સરકારી કર્મચારીઓને મોટી ભેટ મળી શકે, બજેટમાં જાહેરાત થવાની સંભાવના

News18 Gujarati
Updated: July 5, 2019, 6:59 AM IST
સરકારી કર્મચારીઓને મોટી ભેટ મળી શકે, બજેટમાં જાહેરાત થવાની સંભાવના
પ્રતિકાત્મક તસવીર

મુખ્ય આર્થિક સલાહકારના જણાવ્યા પ્રમાણે લોકોની જીવન પ્રત્યાશા વધી છે, આથી નિવૃત્તિની ઉંમર વધારવામાં આવે.

  • Share this:
સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકાર હવે સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર વધારી શકે છે. મુખ્ય આર્થિક સલાહકાર (CEA) પ્રોફેસર કેવી સુબ્રમણ્યમે આર્થિક સર્વેક્ષણમાં નિવૃત્તિની ઉંમર વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સર્વે પ્રમાણે જીવનની ક્ષમતા અને પ્રજનન દર વધવાને કારણે 2031-41ની વચ્ચે ભારતની વસ્તી 0.5 ટકા વધી જશે. એવામાં એવી શક્યતા છે કે નિવૃત્તિની ઉંમર વધારવામાં આવી શકે છે. મુખ્ય આર્થિક સલાહકારના જણાવ્યા પ્રમાણે લોકોની જીવન પ્રત્યાશા વધી છે, આથી નિવૃત્તિની ઉંમર વધારવામાં આવે. લોકસંખ્યા પ્રવૃત્તિ અંગે આર્થિક સમીક્ષામાં વૃદ્ધોની વસ્તી માટે તૈયારી પર ભાર આપવામાં આવે. જેમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે રોકાણની સાથે સાથે નિવૃત્તિની ઉંમર વધારવા ઉપર પણ ભાર આપવામાં આવે.

સંસદમાં ઇકોનોમિક સર્વે રજૂ કરતા નાણા મંત્રી નિર્મલા સિતારમણે કહ્યુ કે નિવૃત્તિની ઉંમર વધારવા અંગે વધારે દિવસો સુધી આંખઆડા કાન કરી શકાશે નહીં. શક્ય છે કે આજથી 10 વર્ષ પછી આ બદલાવ કરવામાં આવે. આથી આ માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવે. સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નિવૃત્તિ અને તે અંગેની જોગવાઈઓ અંગે મદદ કરવામાં આવશે.

મહિલાઓ અને પુરુષોની જીવન ક્ષમતા સતત વધી રહી હોવાથી નિવૃત્તિની ઉંમર વધારવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. વૃદ્ધોની વસ્તી વધવાને કારણે અને પેન્શન તેમજ ફંડ વધવાના સતત દબાણને કારણે અનેક દેશોમાં નિવૃત્તિની ઉંમર વધારવામાં આવી છે. ઇકોનોમિક સર્વે પ્રમાણે ભારતની વસ્તીમાં આગામી બે દશકા સુધી વધારો થશે. 2021થી 31 વચ્ચે ભારતની વસ્તી એક ટકા અને 2031થી 41 વચ્ચે વસ્તી 0.5 ટકા વધી જશે.

55-60 લાખ નોકરી ઉભી કરવા માટે રોડમેપ બતાવ્યો

આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં MSMEs ક્ષેત્રને વધારે મજબૂત બનાવીને બેરોજગારીની સમસ્યા મહંદઅંશે ઓછી કરી શકાય છે. સર્વેક્ષણ પ્રમાણે દેશમાં MSMEs સેક્ટરમાં 50 ટકાથી વધારે પેઢીઓ એવી છે, જેમાં કર્મચારીઓની સંખ્યા 100થી ઓછી છે. 10 વર્ષ જૂની હોવા છતાં આવી પેઢીઓ કમજોર સ્થિતિમાં છે. આવી પેઢીઓની રોજગારી આપવાની ભાગીદારી આશરે 15 ટકા છે. બીજી તરફ જ્યાં 100થી વધારે કર્મચારીઓ છે, સંખ્યા ઓછી હોવા છતાં રોજગારી આપવામાં ભાગીદારી 75 ટકાની છે અને ઉત્પાદનક્ષમતામાં તેનું યોગદાન 90 ટકા છે.
First published: July 5, 2019, 6:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading