Union Budget 2019 : પ્રથમ બજેટમાં જ નિર્મલા સીતારમણે વર્ષો જૂની પરંપરા તોડી

News18 Gujarati
Updated: July 5, 2019, 10:34 AM IST
Union Budget 2019 : પ્રથમ બજેટમાં જ નિર્મલા સીતારમણે વર્ષો જૂની પરંપરા તોડી
બજેટની બેગ સાથે નિર્મલા સિતારમણ

આ વખયે યૂનિયન બજેટનું નામ પણ બદલવામાં આવ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટને પોતાના ભાષણાં "ખાતાવહી" તરીકે સંબોધશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભારતમાં પ્રથમ વખત આજે મહિલા નાણા મંત્રી બજેટ રજૂ કરી રહ્યા છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે અનેક વસ્તુમાં બદલાવ આવશે. આની શરૂઆત પણ થઈ ગઈ છે. શરૂઆત બજેટ રાખવાની બ્રિફકેસથી થઈ છે. વર્ષોથી બજેટના કાગળો રાખવા માટે બ્રિફકેસનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ શુક્રવારે નિર્મલા સીતારામણની હાથમાં બ્રિફકેસ જોવા ન મળી. તેની જગ્યાએ તેના હાથમાં લાલ રંગની બેગ જોવા મળી હતી. નિર્મલા સીતારમણ આ જ લાલ બેગમાં બજેટના દસ્તાવેજો લઈને જશે.

શા માટે બદલવામાં આવી પરંપરા

સરકારનું માનવું છે કે આ પશ્ચિમની સંસ્કૃતિથી બહાર આવીને દેશની પરંપરાઓ સાથે જોડાવાની શરૂઆત છે. બેગનો લાલ રંગ ભારતીય પરંપરાઓ પ્રમાણે શગુનનો પ્રતિક છે.

બજેટનું નામ બદલાયું

આ વખયે યૂનિયન બજેટનું નામ પણ બદલવામાં આવ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટને પોતાના ભાષણાં "ખાતાવહી" તરીકે સંબોધશે.

લાલ સૂટકેસનો 159 વર્ષ જૂનો સંબધ!ભારતના બજેટ અને લાલ સૂટકેસ વચ્ચેનો સંબધ ખૂબ જૂનો છે. આ સંબંધ 1860માં બંધાયો હતો. એટલે કે આ સંબંધ 156 વર્ષ જૂનો છે અને ત્યારથી આ ચાલતું આવ્યું છે. 26મી નવેમ્બર, 1947ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ નાણા મંત્રી શણમુખમ શેટ્ટી આ જ સૂટકેસમાં બજેટના કાગળો લઈને આવ્યા હતા.

હકીકતમાં બજેટ ફ્રાંસના શબ્દ 'બાગેટી' પરથી લેવામાં આવ્યો છે, જેનો મતલબ બેગ થાય છે. 1860માં બ્રિટનના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર ચીફ વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટન નાણાકિય કાગળોના બંડલો લઈને લેધરની બેગમાં આવ્યા હતા. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે.

આ કાગળો પર બ્રિટનના ક્વીનનો સોનામાં મોનોગ્રામ હતો. ખાસ વાત એ છે કે ક્વીને બજેટ રજૂ કરવા માટે લેધરની આ સૂટકેસ ગ્લેડસ્ટનને આપી હતી. ગ્લેડસ્ટનની બજેટ સ્પીચ ખૂબ લાંબી હતી, જે માટે અનેક દસ્તાવેજોની જરૂરિયાત રહેતી હતી. અહીંથી લાંબી બજેટ સ્પીચની પરંપરા આવી હતી.

બ્રિટનમાં રેડ ગ્લેડસ્ટન બજેટ બોક્સ 2010 સુધી પ્રચલિત હતું. 2010માં તેને મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું હતું અને તેની જગ્યાએ લાલ રંગના નવા બોક્સનો ઉપયોગ શરૂ કરાયો હતો.

સ્પષ્ટ રીતે ભારતના બજેટનું આ બોક્સ કે પછી સૂટકેસ હજુ પણ બ્રિટનની પરંપરા પ્રમાણેનું છે. આઝાદી પછી ભારતે આ પરંપરા ચાલુ રાખી હતી.
First published: July 5, 2019, 10:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading