Budget 2019: શું આશા છે નવા નાણામંત્રીને પહેલા બજેટથી..

દેશના પહેલા મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ 2019-20 નું આગામી મહિને નાણાકીય માટે સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

દેશના પહેલા મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ 2019-20 નું આગામી મહિને નાણાકીય માટે સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

  • Share this:
    નવી દિલ્હી: દેશના પહેલા મહિલા નાણાંપ્રધાન નિર્મલા સીતારામન 2019-20 નું આગામી મહિને નાણાકીય માટે સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, અને હવે સંપૂર્ણ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગેવાની હેઠળ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર બીજા કાર્યકાળનું પહેલું બજેટ હશે. ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટમાં સરકારે નાના ખેડૂતો માટે રૂ 75,000 રૂપિયાની નિશ્ચિત આવક યોજના રજૂ કરી ન હતી, પણ બજેટમા નાણાપ્રધાન રુપમાં બેજેટ રજૂ કરતા પિયુષ ગોયલે પાંચ લાખ રૂપિયાની વાર્ષિક આવકવાળાને ટેક્સમાં પણ છૂટ આપી હતી.

    વચગાળાના બજેટમાં સૌથી મહત્વપૂર્ણ જાહેરાતોમાંથી એક હતી, જે,સરકાર દ્વારા નાના ખેડૂતો માટે જાહેર કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અથવા પીએમ કિસાન યોજના, આ યોજના હેઠળ 2000 રુપિયા ત્રણ વખત નાના ખેડૂતોના ખાતામાં જમા કરાશે. જેની જમીન બે એકરથી ઓછી છે. નાણાંમંત્રીના રુપમાં કાર્યભાર સંભાળ્યા બાદ નિર્મલા સીતારમણે કહ્યુ કે કે તે તેની ટીમ જનતાથી મળનારા ફીડબેકનું સ્વાગત કરશે.

    તેમણે જણાવ્યું હતું કે, "પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા, અર્થશાસ્ત્રીઓ અને ઈચ્છુક લોકો તરફથી આવી રહેલા દરેક લોકોની આભારી છું....મારી ટીમ પણ માર માટે એકત્રિત કરે છે... દરેકના વિચારનું મુલ્ય સમજુ છું..આભાર....વિચાર મોકલતા રહો...."અનેક વિશ્લેષકોનું માનવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સત્તામાં પરત ફર્યા બાદ રજૂ થઇ રહેલા બજેટમાં આયકરના માળખામાં બદલાવ કરવામાં નહીં આવે. કારણકે આ કામ અંતરિમ બજેટમાં કરવામાં આવ્યું હતું.

    જોકે, ધીમી થતી આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં રાખીને ઉધોગ સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્સ્ટ્રીઝ (FICCI) એ કહ્યું છે નવી સરકારના કોર્પોરેટ તથા વ્યક્તિગત ટેક્સમાં ઘટાડો કરવો જોઇએ, તથા નિકાસ પર આધારિત ઉત્પાદકો કર રાહતો આપવા પર વિચારવું જોઇએ .

    FICCI એ કહ્યું, "આગામી બેજેટ સરકાર માટે ઉચિત નાણાં પ્રોત્સાહન તથા નીતિઓ દ્વારા વપરાશ અને રોકાણ વધારવા માટે એક તક છે ..." પૂર્ણ બેજેટની તૈયારી પહેલા જ સરકારી અધિકારીઓએ ફિક્કી અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇંડસ્ટ્રીઝ (CII) જેવી ઔદ્યોગિક સંગઠનો સાથે ચર્ચા કરવાનું શરૂ કર્યું છે.
    Published by:Bhoomi Koyani
    First published: