Budget 2019: મહિલાઓને મળશે મોટી રાહત! મેટરનિટી લીવની સેલેરી થઈ શકે છે, ટેક્સ ફ્રી

Budget 2019: મહિલાઓને મળશે મોટી રાહત! મેટરનિટી લીવની સેલેરી થઈ શકે છે, ટેક્સ ફ્રી
શોધકર્તા ડૉ.જોઆના સિર્ડાના મુજબ પુરુષને ગૃહસ્થી અને બાળકોના લાલન-પાલનવાળી જવાબદારી લેવા અને તેમની રૂઢિવાદી વિચારના કારણે સ્વાસ્થય પર અસર થાય છે. ડૉ.સિર્ડાએ જણાવ્યું કે વિવાહ જેવા સંસ્થાનમાં જો પત્ની પતિથી વધુ કમાતી હોય તો તેની સીધી અસર વૈવાહિક જીવનમાં થશે. આ પ્રભાવ શારિરીક અને માનસિક સ્વાસ્થય, જીવન પ્રતિ અસંતોષ, લગ્નેતર સંબંધોથી લઇને તલાક સુધી કોઇ પણ રૂપમાં પ્રવર્તી શકે છે.

મોદી સરકાર માટે આ બજેટ ખાસ રહેશે. CNBC આવાઝને મળેલી એક્સક્લૂઝિમ માહિતી મુજબ, મહિલાઓની મેટરનિટી લીવની સેલેરી ટેક્સ ફ્રી થઈ શકે છે.

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: કેન્દ્રની મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું અંતિમ બજેટ વિશેષ રહેશે. CNBC આવાઝને મળેલી એક્સક્લૂઝિવ જાણકારી મુજબ, મહિલાઓને મેટરનિટી લીવ વખતે મળતો પગાર આ બજેટમાં ટેક્સ ફ્રી થઈ શકે છે.મહિલા મતદાતાઓને રિજવવા માટે સરકારનું આ પગલું ખૂબ જ કારગર નિવડી શકે છે.

    સુત્રોના જણાવ્યા મુજબ, મહિલા બાળ વિકાસ મંત્રાલયે નાણા મંત્રાલયને પ્રપોઝલ મોકલી છે. આ પ્રપોઝલમાં ટાંકવામાં આવ્યું છે કે મહિલાઓને મેટરનિટી લીવ વખતે મળતી સેલેરી ટેક્સ ફ્રી કરવામાં આવે.અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી મેટરનિટી લીવ 6 મહિનાની મળે છે તો લગભગ મહિલાઓન 6 મહિનાની સેલેરીના ઇનકમ ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે.



    આ વર્ષે સરકાર દ્વારા વચગાળાનું બજેટ ફેબ્રુઆરીની પ્રથમ તારીખથી શરૂ થનારા સત્રમાં પ્રસ્તુત કરાશે. આ બજેટના ડૉક્યુમેન્ટનું પ્રિન્ટિંગ પણ સોમવારથી શરૂ થઈ ગયું છે. બજેટના ડૉક્યુમેન્ટના પ્રિન્ટિંગ પહેલાં દર વર્ષની જેમ સોમવારે હલવા સેરેમની પણ યોજાઈ હતી.

    આ વર્ષે હલવા સેરેમનીમાં નાણા મંત્રી અરુણ જેટલીના સ્થાને રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લએ હલવાની વિધિ પૂર્ણ કરી હતી. આજથી આશરે 100 લોકો બજેટ પ્રસ્તુત નહીં થાય ત્યાં સુધી નોર્થ બ્લૉકની બહાર નીકળી શકશે નહીં.
    Published by:News18 Gujarati
    First published:January 21, 2019, 18:23 IST