Budget 2019: શુક્રવારે જનરલ બજેટ નહીં, વચગાળાનું બજેટ જ રજૂ થશે

પ્રતીકાત્મક તસવીર

નાણા મંત્રાલય મુજબ, તે વોટ ઓન એકાઉન્ટ જ હશે. પરંતુ, સુવિધા અનુસાર તેને વચગાળાનું બજેટ કે જનરલ બજેટ બંને કહી શકાય છે

  • Share this:
સરકાર 1 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે જનરલ બજેટ નહીં પરંતુ વચગાળાનું બજેટ જ રજૂ કરશે. પૂર્ણ બજેટ રજૂ કરવાના અહેવાલોને નાણા મંત્રાલયે ફગાવી દીધા છે. આ પહેલા, અહેવાલો આવી રહ્યા હતા કે શુક્રવારે મોદી સરકાર જે બજેટ રજૂ કરશે તે જનરલ બજેટ 2019-20 હશે. જનરલ બજેટ હોવાનો અર્થ છે કે આખા વર્ષ માટે સરકાર પોતાના લેખા-જોખા રજૂ કરશે.

નાણા મંત્રાલય મુજબ, તે વોટ ઓન એકાઉન્ટ જ હશે. પરંતુ, સુવિધા અનુસાર તેને વચગાળાનું બજેટ કે જનરલ બજેટ બંને કહી શકાય છે. સૂત્રોનું માનીએ તો એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ વખતે બજેટ ડોક્યુમેન્ટ્સમાં વચગાળાનું શબ્દનો ઉપયોગ નહીં કરે.

બજેટમાં કૃષિ ક્ષેત્ર પર સરકારનું ખાસ ફોકસ રહેશે. બજેટથી પહેલા જ મોદી સરકારે ખેડૂતો માટે જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે 4 રાજ્યોમાં ખેડૂતો માટે 6680 કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી છે. આ રાહત પેકેજનો લાભ આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને મળશે.

આ પણ વાંચો, વચગાળાનું બજેટ એટલે શું? કેમ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે?
First published: