રૂ. 5 લાખની આવક ટેક્સ ફ્રી હોવાના ભ્રમમાં ન રહો, તમે વિચારો છો એવું પણ નથી!

રૂ. 5 લાખની આવક ટેક્સ ફ્રી હોવાના ભ્રમમાં ન રહો, તમે વિચારો છો એવું પણ નથી!
પ્રતિકાત્મક તસવીર

બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ 40 હજારમાંથી વધારીને રૂ. 50 હજાર કરવામાં આવી છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : નાણા મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે 2019ના વર્ષનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં તેમણે નોકરિયાત વર્ગ માટે મોટી જાહેરાત કરી હતી. બજેટમાં પીયૂષ ગોયલે પાંચ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી જાહેર કરી હતી. જોકે, આ અંગે અનેક દ્વિધા પ્રવર્તી રહી છે.

  નાણા મંત્રીની જાહેરાત પ્રમાણે સેક્શન 87A હેઠળ પાંચ લાખ સુધીની આવક પર સંપૂર્ણ ટેક્સ રિબેટ(વળતર) રૂ. 12, 500 આપવામાં આવશે. આ પહેલા આ વળતર રૂ. 2500 આપવામાં આવતું હતું. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આનો અર્થ એવો થાય છે કે જે લોકોની આવક પાંચ લાખથી ઓછી છે તેમને જ આ લાભ મળશે. પાંચ લાખ કરતા વધારે આવક ધરાવતા લોકો માટે જૂનું ટેક્સ માળખું જ અમલમાં રહેશે. એટલે કે પાંચ લાખથી ઉપરની આવક ધરાવનારા નોકરિયાત વર્ગને ફક્ત સ્ટાન્ડર્ડ ડિડક્શનનો જ લાભ મળશે, તેમને ટેક્સ રિબેટ(વળતર)નો લાભ નહીં મળે. જોકે, પાંચ લાખની આવક પર રિબેટનો લાભ પણ નવી સરકાર બન્યા પછી બજેટને મંજૂર રાખવામાં આવ્યા બાદ જ મળશે.  આ પણ વાંચો  :  Income Tax Slab 2019-20: જાણો ઇન્કમ ટેક્સમાં શું-શું છૂટ મળી?

  બીજી તરફ બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ 40 હજારમાંથી વધારીને રૂ. 50 હજાર કરવામાં આવી છે. એટલું જ નહીં જે લોકો પાંચ લાખની આવક ધરાવે છે તે લોકો 1.5 લાખની બચત બતાવીને રૂ. 6.5 લાખની આવક ટેક્સ ફ્રી કરી શકે છે.

  રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે?


  હાલ રૂ. 2.5 લાખની આવક ટેક્સ ફ્રી છે. સિનિયર સિટિઝન (60થી 80 વર્ષ) આ મર્યાદા રૂ. ત્રણ લાખ છે. તેમજ 80 વર્ષથી વધારે ઉમર ધરાવતા લોકો માટે આ મર્યાદા રૂ. 5 લાખ છે.

  હાલમાં રૂ. 2.5થી પાંચ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે. 250,001થી પાંચ લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગે છે. તેમજ 500,001થી 10 લાખ સુધીની આવક પર 20 ટકા ટેક્સ લાગે છે. 10 લાખથી ઉપરની આવક પર 30 ટકા જેટલો ટેક્સ લાગે છે.
  Published by:News18 Gujarati
  First published:February 01, 2019, 15:42 IST

  ટૉપ ન્યૂઝ