નોકરિયાત વર્ગમાં આનંદો: હવે પાંચ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં

News18 Gujarati
Updated: February 1, 2019, 2:28 PM IST
નોકરિયાત વર્ગમાં આનંદો: હવે પાંચ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
ન્યૂઝ18 ગુજરાતી

વર્તમાન ટેક્સ સ્લેબમાં 2.5 લાખ રુપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત છે. જ્યારે 2.5 થી 5 લાખ રુપિયાની સુધીની વાર્ષિક આવક પર 5 ટકાના રેટથી ટેક્સ લાગે છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં મંત્રી પીયૂષ ગોયલે આવકવેરાની મર્યાદામાં મોટી છૂટ આપી છે. પીયૂષ ગોયલે નોકરીયાત વર્ગને ખુશ કરતા પાંચ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી જાહેર કરી છે. જોકે, આ વચગાળાનું બજેટ હોવાથી આનો અમલ નવી સરકાર કરશે.

સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ રૂ. 40 હજારથી વધારીને રૂ. 50 હજાર કરવામાં આવી છે. આ ઉપરાંત બેંક અને પોસ્ટ ઓફિસ પર મળતા વ્યાજની છૂટ પણ રૂ. 10 હજારમાંથી વધારીને રૂ. 40 હજાર કરવામાં આવી છે.

આવકવેરામાં છૂટની મર્યાદા રૂ. 2.5 લાખમાંથી રૂ. 5 લાખ કરી દેવાતા હવે રૂ. 6.5 લાખ કરમુક્ત (5 લાખની મર્યાદા + 1.5 લાખના રોકાણની છૂટ) ગણાશે.

આ પહેલાના બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. નવી જાહેરાત બાદ ત્રણ કરોડ જેટલા મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે ટેક્સમાં છૂટ સરકાર તરફથી આપવમાં આવેલું એક વચન છે. જુલાઈમાં આવનાર પૂર્ણ બજેટમાં આને પાસ કરવામાં આવશે. એટલે કે નવી સરકાર બન્યા બાદ જ તેનો ફાયદો મળશે.

ટેક્સની ચૂકવણી કરતા લોકોનો આભાર માનતા પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, "તમારા ટેક્સને કારણે ગરીબ ઘરનો ચૂલો સળગી રહ્યો છે. તમારા ટેક્સના કારણે દેશનો વિકાસ થયો છે."

મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે,  હવે દરેક રિટર્નની ઇલેક્ટ્રોનિક તપાસ થશે. આઈટી રિટર્ન ફાઇલ કર્યાના 24 કલાકમાં જ રિફંડ મળી જશે.સંસદમાં લાગ્યા મોદી-મોદીના નારા

આવકવેરામાં છૂટની જાહેરાત કરવામાં આવ્યા બાદ સંસદમાં મોદી મોદીના નારા લાગ્યા હતા.

વર્તમાન સ્લેબ

વર્તમાન ટેક્સ સ્લેબમાં 2.5 લાખ રુપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત છે. જ્યારે 2.5 થી 5 લાખ રુપિયાની સુધીની વાર્ષિક આવક પર 5 ટકાના રેટથી ટેક્સ લાગે છે. આ પછી 5 થી 10 લાખ રુપિયાની આવક પર 20 ટકા અને 10 લાખ રુપિયાથી વધારે આવક પર 30 ટકા પ્રમાણે ચેક્સ આપવાનો હોય છે.
First published: February 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading