ભાડાના ઘરમાં રહો છો? તો બજેટમાં તમારા માટે છે ખુશખબર

પ્રતિકાત્મક તસવીર

દેશમાં નવો યુનિફોર્મ રેન્ટલ કાયદો ઘડવામાં આવશે જેમાં ભાડુઆત અને મકાન માલિકના સંબંધોની નવી વ્યાખ્યા આપવામાં આવશે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 2.0ના પ્રથમ બજેટમાં ભાડૂઆતો માટે ખુશખબર આપી છે. નાણા મંત્રીએ બજેટ પ્રસ્તુત કરતા જણાવ્યું હતું કે દેશમાં ભાડૂઆત અને મકાન માલિકના સંબંધોની નવી વ્યાખ્યા ઘડાશે તેમજ દેશમાં યુનિફોર્મ રેન્ટલ કાયદો ઘડાશે.

  નવા કાયદામાં મકાન માલિક અને ભાડૂઆતના નાણાકીય સંબંધો, અધિકારોને નવેસરથી દર્શાવાશે. જેના કારણે મકાન માલિકો મનફાવે તેમ ભાડા નહીં વધારી શકે. આ કાયદામાં મકાન માલિકના અધિકારોનું પણ ધ્યાન રખાશે.

  આ પણ વાંચો :  LIVE: મોદી સરકારનું મોટું લક્ષ્ય- 2022 સુધી દરેક ઘરે વીજળી, 2024 સુધી દરેક નળમાં પાણી

  મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પ્રથમ બજેટ છે. સરકાર બજેટમાં ખેડૂતો અને મિડલ ક્લાસ માટે મોટી જાહેરાત કરી શકે છે. બજેટ પહેલાં શેર બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. બજારમાં તેજીના માહોલની વચ્ચે સેન્સેક્સ 40,000ને પાર થયો છે. જ્યારે નિફ્ટી 30 અંકની તેજી સાથે 11975ની આસપાસ પહોંચ્યો છે.

  સરકાર નવા મકાનો બાંધશે

  નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર સામાન્ય લોકો માટે 114 દિવસોમાં 1.94 કરોડ ઘર બાંધશ. દેશમાં યુવાઓ મહિલાઓ અને તમામ લોકોએ જંગી બહુમતીથી મોદી સરકારને જીતાડી છે. અમારી સરકારનો સંકલ્પ છે કે વર્ષ 2024 સુધીમાં દેશના દરેક ગરીબના ઘરમાં વીજળી અને ગેસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
  Published by:Jay Mishra
  First published: