PAN કાર્ડ વગર ITR ફાઇલ કરી શકાશે ; અમીરો પર ટેક્સ વધ્યો

પ્રતિકાત્મક તસવીર

નાણા મંત્રીએ કહ્યું કે અમીરો પર જે બોઝ નાખવામાં આવી રહ્યો છે તેઓ તેને સરળતાથી સહન કરી લેશે.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી :  નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે હવે PAN કાર્ડ વગર પણ Aadhaar કાર્ડથી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાશે. એટલે કે પાન કાર્ડ ન હોવાને કારણે રિટર્ન ફાઇલ કરવામાં સમસ્યા આવતી હતી તે દૂર થશે. બજેટ ભાષણ દરમિયાન નાણા મંત્રીએ મોદી સરકારની રણનીતિ પણ સ્પષ્ટ કરી દીધી હતી. સરકારનું હવે સમગ્ર ધ્યાન આવક ઉભી કરવા પર હશે. આ માટે દેશના અમીરો પર વધારાનો ટેક્સ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રીએ કહ્યું કે અમીરો પર જે બોઝ નાખવામાં આવી રહ્યો છે તેઓ તેને સરળતાથી સહન કરી લેશે.

    હકીકતમાં બજેટના ભાષણ દરમિયાન તમામ લોકોની નજર ઇન્કમ ટેક્સમાં છૂટ પર હોય છે. નાણા મંત્રીએ આ બજેટમાં કરોડપતિઓ પર વધારે સરચાર્જ નાખવાની જાહેરાત કરી છે.

    આ પણ વાંચો : ભાડાના ઘરમાં રહો છો? તો બજેટમાં તમારા માટે છે ખુશખબર

    નિર્મલા સીતારમણે જણાવ્યું કે, દેશના વિકાસ માટે બે કરોડથી વધારે કમાણી કરતા લોકો પર સરચાર્જ વધારવામાં આવી રહ્યો છે. નાણામંત્રીની જાહેરાત પ્રમાણે બે કરોડથી પાંચ કરોડની કમાણી કરનાર લોકો પર ત્રણ ટકા વધારાનો અને પાંચ કરોડથી વધારે કમાણી કરતા લોકો પર સાત ટકા સરચાર્જ લાગશે.

    મધ્યમવર્ગના લોકોને બજેટમાં કોઇ જ રાહત આપવામાં આવી નથી. જોકે, પ્રથમ ફેબ્રુઆરીના રોજ મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરતા નાણા મંત્રી પીયૂષ ગોયલે મધ્યમવર્ગને ભેટ આપતા પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ જ ટેક્સ નહીં લાગવાની જાહેરાત કરી હતી. નિર્મલા સીતારમણે આ મુક્તિ ચાલુ રાખી છે. આવકવેરાના દરોમાં કોઈ જ બદલાવ કરવામાં આવ્યો નથી.
    Published by:Vinod Zankhaliya
    First published: