Home /News /business /Budget 2019 Highlights : ઇન્કમ ટેક્સથી લઈને સસ્તું-મોંઘું, જાણો બજેટની 20 મોટી વાતો

Budget 2019 Highlights : ઇન્કમ ટેક્સથી લઈને સસ્તું-મોંઘું, જાણો બજેટની 20 મોટી વાતો

નિર્મલા સીતારમણ

આ બેજટમાં નાણામંત્રી તમામ વર્ગોને ખુશ કરવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. તો અમે તમને આ બજેટની ખાસ વાતો વિશે જણાવી રહ્યા છીએ.

  કેન્દ્રમાં ફરી વખત ચૂંટાયા પછી નરેન્દ્ર મોદી સરકાર પોતાનું પ્રથમ બજેટ રજૂ કરી ચુકી છે. આ બજેટથી સામાન્ય માનવીને મોટા ફાયદો થશે. આ બેજટમાં નાણામંત્રી તમામ વર્ગોને ખુશ કરવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. તો અમે તમને આ બજેટની ખાસ વાતો વિશે જણાવી રહ્યા છીએ :

  સોનું, પેટ્રોલ, ડીઝલ, તમાકુ મોંઘું : સોના પર ઇમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવી છે. તમાકુ પર પણ વધારાનો ટેક્સ નાખવામાં આવ્યો છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં રૂ. 1ની સેસ લાગશે.

  આવાસ યોજના અંતર્ગત બનશે ઘર : વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત 1.5 કરોડ ઘરો બનાવવામાં આવ્યા. આગામી બે વર્ષ સુધી 1.95 કરોડ ઘર બનાવવાની સરકારની યોજના છે.

  Aadhaar-PAN કાર્ડને લિંક કરવાને લઈને મોટી જાહેરાત : ITRને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. હવે લોકો આધાર કાર્ડથી પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશે. એટલે કે હવે પાન કાર્ડની જરૂર નહી રહે, ફક્ત આધાર કાર્ડથી જ કામ થઈ જશે.

  મહિલાઓ માટે મોટી જાહેરાત : મહિલાઓના વિકાસ માટે મોદી સરકારે જાહેરાત કરી છે કે હવે જનધન ખાતાધારક મહિલા રૂ. 5000નો ઓવરડ્રાફ્ટ લઈ શકશે. મહિલાઓ માટે અલગથી રૂ. એક લાખની મુદ્રા લોનની પણ વ્યવસ્થા કરવમાં આવશે.

  નાના દુકાનદારોને પેન્શન મળશે : નાણા મંત્રીએ જાહેરાત કરી કે નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે. સાથે જ 59 મિનિટમાં દુકાનદારને લોન આપવાની પણ યોજના છે. આનો લાભ આશરે ત્રણ કરોડ નાના દુકાનદારોને મળશે.

  સિક્કાની નવી સિરીઝ આવશે : નાણા મંત્રીએ જાહેરાત કરી કે સરકાર રૂ. 1થી 20ના નવા સિક્કા બહુ ઝડપથી બહાર પાડશે.

  વધારે પૈસા કાઢસો તો લાગશે ટેક્સ : જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં બેંકમાંથી એક કરોડ કરતા વધારેની રોકડ કાઢે છે તો તેના પર 2 ટકા TDS કાપવામાં આવશે. એટલે કે વર્ષે એક કરોડથી વધારે રોકડ ઉપાડશો તો રૂ. 2 લાખ ટેક્સ ભરવો પડશે.

  રેલેવામાં ખાનગી ભાગીદારી વધારવામાં આવશે : રેલવે બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે, રેલવેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 2018થી 2030 વચ્ચે 50 લાખ કરોડની જરૂરિયાત છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ)નો ઉપયોગ કરવામાં આવશે.

  ગ્રામ્ય ભારત પર સરકારનું ધ્યાન : સરકારનું કેન્દ્ર બીંદુ ગામ, કિસાન અને ગરીબ છે. 2022 સુધી દરેક ગામમાં વીજળી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે. ઉજ્જવલા અને સૌભાગ્ય યોજના થકી દેશમાં ઘણો બદલાવ આવ્યો છે.

  નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડની જાહેરાત : બજેટમાં સરકાર તરફથી નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેનો ઉપયોગ રેલવે અને બસોમાં કરવામાં આવશે. આને રૂપે કાર્ડની મદદથી ચાલુ કરાશે, જેનાથી બસની ટિકિટ પાર્કિંગ ચાર્જ, રેલવે ટિકિટ ખરીદી શકાશે.

  FDIને લઈને મોટી જાહેરાત : નાણા મંત્રીએ ભાષણમાં કહ્યુ કે મીડિયામાં પણ વિદેશ રોકાણ વધારવાની મર્યાદા પર વિચારણા ચાલુ છે. મીડિયાની સાથે સાથે એવિએશન સેક્ટરમાં પણ FDI પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વીમા ક્ષેત્રમાં 100 ટકા FDI પર વિચારણા કરવામાં આવી રહી છે.

  રિફોર્સ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ : નાણા મંત્રીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે અમારું લક્ષ્ય રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ છે. અમારી સરકારનું આગામી લક્ષ્ય જળ મિશનને આગળ ધપાવવાનું છે. સાથે જ વન નેશન, વન ગ્રીડ માટે અમે આગળ વધી રહ્યા છીએ, જેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે.

  કૃષિ અને બિઝનેસમાં મોદી સરકાર ક્રાંતિ લાવશે : નાણા મંત્રીએ જણાવ્યું કે સ્ફૂર્તિ માટે દેશમાં 100 નવા ક્લસ્ટર બનાવવામાં આવશે. 20 ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ ઇન્ક્યૂબેટર બનાવવામાં આવશે, જેના માધ્યમથી 20 હજાર લોકોને તાલીમ આપવામાં આવશે.

  ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન : એક લાખ કિલોમીટર સુધીના હાઇવે સારા કરવામાં આવશે.

  જળ ક્ષેત્ર પર ફોકસ : નાણા મંત્રીએ કહ્યુ કે અમારી સરકારે જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે. પાણીની આપૂર્તિનું લક્ષ્યને લાગૂ કરવામાં આવ્યું છે, 1500 બ્લોકની ઓળખ કરવામાં આવી છે. આના માધ્યમથી દરેક ઘરમાં પાણી પહોંચાડવામાં આવશે. 2024 સુધી દરેક ઘરમાં પાણી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે.

  સફાઈ પર ધ્યાન : નાણા મંત્રીએ જાહેરાત કરી કે 2024 પછી 906 કરોડ શૌચાલયો બનાવવામાં આવશે. 5.6 લાખ ગામો આજે ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત થયા છે.

  શિક્ષણને લઈને જાહેરાત : સરકાર નવી શિક્ષણ નીતિ લાવશે. શિક્ષણ નીતિ પર અભ્યાસ કેન્દ્ર બનાવવામાં આવશે. રાષ્ટ્રીય રિસર્ચ ફાઉન્ડેશન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર ઉચ્ચ શિક્ષણ પાછળ 400 કરોડ રૂપિયા ખર્ચ કરશે. દુનિયાના ટોપ 200 ભારતની ફક્ત 3 કોલેજ છે, એવામાં ભારત આ સંખ્યાને વધારવા પર ભાર આપશે.

  NRI માટે જાહેરાત : વિદેશમાં રહેતા ભારતીયો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. હવે NRI ભારત આવતાની સાથે આધારની સુવિધા મળશે. હવે તેમણે 180 દિવસ સુધી દેશમાં રહેવાની જરૂર નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Income Tax Return, ITR, Nirmala Sitharaman

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन