નાના દુકાનદારોને પેન્શન મળશે, 59 મિનિટમાં મળશે લોન

News18 Gujarati
Updated: July 5, 2019, 12:25 PM IST
નાના દુકાનદારોને પેન્શન મળશે, 59 મિનિટમાં મળશે લોન
ફાઇલ તસવીર

મોદી સરકારે પ્રથમ કેબિનેટ બેઠકમાં નાના વેપારીઓને મોટી ભેટ આપી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંપૂર્ણ બજેટ રજુ કર્યું હતું. બજેટમાં નાના દુકાનદારો માટે પેન્શનની તેમજ એક કલાક કરતા ઓછા સમયમાં લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નાણા મંત્રીની જાહેરાત પ્રમાણે હવે 59 મિનિટમાં દુકાનદારોને લોન આપવામાં આવશે. આ યોજનાનો લાભ ત્રણ કરોડથી વધારે દુકાનદારોને મળી શકશે. પ્રધાનમંત્રી કર્મ યોગી માનધન પેન્શન યોજના અંતર્ગત આ લાભ આપવામાં આવશે.

આ યોજનાની ખાસ વાત એ છે કે આ માટે ફક્ત આધાર અને પાન કાર્ડની જ જરૂરી પડશે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અસંગઠિત ક્ષેત્રોના કર્મચારીઓની નિવૃત્તિની સુરક્ષા માટે છે. આ યોજનાનો લાભ રીક્ષા ચાલકોથી લઈને બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરો સુધીના લોકો લઈ શકે છે. આ યોજનાનો લાભ જે લોકોને મળશે તેમાં મીડ-ડે મીલ વર્કર, ફેરિયા, હાથલારી ચલાવતા લોકો, ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા લોકો, રીક્ષા ચાલકો, વગારે લઈ શકે છે.

મોદી સરકારે પ્રથમ કેબિનેટ બેઠકમાં નાના વેપારીઓને ભેટ આપી હતી

લોકસભાની ચૂંટણી બાદ સતત બીજી ટર્મ માટે બીજેપીની સરકાર આવ્યા બાદ મોદી સરકારની પ્રથમ કેબિનેટમાં જ નાના દુકાનદારોને મોટી ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ વચન આપ્યું હતું કે તેઓ સત્તામાં આવશે તો વેપારીઓ અને નાના દુકાનદારો માટે ખાસ સ્કિમ લાવશે.

આ યોજનાનો લાભ જે વેપારીઓની આવક રૂ. 1.5 કરોડ કરતા ઓછી છે તેમને મળશે. ભાજપે પોતાના ચૂંટણી મેનિફેસ્ટો "સંકલ્પ પત્ર"માં નાના દુકાનદારો માટે પેન્શનનું વચન આપ્યું હતું.
First published: July 5, 2019, 12:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading