Home /News /business /Budget 2019: બજેટ ભાષણ દરમિયાન ગૂંજ્યો 'How's The Josh'નો નારો

Budget 2019: બજેટ ભાષણ દરમિયાન ગૂંજ્યો 'How's The Josh'નો નારો

ગૃહમાં બજેટ રજૂ કરતાં નાણા મંત્રી પિયૂષ ગોયલ

નાણા મંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે સિનેમા જનારાઓ માટે ટેક્સમાં રાહત આપવામાં આવશે

    નાણા મંત્રી પિયૂષ ગોયલે શુક્રવારે વચગાળાનું બજેટ રજૂ કર્યું. તેઓએ કહ્યું કે ભારત ગ્રોથના રસ્તે ઝડપથી આગળ વધી રહ્યું છે. બીજી તરફ ખેડૂતોના હિતમાં બજેટ રજૂ કરવાની સાથે જ તેઓએ સિનેમા જગતની વાત કરી. તેઓએ જણાવ્યું કે હવે શૂટિંય માટે સિંગલ વિન્ડો ક્લિયરનસ વ્યવસ્થા ઊભી કરાશે.

    નાણા મંત્રીએ બજેટ રજૂ કરતા હાલમાં જ સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ 'ઉરી'નો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓએ થોડા દિવસ પહેલા 'ઉરી' જોઈ એન તેમને ખૂબ જ મજા આવી. તેની પર ત્યાં હાજર તમામ લોકો મોટેથી બોલવા લાગ્યા 'How's The Josh'. ઉલ્લેખનીય છે કે ફિલ્મના આ ડાયલોગ વિકી કૌશલે બોલ્યો જે દેશભરમાં સૌથી પસંદનો ડાયલોગ બની ગયો.

    આ પણ વાંચો, નોકરિયાત વર્ગમાં આનંદો: હવે પાંચ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં

    આ ઉપરાંત નાણા મંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે સિનેમા જનારાઓ માટે ટેક્સમાં રાહત આપવામાં આવશે. ઉલ્લખેનીય છે કે, હાલમાં જ સિનેમા ટિકિટ પર લાગતાં જીએસટી સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરવા માટે અનેક બોલિવુડ સ્ટાર્સે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Film uri, Union Budget 2019

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन