે વોટ બેન્કને ખુશ કરવા કરવાને લઈ જોવામાં આવે

 • Share this:
  મોદી સરકારના કાર્યકાળનું અંતિમ બજેટ 1 ફેબ્રુઆરી 2019ના રોજ રજૂ થશે. સામાન્ય બજેટ 2019થી પહેલા રજૂ થઈ રહેલા વચગાળાના બજેટ પર સમગ્ર દેશની નજર છે. પરંપરાનેુ તોડી લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટમાં મોટી જાહેરાત નથી હોતી. તેમાં નવી સરકાર આવવા સુધી ખર્ચ ચલાવવા જેટલી રકમ માટે સંસદની મંજૂરી લેવામાં આવે છે. જોકે, આગામી 3-4 મહિનામાં લોકસભા ચૂંટણી યોજાશે. એવામાં લોકોના મનમાં સૌથી મોટો સવાલ છે કે શું આ વખતે પરંપરા તોડી મોદી સરકાર લોકોને ગમતું બજેટ રજૂ કરશે.

  જે વર્ષે લોકસભા ચૂંટણી યોજાય છે તેના પહેલા હાલની સરકાર નિયમિત બજેટ રજૂ કરવાનો બદલે વચગાળાનું બજેટ રજૂ કરે છે. તેમાં અલગથી ગ્રાન્ટની માંગો માટે સંસદની મંજૂરી લેવાને બદલે વોટ ઓન અકાઉન્ટ દ્વારા માત્ર થોડા મહિના (એપ્રિલ-જૂન) માટે કોન્સોલિડેટેડ ફંડમાંથી ગ્રાન્‍ટ કાઢે છે. જાણકારો મુજબ, ચૂંટણીને ધ્યાને લઈ નાણા મંત્રી આ વખતે વચગાળાના બજેટમાં કોઈ મોટી જાહેરાત ચોક્કસ કરશે.

  જોકે, આ જાહેરાત એવી નહીં હોય કે તેને સીધી રીતે વોટ બેન્કને ખુશ કરવાને લઈ જોઈ શકાય, મોદી સરકાર એવું જ વિચારશે કે વચગાળાના બજેટમાં થનારી જાહેરાતો આર્થિક સુધારના રુપમાં હોય. 1 ફેબ્રુઆરીએ નાણા મંત્રી ડાયરેક્ટ ટેક્સ રિપોર્ટ (પ્રત્યક્ષ કર રિપોર્ટ) પણ રજૂ કરશે. બીજી તરફ, માનવામાં આવે છે કે સરકાર આ વચગાળાના બજેટમાં ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરી શકાય છે.

  આ ઉપરાંત, પેન્શનરો અને ખેડૂતોને લઈને પણ કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે. એક આશા એ પણ છે કે હોમ લોનને લઈને સરકાર કેટલીક રાહતની જાહેરાત કરે. મિડલ ક્લાસ કે નોકરીયાત વર્ગને મોદી સરકાર આ અંતિમ બજેટથી ઘણી આશાઓ રહેશે. વિપક્ષે બેકારીના મુદ્દે સરકારને સતત ઘેરી છે. શક્ય છે કે સરકાર યુવાઓને આકર્ષવા માટે બજેટમાં કોઈ મજબૂત નીતિની જાહેરાત કરે. એવું ન કરીને સરકાર વોટ બેન્કને ગુમાવવા માંગતી નથી.


  આ વર્ષે લોકસભા ચૂંટણીની સાથે ઓછામાં ઓછા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. જેમાં આંધ્ર પ્રદેશ, સિક્કિમ, ઓડિશા, જમ્મુ-કાશ્મીર ચૂંટણીને હિસાબે મહત્વપૂર્ણ છે. અહીં એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાશે. હાલના ચૂંટણી પરિણામો જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ સરકારને સારો રિસ્પોન્સ નથી મળ્યો.

  આ પણ વાંચો, GSTમાં રાહત બાદ મોદી સરાકર હવે નાના વેપારીઓને આપી શકે છે 4 મોટી રાહત!

  ખેડૂત વર્ગ હાલની સરકારથી ખાસો નારાજ છે અને સ્પષ્ટ છે કે જો વચગાળાના બજેટમાં પણ સરકારે તેમને અવગણ્યા તો લોકસભા ચૂંટણીમાં ખેડૂતોની નારાજગી સ્પષ્ટપણે દેખાશે. બીજી તરફ, બેકારીને લઈને પણ સરકારને યુવાઓની નારાજગી સહન કરવી પડી શકે છે.

  ચૂંટણીથી પહેલા ખેડૂતો અને યુવાઓની નારાજગી દૂર કરવા માટે મોદી સરકારની પાસે યૂનિવર્સલ બેસિક ઇન્કમ (UBI)ના રૂપમાં એક વિકલ્પ છે. પરંતુ, તેને આટલા ઓછા સમયમાં અને આટલા મોટ સ્તરે કેવી રીતે લાગુ કરી શકાય, તેની પર ઘણી સ્ટડી અને રિસર્ચની જરૂર રહેશે. જો આ સ્કીમ લાગુ થઈ જાય છે તો તે હાલની વિતરણ પ્રણાલી (mode of distribution)નું સ્થાન લેશે.


  અત્યાર સુધીના આંકડા (નવેમ્બર 2018) પર ધ્યાન દઈએ તો રાજકોષીય ઘાટો (fiscal deficit) પહેલાથી બજેટ ટાર્ગેટની આગળ નિકળી ચૂકી છે. હાલના સમયમાં તે 114.8 ટકા છે, જ્યારે ગઈ વખતે તે 112 ટકા હતો. એવામાં સરકાર માટે મોટો પડકાર હશે કે તેઓ ચૂંટણીને ધ્યાને લઈ પોતાના વચગાળાના બજેટમાં તમામ વર્ગોને કેવી રીતે ખુશ કરી શકશે?
  Published by:Mrunal Bhojak
  First published: