ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને મળશે આધાર કાર્ડ : બજેટમાં જાહેરાત

News18 Gujarati
Updated: July 5, 2019, 12:47 PM IST
ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને મળશે આધાર કાર્ડ : બજેટમાં જાહેરાત
પ્રતિકાત્મક તસવીર

હવે ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIઓ ભારતમાં આવતાની સાથે આધાર કાર્ડ માટે અરજી કરી શકશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2019-20 માટે રજૂ કરેલા પૂર્ણ બજેટમાં NRI (નોન રેસિડેન્ટ ઇન્ડિયન) માટે મહત્વની જાહેરાત કરી હતી. જે NRI ભારતીય પાસપોર્ટ ધરાવતા હશે તેઓ હવે આધાર કાર્ડ કઢાવી શકશે. આ માટે હાલ 180 દિવસના નિયમને રદ કરવામાં આવશે. એટલે કે હવે ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIઓ ભારતમાં આવતાની સાથે આધાર કાર્ડ માટે અરજી કરી શકશે. આ માટે પહેલા 180 દિવસનો નિયમ હતો.

આનો મતલબ એવો છે કે જે લોકો વિદેશમાં સ્થાયી થયા છે પરંતુ તેમણે ભારતની નાગરિકતા છોડી નથી અને ભારતીય પાસપોર્ટ ધરાવે છે તે લોકો ભારતમાં આવતાની સાથે આધાર કાર્ડ કઢાવવા માટે લાયક બનશે. પરંતુ જે લોકો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરી ચુક્યા છે તેઓ આધાર કાર્ડ કઢાવી શકશે નહીં.

બેન્ક ખાતા માટે આધાર ફરજીયાત નહીં

લોકસભામાં આધાર સંશોધન બિલ 2019 પાસ થઈ ગયું છે. કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે આધાર સંશોદન બિલ, 2019 રજૂ કર્યું અને વિપક્ષના એક સભ્યની આપત્તિને ફગાવતા કહેવામાં આવ્યું કે, આમાં કાયદાનું અનુપાલન કરવામાં આવ્યું છે. આ બિલમાં નાગરીકોની પ્રાઈવેસી સુરક્ષિત રાખવા અને દુરઉપયોગ રોકવા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બેન્કો અને મોબાઈલ કંપનીઓમાં કેવાયસી ફોર્મમાં આધાર વૈકલ્પિક રહેશે. આધાર ફરજીયાત નહીં રહે. એ સુનિશ્ચિત કરવામાં આવશે કે, કોઈ પણ આધાર ન હોવાના કારણે સરકારી યોજનાથી વંચિત રહી ન જાય.

સૂચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, દેશના 130 કરોડ લોકોમાંથી 123 કરોડ લોકોએ આધારને સ્વીકાર કર્યું છે. આધાર દ્વારા ડાયરેક્ટ ટ્રાંસફરના કારણે દેશને 90 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ બીલ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પસાર કરવામાં આવ્યું છે.
First published: July 5, 2019, 12:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading