નાણા મંત્રીએ કહ્યું કે, બજેટને 10 વર્ષીય દૃષ્ટિને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ્સે ટેક્સ લાભનો એક પૂરો સેટ આપવામાં આવી રહ્યો છે. તેઓએ કહ્યું કે અમે જે પણ લક્ષ્ય આપ્યા છે- તમામ બિકુલ યોગ્ય સીમાઓ છે.
14:52 (IST)
સીતારમણે કહ્યું કે, બજેટ તમામ લોકો માટે છે. આ બજેટ શહેરી, ગ્રામ્ય અને યુવા ભારત માટે છે. અમે ઇઝ ઓફ લિવિંગને વધારવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.
14:50 (IST)
બજેટ રજૂ કર્યા બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેઓએ પત્રકારોના સવાલના જવાબ આપ્યા.
લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બજેટ પર કહ્યું કે, તેમાં કંઈ પણ નવું નથી. જૂના વાયદાઓનું પુનરાવર્તન છે. તેઓ ન્યૂ ઈન્ડિયાની વાત કરે છે પરંતુ આ બજેટ નવી બોટલમાં જૂના દારૂ જેવું છે.
14:9 (IST)
બજેટ પર ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, નિર્મલા સીતારમણે ન્યૂ ઈન્ડિયા માટે બજેટ રજૂ કર્યુ છે. આ બજેટ ખેડૂતો, યુવાઓ, મહિલાઓ અને ગરીબોનું સપનું સાકાર કરનારું છે.
13:47 (IST)
બજેટ પર પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ દેશને સમૃદ્ધ અને જન-જનને સમર્થ કરનારું બજેટ છે. આ બજેટથી ગરીબોને બળ મળશે. યુવાઓને સારું ભવિષ્ય મળશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે નાણાકીય વર્ષ 2019-20 માટે કેન્દ્રીય બજેટ (Union Budget 2019) રજૂ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં વિશાળ જનાદેશ મેળવનારી નરેન્દ્ર મોદી સરકાર આજે પોતાનું પહેલું બજેટ છે. નાણા મંત્રીએ લોકસભામાં નાણાકિય વર્ષ 2019-20નું જનરલ બજેટ રજૂ કરતાં કહ્યું કે, અમે જે પણ કરીએ છીએ, સરકારના પ્રત્યેક કાર્ય અને પ્રત્યેક યોજનાના કેન્દ્રમાં ગામ, ગરીબ અને ખેડૂત હોય છે. તેઓએ કહ્યું કે જે લોકો કનેક્શન નથી લેવા માંગતા તેમને બાદ કરતાં દરેક ગ્રામ્ય પરિવારમાં વીજળી કનેક્શન અને સ્વચ્છ ઈંધણ આધારિત સુવિધા હશે.