બજેટ ગરીબને શક્તિ, ખેડૂતને મજબૂતી, અર્થવ્યવસ્થાને નવું બળ આપશે: પીએમ મોદી

News18 Gujarati
Updated: February 1, 2019, 3:58 PM IST
બજેટ ગરીબને શક્તિ, ખેડૂતને મજબૂતી, અર્થવ્યવસ્થાને નવું બળ આપશે: પીએમ મોદી
વચગાળાના બજેટને વડાપ્રધાને નવા ભારતનું બજેટ ગણાવ્યું.

મોદીએ કહ્યું કે, ગરીબી ઝડપથી ઓછી થઈ રહી છે. વધતા મિડલ ક્લાસની આશા-આકાંક્ષાને બળ મળે તેના માટે સરકારે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે

  • Share this:
મોદી સરકારે 2019નું વચગાળાનું બજેટ રજૂ કરી દીધું છે. બજેટ રજુ થયા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, આ બજેટમાં સૌનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટથી તમામ વર્ગોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 12 કરોડથી વધુ ખેડૂતોને 3 કરોડથી વધુ મધ્યમગર્વના ટેક્સપેયર્સને અને 30-40 કરોડ શ્રમિકોને સીધો લાભ મળવો નિયત થયો છે.

બજેટ વિશે શું કહ્યું વડાપ્રધાન મોદીએ?
- 'ગરીબી ઝડપથી ઓછી થઈ રહી છે. વધતા મિડલ ક્લાસની આશા-આકાંક્ષાને બળ મળે તેના માટે સરકારે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.'

- 'હું સેલરીડ અને મિડલ ક્લાસને ટેક્સમાં મળેલી છૂટ માટે શુભેચ્છાઓ આપું છું. લાંબા સમયથી આ માંગ હતી કે 5 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ મુક્ત કરવામાં આવે.'
- 'વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિનો લાભ 12 કરોડથી વધુ તે ખેડૂતોને મળશે જેમની પાસે 5 એકર કે 5 એકરથી ઓછી જમીન છે.'
- 'રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને મત્સ્ય પાલનના અલગ વિભાગ ખેડૂતોને લાભ પહોંચાડશે.'
'વેપારીઓ માટે કોઈ મંત્રાલય હોય, તે વિચારથી એક નવી વ્યવસ્થા વિકસિત કરવા માટે અમે આગળ વધ્યા છીએ. દેશના વેપારી વર્ગ અને તેમના કર્મચારીઓની આવશ્યક્તાને ધ્યાનમાં રાખી તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે ડીઆઈપીપીને રીસ્ટ્રક્ચર કરવામાં આવ્યું છે.

- 'નોમેડીક સમાજ માટે એક વેલફેર બોર્ડ બનાવવાનો નિર્ણય કર્યો છે. સાચી ઓળખ થવા બાદ સરકારની યોજનાઓને લાભ તેમને જ મળશે.'

આ પણ વાંચો, રૂ. 5 લાખની આવક ટેક્સ ફ્રી હોવાના ભ્રમમાં ન રહો, તમે વિચારો છો એવું પણ નથી!
First published: February 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading