Exclusive: મોદી સરકાર હજુ સુધી પૂરા નથી કરી શકી પોતાના 250 વાયદા

છેલ્લા 5 બજેટમાં લગભગ 600 જાહેરાત કરવામાં આવી છે જે જાહેરાતોનો અમલ થયો તેની સંખ્યા લગભગ 350 છે

News18 Gujarati
Updated: January 15, 2019, 3:22 PM IST
Exclusive: મોદી સરકાર હજુ સુધી પૂરા નથી કરી શકી પોતાના 250 વાયદા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: January 15, 2019, 3:22 PM IST
(લક્ષ્મણ રોય)

સરકાર ભલે પોતાના છેલ્લા બજેટની તૈયારીમાં લાગી ગઈ હોય, પરંતુ સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ, છેલ્લા 5 બજેટમાં સરકારે જે જાહેરાત કરી તેમાંથી 40 ટકા હજુ સુધી લાગુ નથી થઈ શકી.

સૂત્રો મુજબ, બજેટ પર સમીક્ષા બેઠક દરમિયાન આ વાત સામે આવી છે. છેલ્લા 5 બજેટમાં લગભગ 600 જાહેરાત કરવામાં આવી છે જે જાહેરાતોનો અમલ થયો તેની સંખ્યા લગભગ 350 છે.

આ પણ વાંચો, મોદી સરકાર માટે સારા ન્યૂઝ: 2018-19માં 7.3% રહેશે દેશનો વિકાસ દર

સૂત્રો મુજબ, લગભગ 250 જાહેરાત અત્યાર સુધી જમીન પર ઉતરી નથી શકી. લગભગ 175 જાહેરાતો પર એક્શન તો લેવાયું છે પરંતુ અમલ નથી થયો. લગભગ 10 જાહેરાત પર કોઈ એક્શન નથી લેવામાં આવ્યા. લેબર રિર્ફોમથી જોડાયેલી બે જાહેરાતો પર કોઈ અમલ નથી થયો. પબ્લિક પોર્ટના આધુનિકીકરણનું બિલ સંસદમાં પેન્ડિંગ છે. બીજી તરફ 2018-19માં દરેક કંપનીને યૂનિક એન્ટિટી નંબર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, અત્યાર સુધી આ પ્રસ્તાવને મંજૂરી પણ નથી મળી.

(પોલિટિકલ-ઇકોનોમિક એડિટર, સીએનબીસી-આવાજ)
First published: January 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर