Budget 2019: હલવા સેરેમની સાથે પ્રિન્ટિંગ શરૂ, રૂમમાં બંધ થયા 100 અધિકારી

News18 Gujarati
Updated: January 21, 2019, 2:44 PM IST
Budget 2019: હલવા સેરેમની સાથે પ્રિન્ટિંગ શરૂ, રૂમમાં બંધ થયા 100 અધિકારી
Photo: Twitter

આ વર્ષે અરુણ જેટલી નહીં, પરંતુ નાણા રાજ્યમંત્ર શિવપ્રતાપ શુક્લએ હલવા સેરેમની પૂરી કરી

  • Share this:
આ વર્ષે બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. તેના માટે બજેટ ડોક્યુમેન્ટનું પ્રિન્ટિંગ આજથી શરૂ થઈ ગયું છે. બજેટના ડોક્યુમેન્ટના પ્રકાશનના પ્રારંભ થતાં પહેલા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાણા મંત્રાલયમાં હલવા વિતરણ સમારોહનું આયોજન થયું. આ વર્ષે અરુણ જેટલી નહીં, પરંતુ નાણા રાજ્યમંત્ર શિવપ્રતાપ શુક્લએ હલવા સેરેમની પૂરી કરી. નાણા સચિવ સુભાષ ગર્ગ અને માર્ગ પરિવહન અને રાજ્યમાર્ગ રાજ્ય મંત્રી પી. રાધાકૃષ્ણન પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. તેની સાથે જ, આજથી લગભગ 100 લોકોનું બજેટ રજૂ થશે ત્યાં સુધી નોર્થ બ્લોકથી બહાર જવાનું બંધ કરી દેવાશે.

નાણા મંત્રાલયે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.

 શું હોય છે હલવા સેરેમની?દર વર્ષે બજેટને અંતિમ રૂપ આપવાના થોડાક દિવસ પહેલા નોર્થ બ્લોકમાં નાણા મંત્રાલયની ઓફિસમાં એક મોટી કઢાઈમાં હલવો બનાવવામાં આવે છે. નાણા મંત્રી પોતે આ કાર્યક્રમમાં ભાગ લે છે. જોકે, આ વર્ષે નાણા મંત્રી અરુણ જેટલી બીમારીના કારણે આ સમારોહમાં સામેલ નથી થઈ શક્યા. હલવા બનાવવાની સેરેમની ઘણા વર્ષોથી ચાલી રહી છે. તેની પાછળનું કારણ એ છે કે હલવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને શુભ કામની શરૂઆત પણ મીઠાથી કરવામાં આવે છે.

આ પણ વાંચો, Budget 2019: મધ્યમ વર્ગના લોકોને મળી શકે છે આવી મોટી ભેટ
First published: January 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,144

     
  • Total Confirmed

    1,682,220

    +78,568
  • Cured/Discharged

    375,093

     
  • Total DEATHS

    101,983

    +6,291
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres