બજેટની સાથે સાથે નાણા મંત્રીએ શેરો-શાયરીથી વાહવાહી લૂંટી

નિર્મલા સીતારમણ

સૌથી પહેલા નિર્મલા સીતારમણે ચાણક્ય નીતિનો ઉલ્લેખ કરતા કહ્યુ કે,- 'કાર્ય પુરુષા કરે ન લક્ષ્યમ સંપાદપયે.'

 • Share this:
  નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ પ્રથમ પ્રસંગ છે જ્યારે કોઈ પૂર્ણકાલિન મહિલા નાણા મંત્રીએ લોકસભામાં બજેટ રજૂ કર્યું હોય. તેમનું આખું ભાષણ અંગ્રેજીમાં હતું પરંતુ તેઓએ સંસ્કૃતમાં ચાણક્ય નીતિ જણાવી હતી. તેના પછી તેમણે શેરો અને શાયરી પણ વાંચી હતી. જેના કારણે બજેટ પહેલા લોકસભાનો માહોલ થોડો હળવો થઈ ગયો હતો.

  ચાણક્ય નીતિ

  સૌથી પહેલા નિર્મલા સીતારમણે ચાણક્ય નીતિનો ઉલ્લેખ કરતા કહ્યુ કે,- 'કાર્ય પુરુષા કરે ન લક્ષ્યમ સંપાદપયે.' ચાણક્ય સૂત્રમાંથી આ પંક્તિઓ લેવામાં આવી છે. કાર્ય પુરુષ કરે ના લક્ષ્યમ સંપાદયતનો મતલબ થાય છે કે મનુષ્ય જો દ્રઢ સંકલ્પ સાથે પ્રયાસ કરે તો કાર્યમાં જરૂરથી સફળતા મળે છે. લક્ષ્યાંક વગર જીવનમાં કોઈ કામ થતું નથી. તેમણે એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે જીવનમાં યોગ્ય માર્ગે ચાલવા માટે યોગ્ય લક્ષ્યની પસંદગી મહત્વપૂર્ણ છે.

  શેરો શાયરી

  જે બાદમાં ભાષણની શરૂઆતમાં તેમણે એક શાયરી વાંચી હતી. 'યકીન હો તો કોઈ રાસ્તા નીકલતા હૈ, હવા કી ઓટ ભી લેકર ચિરાગ જલતા હૈ.' આ શાયરી પ્રસિદ્ધ શાયર મંજૂર હાશમીનો છે.

  નિર્મલાએ પરંપરા તોડી

  ભારતમાં પ્રથમ વખત આજે મહિલા નાણા મંત્રીએ બજેટ (ખાતાવહી) રજૂ કર્યું હતું. એવામાં આશા રાખવામાં આવી હતી કે અનેક વસ્તુમાં બદલાવ આવશે. આની શરૂઆત પણ થઈ ગઈ છે. શરૂઆત બજેટના દસ્તાવેજો રાખવાની બ્રિફકેસથી થઈ છે. વર્ષોથી બજેટના કાગળો રાખવા માટે બ્રિફકેસનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ શુક્રવારે નિર્મલા સિતારામણની હાથમાં બ્રિફકેસ જોવા ન મળી. તેની જગ્યાએ તેના હાથમાં લાલ રંગની બેગ જોવા મળી હતી. નિર્મલા સિતારમણ આ જ લાલ બેગમાં બજેટના દસ્તાવેજો લઈને સંસદ પહોંચ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: